મારી વહુ છે સૌથીબેસ્ટ
બગીચાના બાંકડે રોજ સાંજે સવિતાબેન, કલ્યાણીબેન અને રીટાબેન ત્રણેય ભેગા થઇ સુખ દુ:ખની વાતો કરીને મન હળવું કરે. એક દિવસ છોકરાની વાતો, એક દિવસ વહુઓની વાતો તો ક્યારેક પોતાના ભૂતકાળને પણ યાદ કરીને એકબીજાની હૂંફ મેળવ્યા કરે.
સવિતાબેન: “બાપડી આ આજકાલની વહુઓને તો પડારા બહુ, દર સન્ડે ફિલમ જોવા જવાનું, ઘરના રોટલા મૂકીને બહાર હોટલોમાં જમવા જવાનું, પાછું હોટેલમાં જમવા જવું હોય તો સાડી તો નહિ જ પહેરવાની, ઓલી એકદમ પગે ચપોચપ ચોયણી પહેરી ઉપર બાય વગરનું જોવું પણ ન ગમે એવું ટોપ પહેરવાનું ને એમાંય ઓઢણી તો નાખવાની જ નહિ….ને મેકઅપનાં થપેડા કરીને પોસ્ટ ઓફીસના ડબ્બા જેવા લાલ ને ગુલાબી ગાલ કરીને ઢગલો સેલ્ફી લેવાની…..આવું તે કોઈ જીવન હોતું હશે ??? છોકરાને શું સંસ્કાર આપે આવી વહુઓ….?”
“ બિચારાનું છે કોણ આપણા શિવાય ! બે ઘડી સાંભળી લઈશું ડોકું હલાવતા હોંકારો આપતા જશું, એમને આનંદ મળશે આપણા થકી..”
“હા, એ સાચું., એમના હાસ્યનું કારણ આપડા સિવાય બીજું છે પણ કોણ ? એક દીકરો ને વહુ છે પણ એ ખાલી કહેવા પૂરતા જ “
કલ્યાણીબેન અને રીટાબેન સવિતાબેનની હૈયાની વરાળ સાંભળવા લાગ્યા…..ને વચ્ચે વચ્ચે આશ્વાસન આપવા લાગ્યા….
“અરે સવિતાબેન એ તો ચાલ્યા કરે, આ સંસાર છે…અને આપડે રહ્યા એમ આપણી વહુઓ થોડી રહે ? એ ભણેલી, ગણેલી આજકાલની દીકરીઓને થોડી સ્વતંત્રતા જોઈએ ને આપણે આપવી પડે….આનું નામ જ પરિવર્તન કહેવાય..”
“મમ્મી આજે બગીચે એક કલાક વધારે બેસજો મારા ભાઈ ભાભી બેસવા આવવાના છે….જો તમે હશો તો એ લોકો છૂટથી બેસી નહિ શકે ! “, આવું પરિવર્તન હોય ?
“સાવ સાચું કહ્યું, આવું પરિવર્તન ન હોય પણ હવે શું થયા આપણા ઘરમાં જ ખોટો સિક્કો આવી ગયો છે તો આપણે આપણા દીકરા માટે થઈને પણ આવું પરિવર્તન સ્વીકારવું જ રહ્યું…”
“સવિતાબેન જેવી તમારી દશા છે એવી જ મારી પણ છે…પણ ફર્ક એટલો કે તમે એકલા છો એટલે એકલા સહન કરો છો ને અમે બંને એકબીજાના આંસુ લૂછી નાખીએ એટલે અમને એટલી તકલીફ નથી પડતી.”
“સાલું, આ વૃદ્ધાવસ્થા આવી કઠીન કેમ હશે ?”
સવિતાબેન અને કલ્યાણીબેન બંનેની વાતો સાંભળી રીટાબેન બોલ્યા, “ શું સાચે વહુ આવે એટલે આપણા ઘરના રીતરિવાજ, સંસ્કાર બધું જ બદલાઈ જતું હશે ? “
“ લે…..તમે તો જો કેવી વાત કરો છો, જાણે તમારા ઘરે વહુ જ ન હોય !”
“ના…ના , એવું નથી પણ મારી માનસી તો તમારી વહુઓ કરતા સાવ અલગ છે…એ તો મારું નાની નાની વાતોમાં ખુબ જ ધ્યાન રાખે “
“ એવું બને જ નહી, તમે અમને કહેવા નથી માંગતા એટલે ..”
“તો તો તમે ખુબ નસીબદાર છો ..આજના જમાનામાં આવી વહુઓ ઓછાના નસીબે હોય!”
“હા..સાચે જ કોઈ વડીલોના પુણ્યનાં હિસાબે મારા ઘરે માનસીવહુની જગ્યાએ દીકરી બનીને આવી છે..”
રીટાબેનના આ શબ્દો માનસીના કાને પડે છે….માનસી બરોબર બગીચામાં એન્ટર થાય છે ને આ બધો જ વાર્તાલાપ ધ્યાનથી સાંભળે છે…..પણ અચાનક શું થયું કે માનસી ફૂલ સ્પીડમાં ઘરે પહોચી ને તેના બેડરૂમનો દરવાજો બંધ કરીને જોર જોરથી રડવા લાગી.
બારીમાંથી આવતા આછા સૂર્યના પ્રકાશમાં એના આંસુઓ ચમકી રહ્યા હતા. જેમ જેમ એ રડતી ગઈ તેમ તેમ એના સાસુ રીટાબેન પ્રત્યે પ્રેમ વધતો ગયો…..
એના એક એક આંસુમાં એના દેવી જેવા સાસુને કહેલા શબ્દો એને યાદ આવતા ગયા….
“મમ્મી……, તમને તો બસ આખો દિવસ બેસતા જ આવડે છે ક્યારેક ઘરના કામ કરો તો ખબર પડે કેમ કામ થાય ને કેમ ઘર ચલાવાય !
“ સમર…, આ મમ્મી રોજ રોજ બગીચે જઈને આપણી ખોદણી જ કરે છે..હું કે તમે ગમે તેટલું રાખશું તો પણ એમને ક્યાં આપણા પ્રેમની કદર છે ..”
જેમ જેમ જુનું યાદ આવતું ગયું એમ એમ માનસી હવે પોતાની જ નજરમાં નીચી બનતી ગઈ …મારા ઘરમાં આવા સંસ્કાર મારા પપ્પા એ તો આપ્યા જ નથી મને કે વડીલોનો અનાદર કરવો, અપમાન કરવું…તો પછી મારાથી આવડી મોટી ભૂલ કેમ થઇ ?
“મેં મારા સાસુને ત્રાસ આપવામાં બાકી નથી રાખ્યો..પણ આજે એમને એમના સંસ્કાર દેખાડ્યા….કે ઘરની વાત ઘરમાં જ રાખીએ તો સારું…”
મારા જ ઘરમાં દેવી જેવા મારા સાસુ છે ને હું ભગવાન બહાર ગોતું છું, કેવું અજીબ કે’વાય નહિ? આપણે આપણા જ ઘરમાં રહેલા ભગવાન સ્વરૂપને નથી ઓળખી શકતા!
“રડતા રડતા માનસી અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોવે છે…ખરેખર આજે તે રોજ કરતા વધારે સુંદર લગતી હતી….રડી રડીને સૂઝજેલી આંખો જાણે આઈ મેકઅપ કર્યો હોય એવી સાઈનિંગ આપી રહી હતી…એ પણ વિચારવા લાગી કે કેમ આજે હું આટલું સુંદર લાગી રહી છું…ત્યારે એના જ મનમાંથી એને જવાબ મળ્યો કે, “માનસી, તે આજે તારા મનનો મેલ દૂર કરીને તે મનને પવિત્ર કર્યું છે…જેનું મન પવિત્ર હોય એની સુંદરતા ભીતરથી જ પ્રગટે છે માટે તું આજે વધારે સુંદર લાગી રહી છે…”
“માનસી હસવા લાગી ને બોલી સાવ સાચું એવું જ હશે,….”
ઘડિયાળમાં જોઇને ફટાફટ રસોડામાં રસોઈ બનાવવા લાગી…બધી જ રસોઈ બનાવીને અસ્તવ્યસ્ત ઘર સાફ કરીને પોતે જાણે કશું જ ન બન્યું હોય એમ નોર્મલ બનીને ટી .વી જોવા લાગી..
હવે તો રોજ માનસી સવારે પાંચ વાગે ઉઠી, પૂજા પાઠ કરીને ઘરનું બધું જ કામ પતાવીને રીટાબેન પાસે વાતોના વડા કરવા બેસી જતી…જેવું સ્વપ્ન હતું રીટાબેનને એમની વહુ પ્રત્યેનું એવી જ માનસી બનવા લાગી.
એક, બે કે ત્રણ નહી…પરંતુ આજે દસ વર્ષ થવા આવ્યા…માનસી પણ હવે બે બાળકોની માતા બની ચૂકી હતી..પરંતુ ઘરના વાતાવરણમાં કોઈ જ ફર્ક ન પડ્યો…એવું ને એવું જ પ્રેમાળ ને મધુર વાતાવરણ રહ્યું..
રીટાબેનને ઘણી વાર થતું કે હું માનસી સાથે વાત કરું આ બદલાવ વિષે પણ એ ડરતા કે હું પૂછું ને વાતાવરણ કદાચ બદલાઈ જાય તો ?
પણ એક દિવસ હસતા હસતા પૂછી જ બેઠા, માનસી તું લગ્ન કરીને આવી ત્યારે સાવ અલગ હતી ને પછી અચાનક તારા સ્વભાવમાં આટલું બધું પરિવર્તન કેમ આવ્યું બેટા ?
“ મમ્મી, એ પરિવર્તન લાવનાર તમે અને તમે જ છો ?
“ચલ,જુઠ્ઠી ! મેં તને ક્યારેય કશું કહ્યું જ નથી “
“મમ્મી, સાચું કહેજો હો, હું હવે બેસ્ટ છું ને ? હવે ત્તમારે કોઈને જુઠ્ઠું નથી કહેવું પડતું ને ?”
રીટાબેનની આંખો આંસુઓથી છલકાઈ ગઈ ને માનસીને ગળે ભેટી લીધી….
બંને સાસુવહુ મટી મા-દીકરી બનીને રહેવા લાગ્યા….
||અસ્તુ||
લેખિકા: તૃપ્તિ ત્રિવેદી
દરરોજ આવી અનેક સમજવા જેવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…