વરસાદની સિઝનમાં લોકોનું મોં વારેવારે ચટકારા માર્યા કરે છે અને તેને રોજ નવું નવું ખાવાનું મન થાય છે. પરંતુ ઘરના લોકોને દરરોજ નવું નવું ખવડાવવા માટે ગૃહિણીઓને જરૂર પડે છે દરરોજ નવી-નવી રેસિપીની. આજે અમે આપના માટે લાવી રહ્યા છીએ તદ્દન નવી જ રેસીપી જેનું નામ છે હિંગ કચોરી.
તમે સાદી કચોરી તો દરેક જગ્યાએ ખાતી જ હશે અને તેના સ્વાદથી તો તમે પરિચિત જ છો. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તદ્દન નવી જ એવી હિંગ કચોરી કે જેનું નામ સાંભળતા જ તમારા મોંમાં આવી જશે પાણી. તો ચાલો જાણીએ આ હિંગ કચોરી બનાવવાની રીત.
જરૂરી સામગ્રી:-
- હિંગ કચોરી બનાવવા માટે,
- 100 ગ્રામ ચણાનો લોટ
- 500 ગ્રામ મેંદા નો લોટ
- 1 ચમચી વરિયાળી
- 2 ચમચી લાલ મરચું
- બે ચમચી સૂકી મેથી
- એક મોટો કટકો આદુ
- એક ચમચી હિંગ
- એક ચમચી આમચૂર પાવડર
- એક કપ પાણી
- મીઠું સ્વાદાનુસાર અને
- એક ચમચો તેલ
બનાવવાની વિધિ:-
હિંગ કચોરી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં 500 ગ્રામ મેંદા ના લોટ માં ૧ ચમચી તેલ અને એક ચપટી જેટલું મીઠું નાખીને બરાબર ભેળવી લો. ત્યાર બાદ તેમાં જરૂર મુજબનું પાણી ઉમેરી એકદમ નરમ લોટ બાંધી લો. લોટને યોગ્ય માત્રામાં ગુંદી લો.
કચોરી ની અંદરનું ફીલિંગ બનાવવા માટે બીજા એક બાઉલ ની અંદર ચણાનો લોટ લો. ત્યારબાદ તેમાં સુકી મેથી, વળીયાળી, આમચૂર પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને ૧ ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણ ને એક બીજા સાથે બરાબર ભેળવી લો અને તેને થોડું થોડું શેકી લો આ મિશ્રણ શેકાઈ જાય ત્યારબાદ તેને થોડીવાર ઠંડું પડવા દો.
ત્યારબાદ એક તપેલામાં આ કચોરી તળવા માટે તેલ ગરમ કરવા મુકો. હવે મેંદાના લોટમાંથી એક લૂઓ લઈ તેને કચોરી જેવો આકાર આપો અને તેની વચ્ચે ચણાના લોટમાંથી બનાવેલો આ ફીલિંગ ભરી દો.
હવે કચોરીને બરાબર પેક કરીને તેલમાં તળવા માટે મૂકી દો. કચોરીને મધ્ય આંચ પર ધીમેધીમે પાકવા દો. જ્યારે તે આછા બ્રાઉન રંગની થઈ જાય ત્યારે તેને બહાર કાઢીને જોઈ લો. જો તે બરાબર ક્રિસ્પી થઈ ગઈ હોય તો તેલમાંથી બહાર કાઢી લો. અને જો વધુ ક્રિસ્પી કચોરી ખાવી હોય તો તેને હજુ થોડી વાર સુધી તેલમાં રહેવા દો.
હવે તેલમાંથી આ કચોરીને બહાર કાઢી તેના પરનું વધારાનું તેલ નિતારી લો, આ રીતે તૈયાર છે હિંગ કચોરી જેને તમે મનભાવતી ચટણી સાથે સર્વ કરી શકો છો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.