વર્ષોથી પુસ્તકોને આપણા મિત્રો માનવામાં આવ્યા છે. પુસ્તકો એ જ્ઞાનનો વિપુલ ભંડાર છે. જ્યારે આપણને કોઈ વસ્તુ વિશે વિશેષ માહિતી મેળવવી હોય અથવા તો જ્યારે કોઈ વસ્તુ આપણને ન સમજાતી હોય ત્યારે આપણે પુસ્તકોનો સહારો લેવો પડે છે. આપણા શાસ્ત્રોનું જ્ઞાન પણ પુસ્તક ના સ્વરૂપ માં સાચવી રાખવામાં આવ્યું છે.
આ પુસ્તકોમાં આપણને કોઈ પણ વિષયને લગતી માહિતી મળી રહે છે. આ પુસ્તકોમાં આપણને ધર્મ સંબંધી, અર્થ, કામ અને મોક્ષ સંબંધી દરેક વિષયનું જ્ઞાન મળી રહે છે. આ ઉપરાંત આ પુસ્તકોમાં સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, ચિકિત્સા, તત્વજ્ઞાન, સાંસ્કૃતિક તથા લલિત કલાઓ સાથે જોડાયેલ દરેક માહિતી પણ મળી રહે છે. આપણા પૂર્વજોએ ખૂબ મહેનતથી અનેક પુસ્તકો લખ્યાં છે.
આ પુસ્તકોમાં અમુક વિવાદાસ્પદ અને રહસ્યમય પુસ્તકો એવા છે કે જેના અધ્યયનથી સામાન્ય માણસ પણ સર્વ શક્તિમાન બની શકે છે. આજે અમે આપને એવા જ ૪ પુસ્તકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જો તમને મળી જાય તો તમે બની શકો છો સર્વશક્તિમાન.
સામુદ્રિક શાસ્ત્ર
આ ગ્રંથ ભારતમાં અંદાજે સાત હજાર વર્ષ પહેલા રચવામાં આવ્યો હતો. જેની અંદર મનુષ્યના ચરિત્ર સંબંધી દરેક વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. આ પુસ્તકના અધ્યયનથી કોઈ પણ વ્યક્તિ અન્ય બીજા વ્યક્તિના ચરિત્ર વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે છે, આથી આ પુસ્તક સમાજશાસ્ત્ર માટે ખૂબ જ ઉપયોગી છે. મહર્ષિ વ્યાસ, ભારદ્વાજ, બૃહસ્પતિ અને કાત્યાયન જેવા અનેક મહાન ઋષિઓએ આ શાસ્ત્ર ની શોધ કરે છે.
રાવણ સહીતા
આપણે સૌ રાવણને એક ક્રૂર રાક્ષસ તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ જ રાવણ શાસ્ત્ર વિદ્યામાં ખુબ નિપુણ હતો. રાવણ દ્વારા રચાયેલા આ રાવણ સહીતા ગ્રંથને અધ્યયન કરવાથી તમે જ્યોતિષશાસ્ત્ર આયુર્વેદ અને તંત્ર વિદ્યાના સર્વજ્ઞાની થઇ શકો છો. આ ગ્રંથ ખૂબ પ્રાચીન છે. આજે બજારમાં રાવણ સહીતા નામના અનેક પુસ્તકો મળી રહે છે પરંતુ તેનો વાસ્તવના રાવણ સહીતા સાથે કોઈ સંબંધ નથી, કેમ કે રાવણ દ્વારા રચાયેલ સાચા રાવણ સહીતા વિશે હજી સુધી કોઈને માહિતી મળી નથી.
પાદર તંત્ર વિજ્ઞાન
પાદર તંત્ર વિજ્ઞાન રહસ્યમયી વિદ્યાઓ માટે ખૂબ જ પ્રચલિત છે. આ પુસ્તક આજથી અંદાજે અઢીસો વર્ષ પહેલાં હિમાચલના એક ગામની અંદર રચવામાં આવેલ છે. જેની અંદર અનેક વૈજ્ઞાનિક શોધ તથા તેને લગતા અનેક રહસ્ય છુપાયેલા છે. એવું માનવામાં આવે છે કે આ પુસ્તકની અંદર આપેલી માહિતી જો કોઈ વ્યક્તિ વાંચી લે તો તે એવા અદભૂત કાર્ય કરી શકે છે કે જે સામાન્ય વ્યક્તિના બસની વાત નથી.
લાલ કિતાબ
પ્રાચીનકાળમાં બનેલી લાલ કિતાબ વિષે આપણે સૌએ સાંભળ્યું જ હશે, પરંતુ ક્યારેય તેને જોઈ નથી. આ ગ્રંથમાં આકાશવાણી દ્વારા પ્રાચીનકાળમાં આપેલ ગુપ્ત વિદ્યાઓ વિશે માહિતી આપેલ છે. જો કોઈ વ્યક્તિ આ પુસ્તકનું અધ્યયન કરે તો તે વ્યક્તિ પાસે અમુક એવી શક્તિ આવી જાય છે જે ફક્ત આપણે પુરાણોમાં જ વાંચી હશે. આ પુસ્તકના કારણે વ્યક્તિની માનસિક ક્ષમતા અનેક ગણી વધી જાય છે અને મનુષ્ય સર્વશક્તિમાન બની જાય છે.
જો કોઈ વ્યક્તિ પાસે ઉપર બતાવેલા ચાર પુસ્તકમાંથી કોઈ એક પુસ્તક પણ આવી જાય અને જો તેનું સંપૂર્ણ અધ્યન કરી લે તો તે વ્યક્તિ આ પૃથ્વી પરનો સર્વશક્તિમાન વ્યક્તિ બની શકે છે.
લેખન અને સંકલન :- દિવ્યા રાવલ