ચોમાસાની ઋતુમાં શાકભાજીના રાજા તરીકે જો કોઈ શાકને બિરુદ આપવું હોય તો તે શાક છે તુરીયા. આપણે સૌ તુરીયાણા શાકથી પરિચિત છીએ. ચોમાસાની ઋતુમાં તુરીયા નું શાક આપણા માટે ભગવાને દીધેલા એક વરદાન સ્વરૂપ જ છે, કેમકે તુરીયા ની અંદર રહેલા એવા અનેક ગુણો કે જે આપણને ચોમાસામા થનાર અનેક બીમારીઓથી બચાવે છે.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તુરિયાના અમુક એવા ચમત્કારી ફાયદા કે જે જાણીને તમે પણ રહી જશો દંગ અને ક્યારેય પણ તુરીયનું શાક ન ખાતા લોકો પણ ખાવા માંડશે આ ગુણકારી શાક.
જાણો શું છે તુરીયાના ગુણ
1. તુરિયાના શાકમાં ભરપૂર માત્રામાં હિમોગ્લોબીન હોય છે જે આપણા શરીરમાં ક્યારેય પણ હિમોગ્લોબીન ની માત્રા ઘટવા દેતું નથી, અને આપના શરીરમાં રક્ત કોષોને બનાવવામાં મદદરૂપ થાય છે.
2. તુરીયા નો રસ શરીરમાં ઈન્સ્યુલીન ઉત્પન્ન કરે છે જેમાં પેપ્ટાઈડ્સ નમક દ્રવ્ય હોય છે છે જે શરીરમાં વધતી શૂગરને નિયંત્રિત કરે છે. આથી ડાયાબીટીસના દર્દીઓ માટે તુરીયાનું શાક ખુબજ લાભકારી છે.
3. કમળાના દર્દીઓ માટે તુરીયા નો રસ રામબાણ ઈલાજ છે, કમળાના દર્દીઓ ના નાકમાં તુરિયાના રસનાં બે થી ત્રણ ટીપાં નાખવાથી નાકમાંથી પીળા કફ જેવો પદાર્થ બાર નીકળી જશે અને કમળા ની બીમારી દૂર થશે.
4. તુરિયાના વેલ ના મૂળ ને સાદા પાણીમાં લસોટી અને ફોડા ની ગાંઠ પર લગાવવામાં આવે તો એક જ દિવસમાં તે દૂર થઈ જાય છે.
5. તુરીયા વેલ પર થાય છે. તુરીયા નું શાક તો આટલું ગુણકારી છે જ આ ઉપરાંત તુરીયા ની વેલ પણ પથરીના રોગમાં રામબાણ ઇલાજ સાબિત થાય છે. તુરિયાના વેલને ગાયના દૂધમાં થોડી ઘસી દરરોજ સવારના એક ચમચી જેટલું પીવું. આવું ત્રણ દિવસ કરવાથી તમારી પથારી જળમૂળથી દૂર થશે.
6. સુકાયેલા તુરિયાના બીજને પાણીમાં વાટી ઢીલી પેસ્ટ બનાવી શરીર પર રહેલ દાદ, ખાજ, ખરજવા પર લગાવવાથી તેમાં આવતી ખંજવાળ દૂર થશે તથા થોડા જ દિવસોમાં આ ચામડીનો રોગ જળમૂળથી મટી જશે. આમ તુરિયાના શાક ઉપરાંત તેના બીજમાં પણ ચામડીના રોગો દૂર કરવાની ક્ષમતા હોય છે.
7. તુરીયા નું શાક પેટને લગતી તકલીફોને દૂર કરવા રામબાણ ઈલાજ છે. તુરીયા નું શાક તથા પેટની બીમારીઓને દૂર કરી તમારી મેટાબોલિઝમ સિસ્ટમ વધારવામાં મદદરૂપ થાય છે.
8. તુરિયાના ઉકાળેલા પાણીમાં રીંગણ બાફી તેને ગોળ સાથે ખાવાથી બવાસીરના દુખાવામાંથી રાહત મળે છે.
9. જો તમારે તમારા વાળ કાળા અને ઘટાદાર બનાવવા છે તો તેમાં પણ આ તુરીયા અવશ્ય મદદ કરશે. તુરિયાના નાના-નાના કટકા કરી તડકામાં સૂકવી દો, ત્યારબાદ તેને નારિયેળ તેલમાં ત્રણ થી ચાર દિવસ પલળવા દો. ત્યારબાદ આ તેલને ઉકાળી લો આ તેલને માલિશ કરવાથી તમારા વાળ ઘટાદાર અને કાળા બનશે.
10. તુરીયા નું શાક રેચક માનવામાં આવે છે. આથી તુરીયાનું શાક ખાવાથી કબજિયાતમાં થી મુક્તિ મળે છે અને હરસ જેવી બિમારીઓ પણ દૂર રહે છે.
આમ ભારતના લગભગ દરેક જગ્યાએ થતા આ તુરીયા આપણા માટે રામબાણ ઔષધી સાબિત થાય છે
લેખન અને સંકલન :- દિવ્યા રાવલ