મિત્રો આપણે દરેકે લગભગ ટાઇટેનિક જહાજ નું નામ સાંભળ્યું જ હશે અને જ્યારે ટાઇટેનિકનું નામ પડે છે ત્યારે આપણા મનમાં સીધો જ પહેલો વિચાર આવે છે ટાઈટેનિક મુવી. તમારામાંથી ઘણા લોકોએ આ ફિલ્મ જોઈ પણ હશે પરંતુ પરંતુ તમારા મનમાં એક પ્રશ્ન ઉપસ્થિત થશે કે ખરેખર શું હતું આ જહાજ ડૂબવા પાછળનું કારણ.
ટાઇટેનિક જહાજ બનાવવા તથા ડૂબવા પાછળ પણ એક કહાની છુપાયેલ છે. ટાઇટેનિક જહાજ જે તે સમયમાં સૌથી પહેલું ઔટૉમેટીક જહાજ હતુ. તેનુ નિર્માણ અંદાજે 31 માર્ચ 1909 માં કરવામાં આવ્યું હતું. તે સમયમાં આ જહાજ અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ હતું.
અંદાજે ત્રણ વર્ષ પછી ટાઇટેનિક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. અને સાઉધેમ્પ્ટનથી પેસેન્જર સાથે, ટાઇટેનિક વહાણએ તેની પ્રથમ યાત્રા 10 એપ્રિલ, 1912 ના રોજ 2200 મુસાફરો સાથે શરૂ કરી. તે જહાજમાં ઘણા પ્રકારના લોકો હતા. દરેક વ્યક્તિ એક સારા જીવન જીવવા માટે અમેરિકા જઈ રહ્યો હતો.
તેમના પ્રવાસ દરમિયાન, ટાઇટેનિક જહાજ એટલાન્ટિક મહાસાગરમાં પાંચમા દિવસે જતો હતો. પરંતુ રાત્રિના લગભગ 11.40 મિનિટે એલાર્મની ઘંટડી વાગી અને કપ્તાનને કહેવામાં આવ્યું હતું કે, વહાણના માર્ગે એક મોટો બરફનો પર્વત છે. પરંતુ જ્યાં સુધી આ માહિતી મળી ત્યાં સુધી, તો ખૂબ મોડું થઈ ગયું હતું કારણ કે તે સમયે કોઈ પણ સમયે જહાજ બરફને ટકરાવા જઈ રહ્યું હતું.
આ ખરાબ સમાચાર સંભાળ્યાના માત્ર ૪૦ સેકન્ડમાં જ જહાજ બરફ સાથે અથડાયું હતું. જેથી જહાજના આગળના ભાગ માં ખુબ મોટું નુકશાન થયું હતું. ધીમે ધીમે આગળના ભાગમાં પાણી ભરવાનું શરુ થઇ ગયું હતું. આ ઘટનાના ફક્ત ૩ કલાક ની અંદર સમગ્ર જહાજ પાણી ની અંદર ગરકાવ થઇ ગયું હતું, અને દરિયાની સપાટી થી અંદાજે ૪ કિલોમીટર નીચે જતું રહ્યું હતું.
આ ઘટનામાં અંદાજે ૧૫૦૦ જેટલા યાત્રીઓ દરિયામાં ડૂબવાના કારણે મારી ગયા હતા. તથા જહાજ ડૂબવાની આ ઘટનાના સમાચાર સમગ્ર વિશ્વમાં વીજળી માફક ફેલાય ગયા હતા. તો આમ બરફના એક પહાડ સાથે તીતેનીક જહાજના અથડાવાના કરને આ જહાજ આજે એક ઈતિહાસ બનીને રહી ગયું છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.