આજના જમાનામાં સ્માર્ટ ફોને સામાન્ય વાત છે, અને સ્માર્ટફોન આપણને ઘણી રીતે ઉપયોગી છે. પરંતુ સ્માર્ટ ફોન ની ઉપયોગીતા ની સામે તેની બેટરી ની લાઈફ ઘણી ઓછી હોય છે. આથી તમારો સ્માર્ટફોન થોડો સમય વાપરતા જ તેની બેટરી પૂરી થઈ જાય છે અને આપણે વારંવાર તેની બેટરી ચાર્જ કરવી પડે છે.
આજે ઘણી મોબાઈલ કંપનીઓ ખુબ વધુ એમ્પીયર વાળી બેટરીઓ પ્રોવાઈડ કરે છે, જેથી કરીને સ્માર્ટફોનની બેટરી લાંબો સમય સુધી ચાલે. આ ઉપરાંત ઘણી કંપનીઓ દ્વારા ફાસ્ટ ચાર્જિંગની સુવિધાઓ પણ આપવામાં આવે છે.
આ બધી સુવિધાઓ છતાં પણ હજી સુધી કોઈ એવી નક્કર રીત સામે નથી આવી છે જેના કારણે આપણા સ્માર્ટફોનની બેટરી ખૂબ લાંબો સમય સુધી ચાલ્યા જ કરે. પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છીએ એવી ટ્રિક્સ છે જેના કારણે તમારા સ્માર્ટફોનની બેટરી વધુ લાંબો સમય સુધી ચાલી શકશે.
મોબાઈલ ચાર્જ કરતી વખતે જો તમે મોબાઇલને ફ્લાઈટ મોડ ની અંદર રાખશો તો મોબાઈલમાં નેટવર્ક નહીં આવે, જેના કારણે તમારી બેટરીનો વપરાશ ઓછો થઈ જશે અને બેટરી ઝડપથી ચાર્જ થશે. ફોન ચાર્જ કરતી વખતે તો મોબાઇલને સ્વીચ ઓફ રાખવામાં આવે તો પણ તેની બેટરી ઝડપથી ચાર્જ થઈ જાય છે તથા સ્વીચ ઓન કર્યા બાદ તે લાંબો સમય સુધી ચાલે છે.
અત્યારે લગભગ દરેક સ્માર્ટફોન ની અંદર ડેવલપર ઓપ્શન આપવામાં આવે છે. જો તમે તેને ઓન કરી લેશો તો પણ તમારા મોબાઈલની બેટરી લાંબો સમય સુધી ચાલશે. આ ઓપ્શન ઓન કરવા માટે તમારા ફોનના સેટિંગમાં જઇ અબાઉટ ફોન પર ક્લિક કરી અને તેમાં રહેલા build નંબરમાં ઝડપથી આઠ વખત ક્લિક કરો.
જેને કારણે તમારો ડેવલપર ઓપ્શન ઓન થશે ત્યારબાદ તેમાં usb configuration ઓપ્શનમાં જાય અને તેમાં ચાર્જિંગ ઓપ્શનને સિલેક્ટ કરો. આમ કરવાથી તમારો ફોન ઝડપથી ચાર્જ થવાની સાથે-સાથે તેના બેટરીની લાઈફલાઈન પણ વધી જશે.