આપણે ત્યાં કહેવત છે કે જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ મુસીબતમાં હોય ત્યારે ભગવાન તેને કોઈને કોઈ રૂપમાં મદદ કરતો હોય છે અને તાજેતરમાં જ એક એવી ઘટના બની છે તરકપુર રોડ પર આવેલ દયાલ પુર ગામ મા. આ ગામ જંગલોથી ની આસપાસ બધી જગ્યાએ વૃક્ષો તથા ગાઢ જંગલ હતું.
આ જંગલ થી અંદાજે ૩૦૦ મીટર દૂર વૃદ્ધ સ્ત્રી સાવિત્રી દેવીની ઝૂંપડી હતી જેની અંદર તેની 17 વર્ષની છોકરી પણ રહેતી હતી. સાવિત્રી દેવી ના પતિનું મૃત્યુ અંદાજે ચાર વર્ષ પહેલા થઇ ગયું હતું અને સાવિત્રીદેવી પોતાની દીકરી સાથે આ ઝૂંપડીમાં રહેતી હતી. એક દિવસ અમુક આવારા તત્વો એ રાતના દોઢ વાગે તેના ઘર પર હુમલો કરી દીધો. આ ગુંડાઓએ સાવિત્રી દેવીની દીકરી કિરણ ને ઉપાડી લીધી અને જંગલ તરફ લઇ ગયા.
ગુંડાઓ દ્વારા પોતાના અપહરણના કારણે આ છોકરી ખૂબ જોર જોરથી રાડો નાખવા લાગી. પરંતુ અપહરણ કરતાં બેથી ત્રણ જણા હોવાના કારણે કિરણ કંઈ કરી ન શકી. આ જ સમયે તે જંગલની વચ્ચે થી પસાર થતા એક રોડ ઉપરથી ટ્રક પસાર થયો અને આ ટ્રકના ડ્રાઇવર અસલમે આ છોકરીની ચીસો સાંભળી. છોકરી નો આવો અવાજ સાંભળતા જ પોતાનો ઠોકી દીધો અને પોતાના સાથીને લઈ જંગલ તરફ આગળ વધ્યો.
જંગલમાં જતાં તેણે જે દ્રશ્ય જોયું તે ખૂબ જ ખતરનાક હતું. જંગલની અંદર બે ગુંડાઓ આ છોકરી ની ઇજ્જત લૂંટવાની કોશિશ કરી રહ્યા હતા. આ દ્રશ્યો જોતા તરત જ અસલમે આ બંને ગુંડાઓને આમ કરતાં રોકી અને તેની સાથે બાથ ભીડી દીધી. તેણે લાકડી વડે એક ગુંડાને જોરથી મારી દીધું અને બીજા ગુંડાને પકડી રાખ્યો. પરંતુ આ બંને વ્યક્તિઓ પણ ટ્રક ડ્રાઈવર સાથે લડવાનું શરૂ કર દીધું. અસલમ અને પહેલા બે ગુંડાઓએ સામસામે ઘણા પ્રહારો કર્યા. જેથી ટ્રક ડ્રાઈવર અને પહેલા બંને ગુંડાઓ સામે સામે ખૂબ જ લોહી લુહાણ થઇ ગયા હતા.
અંતે બંને ગુંડાઓ આ ટ્રક ડ્રાઈવર થી હારી ને ભાગી ગયા અને ત્યારબાદ તેણે કિરણને બચાવી ગામમાં લઈ ગયો. બને ગુંડાઓ સાથે લડવા ના કારણે અસ્લમ લોહીલુહાણ થઈ ગયો હતો. આથી તેને બે દિવસ સુધી હોસ્પિટલ ની અંદર ભરતી કરવામાં આવ્યો. ત્યારબાદ અસલમ કિરણ ની માતા સાવિત્રી દેવી ને મળ્યો તેને પોતાની દીકરી કિરણને સોપી ત્યાંથી જતો રહ્યો.
આ ઘટનાના અંદાજે ચાર વર્ષ બાદ જ્યારે ફરીથી અસ્લમ આ રોડ પરથી પોતાનો ટ્રક લઈને નીકળ્યો ત્યારે આંખ લાગી જવાના કારણે તેનો ટ્રક ઊંડી ખાઈમાં પડી ગયો અને અસલમ આજ ટ્રકની અંદર ફસાઈ ગયો હતો અને પોતાને બચાવવા માટે તે બૂમો પાડી રહ્યો હતો. તેની આ જોરજોરથી મદદ માટેની બુમો સાવિત્રી અને કિરણે સાંભળી અને તે બંને એક લાલટેન લઇ જંગલ તરફ ચાલી નીકળી.
જંગલમાં જઈને જ્યારે બંને મા-દીકરી એ જોયું તો એક ટ્રક એ જંગલમાં ફસાઇ ગયો હતો અને તેમાં ડ્રાઇવર ફસાઈ ગયેલો હતો જ્યારે તેણે નજીક જઈને જોયું તો તે ટ્રક ડ્રાઇવર પોતાની ઈજ્જત બચાવનાર હતો. ત્યારબાદ બંને મા-દીકરી એ ખૂબ જ જહેમત કરીને આ ટ્રક ડ્રાઇવરની ટ્રકમાંથી બહાર કાઢ્યો અને થોડું પાણી છાંટી તેને ભાનમાં આવ્યા. જ્યારે અસ્લમ ભાનમાં આવ્યો ત્યારે તેણે પણ બંને મા-દીકરી ને ઓળખી લીધી અને બંને મા-દીકરી નો ખુબ જ આભાર માન્યો.
આ ઘટના પરથી આપણને ખ્યાલ આવે છે કે દુનિયામાંથી હજી ઇન્સાનિયત નામની વસ્તુ મટી ગઈ નથી. આજે ઘણા લોકો પોતાની નાત જાત ધર્મ ભૂલીને બીજા લોકોની મદદ કરવા માટે કાયમી માટે તત્પર રહેતા હોય છે આ ઘટના તેનો જીવતો જાગતો પુરાવો છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.