વરસાદમા આ રીતથી ઘરમા જ સૂકવી શકો છો કપડા, દુર્ગંધ પણ થશે દૂર

વરસાદની મોસમ બસ હવે શરુ થવાની તૈયારી જ છે. આ મોસમમા આપણે ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેમે કે ઓફિસ આવતી કે જતી વખતે રસ્તામા કીચડની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેનાથી આપણા કપડાંથી લઇને જૂતા પણ ખરાબ થઇ જતા હોય છે.

વરસાદના કારણે આપણા આ ગંદા કપડા યોગ્ય રીતે સૂકાતા પણ નથી. આજે આપણે જાણીએ કે આ સિઝનમા કેવી રીતે કપડા સૂકવી શકાય અને કપડામાંથી દુર્ગંધ પણ અને આવે. વરસાદની સિઝનમા કપડા ધોવો તો એક બાબતને ધ્યાનમા રાખો કે એને બહાર સૂકવ્યા બાદ રૂમમા સૂકવવા માટે લટકાવી દેશો નહીં.

આ પહેલા કપડાને બરોબર નિચોવી નાખો અને પછી એને સૂકવવા માટે રૂમમા લટકાવો, એની સાથે જ રૂમની બારીઓ પણ ખુલ્લી કરી નાખો કારણ કે કુદરતી તાજી હવા અંદર આવતી રહેશે. આવુ કરવાથી કપડામા ભેજ લાગશે નહી. વરસાદમા મોટાભાગે કપડામા દુર્ગંધ આવતી હોય છે. જો તમારે તમારા કપડાને દુર્ગંધથી બચાવવા હોય તો રૂમમા લાઇટ ચાલુ કરીને રાખી દો.

આ ઉપરાંત કપડા ધોતી વખતે ૨ ચમચી વિનેગાર પાણીમા મિકસ કરી દો. એનાથી કપડામા દુર્ગંધ આવશે નહી અને કપડા નરમ પણ રહેશે. વરસાદમા કપડા સૂકાતા વાર લાગે છે કારણ કે રૂમમા ભેજ વધારે હોય છે. આ સમસ્યા નો ઉપાય કરવા માટે સૌથી પહેલા એક કામ કરો, એક ખૂણામા એક થેલીમા મીઠુ ભરીને રાખો દો.

આવુ કરવાથી મીઠું આખા રૂમનો ભેજ શોષી લેશે. કપડાંને જલ્દી સૂકવવા હોય તો એને દોરી પર લટકાવવાની જગ્યાએ હેન્ગર પર લટકાવવા જોઈએ, હેન્ગરમા લટકાવવાથી કપડાને પૂરતા પ્રમાણમા યોગ્ય હવા તો મળે છે સાથે સાથે એમા કરચલીઓ પણ પડશે નહિ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *