આ સ્ત્રીએ ઘરે જ વોટર બર્થ દ્વારા બાળકને જન્મ આપ્યો – અને તેના ફોટોઝ પણ સોશિયલ મિડિયા પર શેર કર્યા

સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે તે ક્ષણ અદ્ભુત હોય છે ! દુનિયામાં બાળકનું અવતરણ એ ખુબ જ સુખદ ક્ષણ છે માતા-પિતા માટે તો ખરી જ પણ લોકોને માનવતામાં વિશ્વાસ જાળવી રાખવા માટે પણ.

આપણે ભારતમાં હવે ખુબ જ ઓછા એવા ગામ હશે જ્યાં સ્ત્રી બાળકને ઘરે જ જન્મ આપતી હોય. કારણ કે તે સ્ત્રીના સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે. કારણ કે પહેલાના જમાનામાં ભારતના ગામડાઓમાં સ્ત્રી બાળકને ઘરે જન્મ આપતી ત્યારે દાયણ પણ કેટલીક સીમીત જાણકારી જ ધરાવતી હતી અને ઘણી વાર જાણકારીના અભાવના કારણે અથવા તો બેદરકારીના કારણે જન્મ આપતી વખતે સ્ત્રી મૃત્યુ પામતી હતી. માટે જ ભારતમાં પ્રસુતિગૃહમાં પ્રસુતિ કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે જેથી કરીને માતા અને બાળક સ્વસ્થ અને સુરક્ષીત રહે.

પણ આજના અત્યાધુનિક જમાનામાં અમેરિકા જેવા મોટા દેશમાં પણ ઘણી સ્ત્રીઓ બાળકને પોતાના ઘરમાં જ જન્મ આપવા માગતી હોય છે. એવા પણ સમાચાર છે કે ડચેસ ઓફ કેમ્બ્રિજ એટલે કે કેડ મિડલ્ટન જે ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ – 2ની વહુ અને પ્રિન્સ વિલિયમની પત્ની છે તેણીએ પણ પોતાના ત્રીજા બાળકને ઘરે જ જન્મ આપવાનું નક્કી કર્યું છે.

મહિલાઓના આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે તેમને એક અનુકુળ, આરામદાયક અને પોતિકુ સ્થળ પોતાના બાળકના જન્મ માટે મળે. બાળકને જન્મ લેતું જોવું તે કોઈપણ વ્યક્તિ માટે એક અદ્ભુત અનુભવ છે. તેમાં જો સ્ત્રી બાળકને પોતાના ઘરમાં જ જન્મ આપી રહી હોય તે ક્ષણો કચકડે મઢવી તેનાથી સુંદર બીજું શું હોઈ શકે.

આ સુંદર તસવીરો કેદ કરનાર કેથી રોઝારિયોએ પોતાની ફેલો ફોટોગ્રાફર મિત્ર લિઝા મેરે પોતે પણ એક પ્રોફેશનલ ફોટોગ્રાફર છે અને જેણે તેની પ્રસુતિની આ સુંદર તસ્વીરો કેદ કરી છે તે તેણીની ફેલો-ફોટોગ્રાફર મિત્ર છે.
બાળકને જન્મ આપનાર માતા લિઝા મેરેની પ્રસુતિની આ સુંદર તસવીરો કેદ કરનાર તેની પોતાની જ મિત્ર અને ફેલો ફોટોગ્રાફર કેથી રોઝારિયો છે.

તમારી જાતે જ જુઓ બાળકના અવતરણની આ અણમોલ તસવીરો.

આ મહિલા પોતાના ઘરના બાથ ટબમાં બાળકને જન્મ આપવા જઈ રહી છે. અહીં તમે જોઈ શકો છો કે તેણી પોતાના ઘરના બાથ ટબમાં બેસીને બાળકને જન્મ આપવાનો પ્રયાસ કરી રહી છે.

જન્મ પહેલાંની ક્ષણો

પ્રસુતિ પીડા શરૂ થઈ ગઈ છે અને તેણીને તેમાંથી રાહત મેળવવા માટે એક લેબર એઇડ પેપ્સીકલ જેને આપણે અહીં પેપ્સી કોલા કહીએ છીએ તેની મજા લઈ રહી છે. તેણીએ આ પેપ્સીકોલા ઘરે જાતે જ બનાવી છે.

આપણા ભારતમાં કદાચ આ પ્રચલિત નથી પણ પશ્ચિમી દેશોમાં પ્રસુતિ દરમિયાન રાહત મેળવવા માટે ખાસ આ પેપ્સી કોલા તૈયાર કરવામાં આવે છે જેને સાઇટ્રસ ફ્રૂટ જેમ કે લીંબુ, નારંગી, મોસંબી અને મહિલાને ગમતા ફળોમાંથી તૈયાર કરવામાં આવેલા પીણાને ફ્રીઝ કરીને તેની પેપ્સી બનાવવામાં આવે છે.

આવી ગઈ તે સુંદર ક્ષણ

માતા પોતાના હાથ વડે જ બાળકને લે છે, અને તે નાનકડું આ જગતમાં તેના પહેલાં શ્વાસ લે છે. બાળકને ઘરે જન્મ આપવાનો એક અદ્ભુત ફાયદો એ છે કે તે સીધું જ માતાના હાથમાં આવે છે અને તે તે જ ક્ષણે પોતાની માતા સાથે જોડાઈ જાય છે.

જ્યારે હોસ્પિટલમાં તેમ નથી થતું. ત્યાં તો માતાને બેભાન કરી દેવામાં આવે છે અને 1-2 કલાક બાદ માતાના હાથમાં આપવામાં આવે છે.

અહીં લિઝાના પતિ પણ તેમની સાથે ક્ષણેક્ષણ છે. તેઓ પણ કેટલીક તસવીરો લઈ રહ્યા છે. આપણા ભારતમાં હજુ આવું પ્રચલન શરૂ થયું નથી કે માતા સાથે પિતા પણ પોતાના બાળકનો જન્મ જુએ. પણ પશ્ચિમિ દેશોમાં પ્રસુતિ સમયે પિતાની પળેપળ હાજરી ખુબ જ સામાન્ય છે.

જીવનનો ચમત્કાર…

માતા બાળકને આ વિશ્વમાં લાવે છે અને તે તેનો પ્રથમ શ્વાસ લે છે. દીકરી આવી છે !!!

માતાને હાલ જ ખબર પડી કે તેણીને બે દીકરા બાદ ભગવાને આ સુંદર દીકરી આપી છે ! આને કહેવાય સ્વર્ગનું સુખ.

જરા માતા ના ચહેરા પરનું સ્મીત તો જુઓ ! તેણીને છેવટે તેની નાનકડી ઢીંગલી મળી જ ગઈ !

સ્ત્રીઓ ખરેખર અપાર સામર્થ્ય ધરાવે છે. માતા તેની નાનકડીને કેવી હુંફ આપી રહી છે.

માતાનું સ્તનપાન એ બાળકને માતા તરફથી ઉત્તમ ભેટ છે, તે પ્રવાહી સોનું છે ! આશા છે કે તમને આ અદ્ભુત તસવીરો જોઈને આનંદ થયો હશે. જો આપ કોઈ અદભૂત શક્તિ, ભગવાન કે અલ્લાહ માં માનતા હો તો કોમેન્ટ માં અચૂક “God Is Great” લખજો !!

લેખન – સંકલન : અશ્વિની ઠક્કર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *