વેફરના પેકેટમાં ચિપ્સ કરતા વધુ હોય છે હવા, શું છે તેની પાછળનું કારણ?

ચિપ્સ એ બાળકો તથા યુવાનો માટે નો એક સૌથી સરળ નાસ્તો છે. ત્યારે પણ તમને ભૂખ લાગે છે અને ખાવાનું કોઈ ઓપ્શન નથી મળતો. ત્યારે એક જ વાત ધ્યાનમાં આવે છે. અને એ છે ચિપ્સ સામાન્ય રીતે જ્યારે આપણે બહારથી ચિપ્સ લઈએ છીએ. ત્યારે તેનું પેકેટ ખુબ જ આકર્ષક હોય છે. પરંતુ જ્યારે આપણે પેકેટને ખોલીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે, આવડા મસમોટા પેકેટ ની અંદર માત્ર 10 થી 12 કટકા જ હોય છે. પેકેટનું બાકીનો ભાગ તો હવાથી ભરેલું હોય છે.

તમને ઘણી વખત મનમાં આ વાત નો પ્રશ્ન થયો હશે કે, જો આટલી જ ચિપ્સ આપવી હોય તો શા માટે આવું પેકેટ બનાવવામાં આવે છે. જો તમને પણ આ પ્રશ્ન થતો હોય તો અમે લાવી રહ્યા છીએ તેનું સમાધાન. કેમ કે, અમે બતાવવા જઈ રહ્યા છીએ કે શા માટે વેફરના પેકેટમાં અડધાથી વધુ હવા ભરેલ હોય છે.

આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે, આપણને એકદમ ક્રન્ચી અને તાજી વેફર જ ભાવે છે. અને તમને આવી જ મનભાવતી વેફર મળી રે એટલા માટે જ વેફર ની કંપનીઓ તેના પેકેટ માં હવા ભરે છે. જી હા, વેફર ઉત્પાદક કંપનીઓ પોતાના પેટમાં નાઈટ્રોજન એર ભરે છે.

નાઇટ્રોજન એવો ગેસ છે જે કોઇ પણ વસ્તુને લાંબો સમય સુધી તાજી રાખી શકે છે. આથી પેકેટમાં નાઇટ્રોજન ગેસ ભરવાના કારણે તમારી ચિપ્સ લાંબો સમય સુધી તાજી રહે છે. તથા નાઇટ્રોજન ભેજશોષક હોવાથી ચીપ્સ હવા તા અટકાવે છે.

આ ગેસ ના કારણે જ તમારી ચીપ્સ તરોતાજા રહે છે. જો વેફરના પેકેટમાં સાદી હવા ભરવામાં આવે તો તે હવામાં રહેલા ભેજને શોષી લે છે. અને થોડી જ વારમાં હવાઈ જાય છે. તથા હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તે બગડી જાય છે. આ વસ્તુનો જીવંત દાખલો જોવો હોય તો એકથી પેકેટ લઇ તેને થોડી વાર હવામાં ખુલ્લું રાખી મૂકવું થોડી જ વારમાં ચિપ્સ એકદમ ડ્રાય અને ડલ થઇ જશે.

આ માટે ઉત્પાદન કંપનીઓ તમારા સુધી એકદમ તાજી અને ક્રન્ચી ચીપ્સ પહોંચે એટલા માટે તેની અંદર નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે છે. એનું બીજું કારણ એ છે કે, વેફર પેકેટ ઉત્પાદન કંપની તમારા સુધી પહોંચાડવામાં અનેક વખત ઉઠક પાઠક થાય છે. જેને કારણે ચિપ્સ તૂટીને ભૂકો થઇ જઈ શકે છે. આવું ન થાય એટલા માટે પણ વેફરના પેકેટમાં અડધાથી વધુ હવા ભરવામાં આવે છે.

આમ દરરોજ ખાતા વેફરના પેકેટમાં રહેલી હવા શા માટે ભરવામાં આવે છે. તેની જાણ વગર જ આપણે તેને ચોથી ખાતા હતા. પરંતુ હવે જ્યારે વેફરનું પેકેટ ખાવ ત્યારે તેમાં રહેલી હોવા પાછળનું કારણ અવશ્ય યાદ કરવું.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *