શા માટે હોટલના બેડ પર હંમેશા સફેદ ચાદર પાથરવામા આવે છે, જાણો તેનુ કારણ

તમે હંમેશાં જોયું હશે તે નાનામાં નાની હોટલ થી માંડી, વિશાળ અને ભવ્ય હોટેલોમાં પણ તેના બેડ પર સફેદ રંગની ચાદર જ પાથરેલી હોય છે. પરંતુ આપણે કોઈ નથી જાણતા કે એની પાછળનું કારણ શું છે? તો ચાલો આજે જાણીએ તેની પાછળનું કારણ.

૧૯૯૦ ના દાયકાની અંદર હોટેલના રૂમમાં રંગબે-રંગી બેડશીટનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ વૈજ્ઞાનિકોના એક સર્વે પ્રમાણે એવું જાણવા મળ્યું કે મહેમાનો માટે વૈભવી બેડ નો અર્થ એ છે કે તેના માટે સફેદ રંગનો ઉપયોગ કરવો, અને ત્યારથી જ દરેક હોટલની અંદર બેડ તથા બેડસીટ સફેદ રંગનારાખવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે સફેદ રંગ આંખોને આરામ પહોચાડે તથા હોટલના રૂમ જેટલા સ્વચ્છ હશે એટલા જ વ્યક્તિઓ તેના તરફ વધુ આકર્ષશે. આથી હોટેલોની બેટસીટ સફેદ રાખવામાં આવે.

સફેદ રંગ તણાવ દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આથી હોટેલના રૂમ ની સફેદ બેડશીટના કારણે લોકો હોટલમાં શાંતિનો અનુભવ કરે છે તથા તણાવ માંથી મુક્ત રહે છે.

જો હોટેલ ની પથારી સફેદ રંગની હશે તો તેના પર રહેલી ગંદકી હોટલના કર્મચારીઓ ઝડપથી જોઈ શકશે જેને કારણે તેને સાફ કરવી સરળ બની રહેશે.

સફેદ રંગના કપડા ને બ્લીચ કરવું ખૂબ સહેલું છે અને બ્લીચ કરવાના કારણે કાપડ ફરીથી નવા જેવું જ બની જાય છે. આથી જ હોટલના બેડસીટ તથા અન્ય કવરો અને પડદાઓ સફેદ રંગના હોય છે. જેને કારણે તેને બ્લીચ કરવા સહેલા પડે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *