સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ પણ કપડાની દુકાનમાં અથવા તો મોલની અંદર કપડાં ખરીદવા જતા હોઈએ છીએ ત્યારે તેને ટ્રાય કરવા માટે ટ્રાયલ રૂમમાં જતા હોઈએ છીએ. પરંતુ આપણે વારંવાર જોતા હોઈએ છીએ કે ઘણી વખત અમુક એવા આવારા તત્વો ની દુકાન ના ટ્રાયલ રૂમની અંદર એવી કંઈક કરામતો કરવામાં આવી હોય છે કે જે આગળ જતા તમારી જિંદગીને બરબાદ કરી શકે છે. અહીયા અમે કંઈ વાત કહેવા જઇ રહ્યા છીએ તો તમે સમજી જ ગયા હશો.
આજે ઘણી જગ્યાએ ટ્રાયલ રૂમની અંદર એવા હિડન કેમેરા રાખી દેવામાં આવ્યા હોય છે કે જે તમે આ ટ્રાયલ રૂમની અંદર તમારા કપડા બદલાવતા હોવ છો ત્યારે તમારી આવી અંગત તસવીરો કેપ્ચર કરી લે છે અને ત્યારબાદ તમને એ તસવીરો દ્વારા બ્લેકમેલ કરવામાં આવે છે અથવા તો તમારી આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ શકે છે અને આમ થવાથી આપણે દરેક લોકો જાણીએ છીએ કે કોઈની પણ જિંદગી બરબાદ થઈ શકે છે.
પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ટ્રાયલ રૂમની અંદર ચેન્જ કરવા જતી વખતે રાખવાની અમુક બાબતો ધ્યાન. જો તમે પણ આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારે ભવિષ્યમાં કોઇ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી અને તમારું જીવન પણ બરબાદ થતા અટકી જશે. આ માટે હંમેશાને માટે ટ્રાય રૂમની અંદર જતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું.
મોબાઇલ ફોનનો ઉપયોગ :-
જ્યારે તમે કોઈ એવી અજાણી જગ્યાએ ટ્રાયલ રૂમમાં અંદર જાવ ત્યારે હંમેશા એક વખત તમારા મોબાઈલના નેટવર્ક ને ચેક કરી લો અને બને તો કોઈપણ બીજા વ્યક્તિને કોલ કરીને ચેક કરી લો. કેમકે જો ટ્રાય રૂમની અંદર કોઈપણ હિડન કેમેરા છુપાયેલો હશે તો તમારા મોબાઈલ દ્વારા કોલ કરવામાં વચ્ચે રુકાવટ આવશે અને આથી તમે સમજી શકો છો કે તેમાં કોઈ જગ્યાએ હિડન કેમેરા હોઈ શકે છે.
લાઇટને ચાલુ બંધ કરો :-
જ્યારે તમે કોઈપણ શંકાશીલ રૂમની અંદર કપડા ચેન્જ કરવા માટે જાવ ત્યારે એક વખત તે રૂમની બધી જ લાઈટો બંધ કરી દો અને એકદમ અંધારું કરી આસપાસ નજર મારો તમને કોઈ જગ્યાએ એવી લાલ અથવા તો લીલી લાઇટ અથવા તો નાની બત્તી દેખાતી નથી ને.
કેમેરા ફોન નો ઉપયોગ કરવો :-
તમારા ફોનની અંદર રહેલો કેમેરો શરૂ કરી તેની અંદર નાઇટવિઝન શરૂ કરી તમારા ટ્રાયલ રૂમની તસવીરો તેમજ જો તેમાં કોઈ જગ્યાએ ઇન્ફ્રારેડ કેમેરો હશે તો તરત જ તમારા કેમેરા ની અંદર કેદ થઇ જશે.
વધારાની વસ્તુઓ તપાસો :-
જ્યારે તમે ટ્રાયલરુમમાં જાઓ ત્યારે ત્યાં આસપાસ કોઈ એવી અનાવશ્યક અથવા તો વધારાની વસ્તુઓ જોવા મળે કે જેની ટ્રાયલરુમમાં કોઈ જરૂર નથી તો તે વસ્તુને અવશ્ય ચકાસો. કેમ કે આવી વસ્તુઓની અંદર જ હિડન કેમેરા હોઈ શકે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.