ભારતમાં અંગ્રેજોના સમયમાં એક ફકીર થઇ ગયા જે આમ તો ફકીર હતા પરંતુ દેશના લાખો લોકો તેના પરમ ભક્ત છે. તેમનું નામ હતું સાઈબાબા. સાઈબાબાએ પોતાના જીવન દરમ્યાન અનેક ચમત્કારો કરીને ભક્તોને પોતાની શક્તિ નો પરચો આપ્યો હતો. આજે લોકો સાઈબાબા અનેક ચમત્કારોની વાતો કરતા જ હોય છે.
પરંતુ આજે આમે આ આર્ટીકલ ના માધ્યમથી આપને એક એવા સાચા ચમત્કાર ની વાત કરવા જઈ રહ્યા છીએ જે સાઈબાબા દ્વારા કરવામાં આવેલા અનેક ચમત્કારો થી થોડો ભિન્ન છે. આ ઘટના હકીકતમાં ઘટી હતી. ત્યારે થયેલ આ ચમત્કાર એવો છે કે જેને વાંચીને રહી જશે દંગ તો જાણો કયો છે આ ચમત્કાર.
આ ચમત્કાર માં 2 મહિના પહેલા ગાયબ થયેલી ઘોડી ને શોધતા-શોધતા ચાંદ પાટીલ એક આંબાના ઝાડ પાસે પહોંચે છે ત્યાં એક ફકીર ચિલમ તૈયાર કરી રહ્યા હતા. ફકીરના માથા પર એક કપડું બાંધ્યું હતું અને તેમણે ફાટેલા તુટેલા વસ્ત્રો પહેરેલા હતા અને તેમની પાસે એક લાકડી અને એક ચીપિયો હતો.
તે ફકીર બીજું કોઈ નહીં પરંતુ સાઈબાબા પોતે હતા, તેમણે પાટીલને પોતાની પાસે બોલાવ્યો અને તેની સમસ્યા વિશે વિસ્તારથી સાંભળ્યું. ચાંદ પાટીલની સમસ્યા વિશે સમાંભાલીને બોલ્યા
“अरे जरा उधर नाले की तरफ भी देख लो…”
આટલું સાંભળીને પાટીલે નાલા તરફ જોતા ત્યાં ચાંદ પાટિલે જ્યારે ત્યાં ઘોડી ને ચડતા જોઈ તો તે આશ્ચર્યચકિત થઇ ગયો અને સમજી ગયા કે આ કોઈ મામૂલી ફકીર નથી પરંતુ ખુબ મહાન સંત છે. જ્યારે તે તેમની પાસે પહોંચ્યો ત્યારે જોયું કે સાઇબાબા ચિલમ પીવાની તૈયારી કરી રહ્યા હતા.
પરંતુ ના તો તેમની પાસે ચીલમ સળગાવવા માટે અગ્નિ હતી કે ન તો સાફી પલાળવા માટે પાણી સાઈબાબા એ તરત જ ચીપીઓ ઉપાડી અને જમીનમાં ઘુસાડી એક ધગ ધખતો અંગારો બાર કાઢ્યો. અને ચિલમ પર રાખી દીધો અને એના પછી તેમણે પોતાની લાકડી જમીન પર જોરથી પછાડી અને ત્યાંથી પાણીની ધારા વહેવા લાગી અને તેનાથી તેમણે પોતાની સાફી ને પલાળી ચિલમને લપેટી લીધી.
ત્યાર બાદ સાઈબાબાએ પોતે ચલમ પીધી અને ચાંદ પાટીલ ને પણ પીવાની સલાહ કરી. સાઈબાબા દ્વારા કરવામાં આવેલા આ ચમત્કાર જોઈને ચાંદ પાટિલની આંખો દંગ રહી ગઈ અને તે સાઇ બાબા ને પોતાના ઘરે લઈ ગયા પછી તેમના જ શાળા ના દીકરાને જાન સાથે જ સાઇબાબા શેરડી આવ્યા અને આજીવન ત્યાં રહ્યા.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.