હિન્દુ ધર્મની અંદર તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના પ્રસાદ ની અંદર એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રસાદ તુલસીના પાન વિના અધૂરો છે. ભારતના મોટાભાગના ઘરોની અંદર તેના ઘરમાં તુલસીનો છોડ જોવા મળશે. આ ઉપરાંત દરેક સ્ત્રીઓ સવારના પોરમાં તુલસીની પૂજા કરતી જોવા મળશે. કેમ કે હિંદુ સંસ્કૃતિ મુજબ તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
તુલસીના છોડનું ધાર્મિક મહત્વ તો છે જ, પરંતુ સાથે સાથે તેનું આયુર્વેદિક મહત્વ પણ એટલું જ છે. કેમકે તુલસીનો છોડ અનેક પ્રકારના આયુર્વેદિક ગુણો ધરાવે છે. આ ઉપરાંત તુલસીના છોડ દ્વારા તમે ઘણી બિમારીઓને ઠીક કરી શકો છો. તુલસીના પાનને ઉધરસ આવતી હોય ત્યારે ખાવાથી તમારી ઉધરસમાં રાહત મળે છે. તથા તુલસીના પાનની ચા પીવાથી તમને એસિડિટીમાંથી પણ રાહત મળે છે. પરંતુ જ્યારે તમે તુલસીના પાન તોડવા જાઓ છો, ત્યારે તમારે જરૂર છે ખાસ આ વાતનું ધ્યાન રાખવાની.
આમ તો સામાન્ય રીતે તુલસીના પાનને ગમે તે દિવસે તોડી શકાય છે. પરંતુ અમુક ખાસ દિવસો એ ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઇએ. જેમ કે ચંદ્ર ગ્રહણના દિવસે, અગિયારસના દિવસે અને અમાસના દિવસે તુલસીના પાન તોડવા અશુભ માનવામાં આવે છે. ભારતીય શાસ્ત્રો મુજબ કોઈપણ વૃક્ષ ના પાન ને સૂર્યાસ્ત પછી ન તોડવા જોઈએ. આ જ નિયમ તુલસીને પણ લાગુ પડે છે. તુલસીના પાનને પણ ક્યારેય સૂર્યાસ્ત બાદ તોડવા નો જોઈએ કેમ કે આમ કરવાથી તે વ્યક્તિનું આયુષ્ય ટૂંકાય છે.
સત્યનારાયણની કથાના પ્રસાદનો કે ભગવાન વિષ્ણુની પૂજા અને પ્રસાદમાં હંમેશાને માટે તુલસીને સ્થાન હોવું જોઇએ. કેમ કે તુલસી વિના ભગવાન સત્યનારાયણની કથા અધૂરી માનવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણની પૂજા ને પણ તુલસી વિના અધૂરી માનવામાં આવે છે. આથી આ બંને ધાર્મિક કાર્યોની હંમેશાં માટે તુલસીનો વા સ જરૂરી છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર આંગણામાં તુલસીનો છોડ લગાવવામાં આવે તો તે ઘરમાં આવતી દરેક નકારાત્મક ઉર્જાઓ ને રોકે છે. તથા તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. ઘરઆંગણામાં રહેલ તુલસીજીની સવાર અને સાંજે પૂજા કરીને દીવો કરવો જોઈએ. આમ કરવાથી જો તમારા ઘરમાં કોઈપણ જાતના વાસ્તુ દોષ હોય તો તેનું નિવારણ થાય છે અને તમારા ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.
આપણા શાસ્ત્રો અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે તુલસીના પાનને તોડતા પહેલા તુલસીને જાણ કરવી જરૂરી છે. આ માટે શાસ્ત્રીય વિધિ બતાવવામાં આવી છે કે, તુલસીના પાનને તોડતા પહેલા તેની પાસેથી પાંચ સેકન્ડ પહેલા એક-બે ચપટી વગાડવી. આમ કર્યા બાદ જ તુલસીના પાન તોડવા આમ કરવાથી તમને તુલસીના પાન તોડવા નો દોષ લાગતો નથી.
આમ ધાર્મિક અને આયુર્વેદિક બંને રીતે ઉપયોગી એવી આ તુલસી તમારા ઘર આંગણે દીપાવે છે તથા તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.