વિદેશોમાં વર્ષોથી બેન કરેલી આ વસ્તુઓ, આપણા દેશમાં જોરશોરથી વેચાય છે. જાણો કઈ છે આ વસ્તુઓ.?

ભારત એક વિકાસશીલ દેશ છે અહીંના લોકો ધીમે ધીમે પોતાની જાતને વિકસિત કરી રહ્યા છે. પરંતુ જે દેશો વિકસિત છે તેની નજરો માં ભારત દેશ ની કોઈ કિંમત હોતી નથી. તે લોકો ભારત દેશના લોકોને મૂર્ખ માને છે. અને ભારત દેશમાં અમુક એવી વસ્તુઓનું વેચાણ કરે છે તે પોતાના દેશમાં તેણે વર્ષોથી બેન કરી દીધી છે.

સમગ્ર વિશ્વમાં ભારત દેશને વિશ્વનુ સૌથી મોટામાં મોટું માર્કેટ ગણવામાં આવે છે. કેમકે આ દેશની અંદર કોઈપણ વસ્તુનો આસાનીથી વેપાર કરી શકાય છે. અને અહીંના લોકો તે વસ્તુઓને કોઈપણ જોયા-જાણ્યા વગર ખરીદી લે છે. અને આથી જ ભારત દેશમાં વારંવાર લોકોની જીંદગીઓ સાથે ખિલવાડ થાય છે. ભારત દેશની અંદર અમુક એવી ઘણી વસ્તુઓ છે જે ભારત દેશમાં તો ધૂમધામથી વેચાય છે. પરંતુ અન્ય દેશોમાં આ વસ્તુઓ પર વર્ષોથી બેન લગાવી દેવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ કઈ છે એ વસ્તુઓ?

એનર્જી ડ્રીંક રેડ બુલ

ભારત દેશમાં એનર્જી ડ્રિંકના નામે red bull દ્વારા વેચવામાં આવતું આ પીણું ડેનમાર્ક અને ફ્રાન્સના અનેક વિસ્તારોમાં વર્ષોથી બેન કરી દેવામાં આવ્યું છે. તેની પાછળનું કારણ એ છે કે એક રિસર્ચ પ્રમાણે જાણવા મળ્યું કે આ એનર્જી ડ્રીંક પીવાના કારણે તમને એનર્જી મળે કે ન મળે પરંતુ હાઇપરટેન્શન અને ડિપ્રેશન જેવી બીમારીઓ જરૂર મળે છે.

દુધ

અમેરિકા અને કેનેડા જેવા અનેક દેશોની અંદર અનપેસ્ચ્યુરાઈઝ દૂધને વર્ષોથી બેન કરી દેવામાં આવ્યું છે. કેમકે અહીંના લોકોનું માનવું છે કે આરો મિલ્ક ની અંદર અનેક પ્રકારના બેક્ટેરિયા હોય છે. જે લોકોના શરીરને તથા તેના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આથી આ દેશોમાં પ્રોસેસ કરેલું દૂધ જ ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ ભારત દેશમાં હજી સુધી આ કાચા દૂધનો ધૂમ વેચાણ થાય છે.

પેઇનકિલર દવાઓ

ભારત દેશમાં લોકો પોતાના દુઃખ ને મટાડવા માટે વારંવાર પેઇનકિલર ખાય છે. પરંતુ અનેક દેશોની અંદરનો બેન કરી દેવામાં આવ્યો છે. કેમકે આ પેન કિલર ખાવાના કારણે તમારો દુખાવો તો દૂર થશે પરંતુ તેની ખરાબ અસર તમારી કિડની અને લીવર પર પડે છે.

કિન્ડર જોય

નાના બાળકોને kinder joy જોઈ ખૂબ જ ભાવે છે. જો કોઈ બાળક બજારમાં આ વસ્તુ ને જોઈ જાય તો તે તેને લેવાની હઠ કરી મૂકે છે. પરંતુ અમે તમને બતાવી દઈએ કે અનેક દેશોની અંદર આ પ્રોડક્ટ પર લગાવવામાં આવ્યો છે. કેમકે, એક તારણ પ્રમાણે આ પ્રોડક્ટ તમારા બાળકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે તથા બાળકોને ચેપી રોગ થવાના પણ આ પ્રોડક્ટ ખૂબ મોટો ફાળો ભજવે છે.

લાઈફ બોય સાબુ

જેવી જ ચોમાસાની સિઝન શરૂ થાય કે લોકો પોતાના ઘરમાં lifebuoy સાબુનો ઉપયોગ શરૂ કરી દે છે. કેમકે લોકોનું માનવું છે કે તે તેને ચોમાસામાં થતા કીટાણુઓથી બચાવશે. પરંતુ અનેક દેશોની અંદર આ સાબુ પર રોક લગાવી દેવામાં આવી છે. કેમ કે ત્યાં આ વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સાબુ તમને કીટાણું માંથી મુક્તિ અપાવે કે ન આવે પરંતુ તમને સ્કિનને લગતા અનેક પ્રકારના રોગો ઉત્પન્ન કરી શકે છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *