ચટણીઓના રસિયા એ સારી રીતે જાણતા હશે કે લસણ વગર ચટણીની લહેજત્ત જ મરી જાય છે. આપણે વિવિધ રીતે લસણની ચટણીઓ ખાતા હોઈએ છીએ. લસણની સૂકી ચટણી, લસણની વઘારેલી ચટણી, લીલા લસણની ચટણી. તો આજે અમે તમારા માટે જ ત્રણ પ્રકારની લસણની ચટણીઓની રેસિપી લઈને આવ્યા છીએ. તો ચાલો જાણીએ તેની રેસિપી.
તલની લસણિયા ચટણી
સામગ્રી
2 મોટા ચમચા તેલ,
100 ગ્રામ ડુંગળી (એક મોટી ડુંગળી),
30 ગ્રામ સફેદ તલ,
20 ગ્રામ લસણ,
120 ગ્રામ ટામેલું (એક મોટું ટામેટું),
5-6 નંગ સુકા લાલ મરચા,
સ્વાદ પ્રમાણે મીઠું,
½ ટી સ્પૂન હળદર,
½ ટી સ્પૂન લીંબુનો રસ,
2 ટેબલ સ્પૂન પાણી,
વઘાર માટે ચપટી રાઈ,
બનાવવાની રીતઃ
પેન માં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો, રાઈ ફુટી ગયા બાદ તેમાં સમારેલી ડુંગળી સાંતળી લો. ત્યાર બાદ તેમાં તલ નાખી તેને 2-3 મિનિટ માટે સાંતળી લો, તલ બરાબર સંતળાઈ જાય એટલે તેમાં લસણ નાખો, હવે તેમાં હળદર અને મીઠું ઉમેરી દો. ત્યાર બાદ તેમાં સમારેલું ટામેટું, સુકા મરચા નાખી તેને 5-7 મિનિટ ચડવા દો. જ્યારે બરાબર ચડી જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારી ઠંડુ પડવા દેવું. ઠંડુ પડે એટલે તેને મિક્સરના જારમાં બરાબર વાટી લો હવે તેમાં લીંબુનો રસ અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. સર્વ કરવા માટે ચટણી તૈયાર છે.
લસણની લાલ ચટણી.
સામગ્રી
15-20 સુકા મરચા,
2 મોટા ટામેટા,
15-20 કળી લસણ,
1 ટી સ્પૂન મીઠું,
1 ટી સ્પૂન તલ,
2 ટેબલ સ્પૂન પાણી,
બનાવવાની રીત
મિક્સરનો ચટનીનો જાર લો. તેમાં ઉપર જણાવેલી બધી જ વસ્તુઓ નાખી તેને બરાબર વાટી લો. ચટની તૈયાર છે સર્વ કરવા માટે. આ ચટનીમાં તમે ઘણા પ્રકારના વેરિયેશન લાવી શકો છો, જેમકે તેને મીઠા લીમડાથી વઘારવાથી તે ઓર વધારે સ્વાદિષ્ટ બની જાય છે.
રાજસ્થાની લસણિયા ચટણી
સામગ્રીઃ
2 ટેબલ સ્પૂન લાલ મરચુ પાઉડર,
15-20 કળી લસણ,
1 કપ દહીં,
2-7 સૂકા લાલ મરચા,
4 ટેબલ સ્પૂન પાણી,
2 ટેબલ સ્પૂન તેલ,
બનાવવાની રીત
મિક્સરનો ચટની જાર લો. તેમાં તેલ સીવાયની બધી જ સામગ્રી નાખી બરાબર ક્રશ કરી લો. કંઈ પણ આખુ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખો. હવે એક નાના પેનમાં તેલ ગરમ કરવા મુકી દો તેલ બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં ક્રશ કરેલી સામગ્રી નાખી તેને બરાબર ચડવા દો. ચટણીને 4-5 મિનિટ ચડવા દો. તૈયાર છે રાજસ્થાની લસણિયા ચટણી.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ અવનવી વાનગી અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…