તુલસી ના પાન વાળું દૂધ તમને દુર રાખશે અનેક બીમારીઓથી…

સામાન્ય રીતે દૂધ આપણને ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. કેમકે દૂધની અંદર રહેલા તત્વો તમારા શરીરને જરૂરી એવા દરેક પોષક તત્વો પૂરા પાડે છે. અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેવી જ રીતે જો વાત કરીએ તુલસીની તો તુલસી પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે તુલસીની અંદર રહેલો રસ તમારા શરીરને અનેક પ્રકારની બીમારીઓથી દૂર રાખે છે.

દૂધ અને તુલસી આ બંનેનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે તો ખૂબ જ સારું છે. જ જો તેને અલગ-અલગ રીતે લેવામાં આવે તો તે આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા પહોંચાડે છે. પરંતુ જો આ બંને વસ્તુને એકસાથે ભેગા કરી અને ત્યારબાદ તેના મિશ્રણનું સેવન કરવામાં આવે તો તે તમારાં શરીરને સો ગણું વધુ ફાયદાકારક સાબિત થાય છે.

જો દૂધની અંદર તુલસીના પાંચ પાન ઉમેરી તેને બરાબર હલાવી લઈ અને ત્યારબાદ તેનું સેવન કરવામાં આવે તો તે તમારા શરીરમાં અનેક પ્રકારના રોગોને દૂર રાખે છે. તથા તે એક ઔષધિના જેવું બની જાય છે. જેથી કરીને તમારા શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તમને અનેક પ્રકારની બિમારીઓમાં રાહત મળે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તુલસીના પાન વાળા દૂધનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને થતા ફાયદા.

 

હાર્ટ અટેક માં

જો કોઈ પણ વ્યક્તિને હૃદયને લગતી કોઈ પણ બીમારી હોય તો તેવા વ્યક્તિઓએ તો આ દૂધનું સેવન અવશ્ય કરવું જોઈએ. કેમકે આ દૂધનું સેવન કરવાથી હાર્ટ અટેક ની સમસ્યા ઘણેખરે અંશે ઓછી થઇ જાય છે.

 

કેન્સરના રોગમાં

દૂધની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે અને સાથે સાથે તુલસીના પાનની અંદર એન્ટીબાયોટિક ગુણો હોય છે. જે તમારા શરીરમાં કોઇ જગ્યાએ કેન્સરની ગાંઠ હોય તો તેની સામે લડવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેન્સરના દર્દીઓ જો ગરમ દૂધની અંદર તુલસીના પાન ઉમેરી દરરોજ સવાર અને સાંજ તેનું નિયમિત સેવન કરે તો તેના કેન્સરના કોષો વધતા અટકી જાય છે.

 

પથરીના રોગમાં

આપણે જાણીએ છીએ કે જે કોઈપણ વ્યક્તિને પથરી થઈ હોય તે લોકોને કેટલું દુખાવો થાય છે. પરંતુ જો તમે દરરોજ તુલસીના પાન વાળા દૂધનું સેવન કરશો તો તમારા શરીરમાં જામેલ વધારાના આવા નાના મોટા કણો મુત્ર માગૅ દૂર થઈ જાય છે અને આથી લોકોને પથરીના દુખાવામાંથી રાહત મળે છે.

 

ઇમ્યૂનિટી વધારે

દૂધ અને તુલસી બંને સાથે મળી જાય ત્યારે તે એક ઉત્તમ ઈમ્યુનીટી વર્ધક ડ્રીંક બની જાય છે. દૂધ અને તુલસીના પાન ભેળવીને તેનું સેવન કરવાથી લોકોની ઇમ્યુનિટી શક્તિમાં વધારો થાય છે. જેને કારણે લોકો વારંવાર બીમાર પડતા હોય તો તે અટકી જાય છે. આ ઉપરાંત અનેક પ્રકારની બીમારીઓથી પણ લોકો બચી જાય છે. તમારી ઇમ્યુનીટી વધારવા માટે દૂધની અંદર તુલસીના પાન લવિંગ અને તીખા પણ ઉમેરવા જોઈએ.

 

માથાના દુખાવામાં

જે લોકોને વારેવારે માથાનો દુખાવો થતો હોય અથવા તો માઈગ્રેનની સમસ્યા હોય તેવા લોકો માટે તુલસી વાળું દૂધ એક રામબાણ ઇલાજ સાબિત થાય છે. જો દરરોજ સવારે અને સાંજે દૂધ સહેજ ગરમ કરી તેની અંદર તુલસીના પાન ઉમેરી અને તેનું સેવન કરવામાં આવે તો તમારા માથાના દુખાવામાં તુરત જ રાહત મળે છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *