“મારી ગૌરી”
મારી વિદાય વેળા એ સવ કોઈ રોતા હતા ને હું પણ, હું ગામડા માં ઉછરેલી ને ગ્રામ્ય જીવન બરોબર મારા માં વિકસેલું, ખેતર, ગાય , ભેંસ, ને ચૂલા ચોંકા સિવાય મેં કાય જોયેલું નય, ને જોય ને કરત પણ સુ નાનપણ થી મારી સગાય ગામડા માં વસતા પરિવાર ના એક ના એક સંતાન એવા કરશન સાથે નક્કી થઇ ગયેલી.
આજ મારા લગ્ન પણ થઈ ગયા. વિદાય વખતે બા એ શિખામણ આપી, બાપુજી એ પાઘડી બતાડી લાજ રાખવાની ભલામણ કરી, ભાય ભાભી એ ભેટ આપી ને નાનકડી બહેને ઘર સાચવવા નું વચન આપ્યું, આ બધું હાથ ને હૃદય માં સમેટતી હું ઘર ના આંગણ માં આવી ગમાણ મા બાંધેલી ગાય ની આંખો માં એ આંસુ હતા , હું ઘડી ભર થોભી ગઈ, એક આશા ભરેલ નજર કરી ત્યાં ને એ પણ મુક વ્હાલી ભાષા માં જાણે કહેતી હતી સાસરી માં જે , પાળેલ પશુ હોય એમનું ધ્યાન પણ અમારૂ રાખ્યું એમ રાખજે, ને એક ભામભરડો નાખી એ નીચું જોય રડી રહી ને હું પણ.સાસરી માં આવતા મારી નજર પ્રથમ જ ગમાણ માં ગઈ , મારી સાસુ એ ઓવારણાં લીધા, કળશો કર્યો, નજર ઉતારી , ને મારા કંકુ પગલાં લીધા પણ આ બધી વિધિ વચ્ચે મારી નજર તો ગમાણ માં બાંધેલ ગાય ઉપર જ હતી. સફેદ રંગ ની નમણી ને ખંતિલી, જોતા જ એટલી વ્હાલી લાગી કે હું એક ટસ એને જોય રહી.મારી સાસુ બવ ચાલાક એમની નજર માં આવી ગયું ને બોલ્યા વહુ એ ગૌરી છે આપણી ગાય , કાલ થી તમારે એને પનારેજ પાડવા નું છે આજ અહીં ધ્યાન આપો, ને ત્યાર થી સારા નરસા શબ્દો સાંભળવા નું તો મારે રોજ નું થયું, સાસરી માં સુખ એટલે પરણ્યાં ની પહેલી રાત બસ પછી સુખ શુ કહેવાય એ ખબર જ નથી.
સુરજ ધરતી પર એમના કિરણો પાથરે એ પહેલા હું પથારી ત્યાગતી, ને ચંદ્ર ની ચાંદની અડધા જગત ને અજવાળી નાખે ત્યારે હું પથારી જોતી, કય કેટલા ઘર કામ ને વાડી ખેતર ના કામ મારી કાયા ને થાકવતા પણ એ વચ્ચે મારુ એક ગમતું કામ પણ હતું , એ હતું ગૌરી ને દોહવા નું, એને નિરવા નું, વાસીદુ કરવા નું, આ કામ જ્યારે હું કરતી ત્યારે મારા સુખ દુઃખ ની તમામ વાતો હું ગૌરી ને કહેતી, ક્યારેક સાસુના કડવા વેણે ઘવાઈ હોય તો, ને ક્યારેક નણંદ ના મેણા થી, મારુ સાંભળતી હોય તો બસ ગૌરી , સાસરી માં “માં’કહો , બેન કહો કે ભાભી બધું એ હતી, મારી ને કરશન ની ખાનગી વાતો એ હું એને કરતી ત્યારે એ મોઢું હલાવી એ ની ખુશી દેખાડતી , મારા દુઃખ ની વાત માં મારો હાથ ચાટી ને શોક વ્યક્ત કરતી.
આમ સુખ દુઃખ ની વાદળી ઓ વચ્ચે સાસરી માં મને એક વર્ષ વીતી ગયુ પણ મારો ખોળો ખાલી રહ્યો એટલે સાસુ ના કડવા વેણ એ માજા મૂકી ને મારકૂટ પર આવી, હું ઘણું રડતી પણ વિદાય વેડા એ બાપુજી એ પાઘડી બતાડી જે ઈશારો કરેલો એ ઈશારા ની મર્યાદા નડી જતી એટલે પાછી કામે લાગતી, પણ દિવસો વીતતા ગયા ને કરશન પણ બદલાયો ને એમનું વર્તન પણ , હવે સાસુમા એ મને હંકારી ને નવી વહુ લાવવા માટે એને મનાવી લીધેલા એટલે એમનું સુખ પણ ખોય બેઠી, મારુ કહી શકાય એવું કોઈ હોય તો એ હતી ગૌરી.એક દિવસ મારી સાસુ એ મારા પર કેરોસીન છાંટી મને આગ લગાડવા ની તૈયારી કરી, હું હાથ જોડી ને કરગરતી હતી, હું ભીખલી થઈ મારા જીવન ની ભીખ માંગતી હતી, એમના પગ પકડી ને છોડી મુકવા વિનવતી હતી પણ પથ્થર બની ગયેલા એમના હૃદય સુધી મારો કકળાટ ના પહોંચ્યો , એ દીવાસળી ચાંપીજ દેવાના હતા ત્યાં અચાનક ગૌરી દોડતી ત્યાં આવી ને એમને તેના શીંગડા વડે મારી દૂર કર્યા ને મારી સામે જોય રહી , જાણે કહી રહી હોય ભાગી જા આ નિર્દય લોકો ની દુનિયા માંથી, પણ હું ત્યાંથી એક ડગલું પણ હાલી નો શકી કારણ હજુ મને મારા બાપ ની પાઘડી નું છોગુ હવા માં લહેરાતું દેખાતું હતું.
એ દિવસે તો હું ગૌરી ને લીધે બચી ગઈ, પણ મારી મુસીબતો વધી ગઈ, ઘરકામ નો બોજો તો પહેલેથીજ વધારે હતો પણ હવે મારઝૂડ, ને મેણાએ વધી ગયા હતા, ઉપરથી મારુ જમવાનું પણ એ હૃદય વગર ના લકો એ બન્ધ કર્યું , મારુ શરીર અસક્ત થઈ ગયું, મારી આંખો ઊંડી ઉતરી ગઈ, કાયા માં ખાડા પડી ગયા છતાં, હું ઘરકામ ની સાથે ખેતીકામ પણ કરતી ને ગૌરી નું કામ પણ કરતી, મારી હાલત દિવસે દિવસે બગડી ને એક દિવસ મારી હામ તૂટી, મારુ અંગ તૂટવા માંડ્યું, મારો જીવ મારા દેહ ને છોડવા મથી રહ્યો, હું જેમતેમ કરી ને ચાલતી ગમાણ માં પહોંચી ગૌરી વિસ્મિત નજરે મને જોય રહી ને હું અશક્ત હાથે એની ગરદન પસવારતી ત્યાં ફસડાઈ પડી, ગૌરી એની જીભ વડે મારા કપાળને, મારા હાથ ને ચાટતી રઘવાયી બની ભામભરી રહી હતી ને હું મારો દેહ છોડી રહી હતી, મેં છેલ્લી વખત ગૌરી એમ બોલી દેહ છોડ્યો ને એજ ક્ષણે ગૌરી એ પણ ખીલ્લા પર ગરદન જોરથી મારી પોતાના પ્રાણ પણ આપી દીધા,ગમાણ માં બે નિષ્પ્રાણ દેહ પડ્યા તા ને આકાશ તરફ બે સહૃદયી આત્મા પરલોક ની વાટ પકડી રહી હતી, ધરતી પર એ નિષ્પ્રાણ શરીર પર આંશુ વહાવે એવું કોઈ ના હતું પણ આકાશ માં સ્વર્ગે જનાર બે આત્મા એક બીજા પર અમૃત
વરસાવી રહી હતી…
એક હું ને એક મારી ગૌરી.
લેખક : ચિંતલ જોષી “સરિતા”
સંકલન : વસીમ લાંડા
દરરોજ આવી અનેક નાની નાની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.