મિત્રો નજીકના સમયની અંદર જ શ્રાવણ મહિનો શરૂ થવાનો છે. અને આપણે દરેક લોકો જાણીએ છીએ કે, શ્રાવણ મહિનો એટલે વ્રતનો મહિનો આ મહિના ની અંદર જાતજાતના તહેવારો આવે છે. જેની અંદર લોકો ઉપવાસ રાખી અને ભગવાનની ઉપાસના કરતા હોય છે. અને જ્યારે લોકો ઉપવાસ રાખે છે ત્યારે તે લોકો ફરાળી વસ્તુઓ ખાવાનું વધુ પસંદ કરે છે.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવી ફરાળી વાનગી કે જે મોટે ભાગે દરેક લોકોને ભાવતી હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે ઘરે જ બનાવો શું કેળાની ચિપ્સ તો ચાલો જાણીએ શું છે તેની રેસિપી.
સામગ્રી
- પાંચ કાચા કેળા
- તળવા માટે તેલ
- સ્વાદ અનુસાર સિંધવ નમક
- સ્વાદ અનુસાર તીખા ની ભૂકી
બનાવવાની રીત
કાચા કેળાની ચિપ્સ બનાવવા માટે સૌ પ્રથમ તેની છાલ ઉતારી એક બાઉલ ની અંદર તેની ચિપ્સ બનાવી લો.
ત્યારબાદ એ બાઉલ ની અંદર થોડું પાણી ઉમેરી તેમાં સિંધવ નમક ઉમેરીને તેને કલાક સુધી રહેવા દો.
કલાક બાદ કેળાની વેફર ને એક કોટનના કપડાં કાઢી લો જેને કારણે તેની અંદર રહેલું બધું જ પાણી શોષાઈ જાય.
જ્યારે કેળાની વેફર બરાબર સુકાઈ જાય ત્યારે એક કડાઈ ઉપર મગફળીનું તેલ ગરમ કરવા માટે મૂકો.
જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ આ કેળાની ચિપ્સ અને એક પછી એક તેની અંદર તળવા માટે મૂકી દો.
જ્યારે આ કેળાની ચિપ્સ એકદમ કડક થઇ જાય ત્યારબાદ તેને તેલની અંદરથી બહાર કાઢી લો.
હવે તેના પર સ્વાદ અનુસાર સિંધવ મીઠું અને સ્વાદ અનુસાર તીખા ની ભૂકી ભભરાવી દો.
બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ કેળાની વેફર.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.