શાસ્ત્ર અનુસાર, કોઈપણમહિનાના મંગળવારે જો ચોથનું આવતી હોય તો તેનું મહત્વ વિશેષ હોય છે. આ ચોથને અંગારકી ચોથ કહેવાય છે.
અંગારકી ચોથના દિને ગણપતિ બાપાના દર્શન કરવા એક અનેરો લ્હાવો બની રહે છે. જેથી આ દિને મુંબઇના સિધ્ધી વિનાયક, અષ્ટ વિનાયકના મંદિરો, ગણેશપુરા કાલાવડના સંપડા સહીતના ભારતભરના વિવિધ સ્થળોના ગણેશ મંદિરોમાં ભક્તોના ધાડેધાડા ઉતરી પડશે.પૌરાણીક માન્યતા અનુસાર અંગારકી ચોથ સાથે પણ એક ધાર્મિક માન્યતા સંકળાયેલ છે. આવો આપણે જોઇએ… કહેવાય છે કે ભારદ્રાજ ઋષિ ગણેશજીના પરમ ભક્ત હતા. તો તેમના પણ અંગારા ઋષિ પણ પિતાના પગલે ગણેશજીના ભક્ત બન્યા. અને માત્ર ભક્ત નહી પરંતુ અનન્યભાવથી વિધ્નહર્તાની ભકિત કરવા લાગ્યા તેમની તપસ્યા અને ભાવ જોઇને ભગવાન ગણેશ તેમનાં પર પ્રસન્ન થયા અને તેમને એક વરદાન માંગવાનું કહ્યું.
આ વેળાએ અંગારા ઋષિએ ભારે નમ્રતાથી કહ્યુ હુ હાથ જોડવા માંગુ છું ભગવાન ગણેશ આ સાંભળી સહજ હસ્યા આ દિવસે કૃષ્ણા ચર્તુથી હતી. આથી આ દિવસથી યોગ અને સંયોગ જોઇને વદ ચર્તુથી અને મંગળવારના દિવસે આવતા યોગ અને અંગારક ચર્તુથી નામ અપાયું. આ ચર્તુથી ચંદ્રોદય સુધીની હોય છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરીને ભગવાન ગણેશની પુજા કરીને પારણા કરે છે.
જાણો વિઘ્નહર્તા ગણેશજીની ઉપાસના અને મંત્ર યંત્ર વિધિવત્ રીતે…ભારતીય સંસ્કૃતિમાં ગણેશ (ગણપતિ) આદ્યદેવ તરીકે પૂજાય છે. ભગવાન શંકર તેમના પિતા અને પાર્વતીજી તેમનાં માતા છે. દેવોના સ્કંદ કાર્તિકેય તેમના ભાઈ છે. તેઓ રિદ્ધિ સિદ્ધિના સ્વામી અને લક્ષ લાભના પિતા છે. આ અનંત મહિમાશાળી દેવની પૂજા પ્રત્યેક કાર્યારંભે થાય છે. તે વિઘ્નહર વિનાયક સર્વ વિઘ્નો હરી આરાધક અને મનોકામના પરિપૂર્ણ કરે છે. ચાર વેદમાં અને અઢાર પુરાણમાં, સ્મૃતિઓમાં, ધર્મસૂત્રમાં અને ધાર્મિક ગ્રંથોમાં સર્વત્ર ગણપતિ પૂજનનો મહિમા ગાવામાં આવ્યો છે. ભિન્ન ભિન્ન સ્વરૂપની ગણેશની મૂર્તિઓ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ સમસ્ત વિશ્વમાં અનોખું સ્થાન ધરાવે છે. ગણેશ પૂજા પ્રત્યેક કાર્યના આરંભે થાય છે.
અંગારકી ચોથના દિવસે ગણેશજીને પ્રસાદમાં લાડૂનો ભોગ ધરાવવો. દિવસ દરમિયાન પ્રભુ ભજન કરવું, રાત્રે ચંદ્રોદય થયા પછી તેની પૂજા કરી ઉપવાસના પારણાં કરવા. આ રીતે વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. ચંદ્રોદયનો સમય રાત્રે 22.23 કલાક રહેશે.આજના દિવસે ઓમ્ ગં ગણપતયે નમઃ – આ મંત્રની યથાશક્તિ માળા પણ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જે કોઈપણ વ્યકિતને પોતાના મહત્ત્વના કાર્યોમાં અવારનવાર વિધ્ન કે મુશ્કેલી પડતી હોય અથવા કાર્ય વારંવાર અધૂરા રહેતા હોય ત્યારે તેમણે શ્રદ્ધાપૂર્વક આ ચોથ કરવાથી અટકેલાં કાર્યો કે વિધ્નો ગણેશજીની કૃપાથી દૂર થાય છે.
લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી
રોજ આવી અનેક ધાર્મિક માહિતીઓ અને વિધિસર પૂજન અર્ચનની યોગ્ય રીત જાણવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ…..