આપણા દેશમાં પહેલાના જમાનામાંથી જ દેશી ઘી ખાવાની પરંપરા પ્રચલિત છે. રાજા-મહારાજાના જમાનામાં પણ દેશી ઘી નો ઉપયોગ ખૂબ જ કરવામાં આવતો હતો,. જે રીતે આજે આપણે તેલ નો ઉપયોગ કરીએ છીએ તે જ રીતે પહેલાના જમાનામાં ઘીનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ ધીમે ધીમે વધતી જતી મોંઘવારી અને લોકોની બદલાતી જતી ખાણીપીણીની સ્ટાઇલના કારણે આજે લોકોમાં ઘી ખાવાનું પ્રમાણ નહિવત જેવું થઈ ગયું છે.
દેશી ઘી આપણા શરીરને અનેક રીતે ઉપયોગી છે. તે ખાવામાં તો સ્વાદિષ્ટ છે જ, પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. અને તેમાં પણ જો વાત કરીએ ગાયના શુદ્ધ દેશી ઘી ની તો તે આપણા માટે વરદાન રૂપ છે. તમારા શરીરને દરેક રીતે સ્વસ્થ રાખવા માટે દેશી ઘી ખૂબ જ ઉપયોગી છે. ગાયનું ઘી તમારી ત્વચાથી માંડીને વાળને લગતી સમસ્યાઓમાં કારગર ઉપાય સાબિત થાય છે.
તો ચાલો જાણીએ ગાયના શુદ્ધ દેશી ઘી ના અમુક એવા ઉપયોગ કે જે કરવાથી તમને પણ થશે અનેક ફાયદાઓ
વાળ મુલાયમ કરવા માટે
તમારા વાળને સિલ્કી અને મુલાયમ કરવા માટે ગાયનું દેશી ઘી સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ગાયનું ઘી કુદરતી રીતે જ એક મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. જેને કારણે તે વાળની શુષ્કતાને દૂર કરે છે અને વાળને એકદમ મુલાયમ લાંબા અને ઘાટ્ટા બનાવે છે.
ડાર્ક સર્કલ મા
આજના સમયમાં વધુ પડતા સ્ટ્રેસના કારણે, તથા લાંબો સમય સુધી મોબાઇલની સ્ક્રીન સામેલ જોવાના કારણે લોકોની આંખો નીચે ડાર્ક સર્કલ ની સમસ્યા સર્જાય છે. આંખો નીચેના આ કાળા કુંડાળા દૂર કરવા માટે રાત્રે સૂતા સમયે જો થોડું ઘી લગાવીને સૂવામાં આવે તો થોડા દિવસોની અંદર આ ડાર્ક સર્કલ માંથી કાયમી માટે મુક્તિ મળે છે.
સ્કિન પ્રોબ્લેમ મા
ગાયનું ઘી એક કુદરતી રીતે મળી આવતું ખૂબ જ ગુણકારી મોઈશ્ચરાઈઝર છે. આથી ઘણા લોકોને ડ્રાય સ્કિન નો પ્રોબ્લેમ હોય તો તેના માટે દેશી ઘી એ સૌથી ગુણકારી મોઇશ્ચરાઇઝર બની રહે છે, કેમકે ઘીની અંદર રહેલા તત્વો તમારા શરીરને દૂર કરે છે તથા તમારી ત્વચાને કુદરતી ચમક આપે છે. આ માટે રોજ રાત્રે સૂતા પહેલા તમારા શરીર પર ગાયના ઘી ની માલિશ કરવી જોઈએ.
આ ઉપરાંત ગાયનું શુદ્ધ દેશી ઘી તમારા ચહેરા પર રહેલા દાગ-ધબ્બાને પણ દૂર કરે છે. આ માટે રાત્રે સૂતા સમયે તમારા ચહેરા પર લગાવીને સુવું. આ ઉપરાંત શિયાળા દરમ્યાન જો તમારા હોઠ ફાટવાની સમસ્યા હોય તો તેના માટે પણ હોઠ પર થોડું ઘી લગાવી દેવાથી તમારા હોઠ એકદમ મુલાયમ થઈ જશે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…