આજકાલ છોકરીઓ પોતાની સુંદરતા વધારવા માટે જાતજાતના તરીકા અપનાવે છે. મોટાભાગની છોકરીઓ પોતાના ચહેરાને સુંદર દેખાડવા માટે થ્રેડિંગ કરે છે પરંતુ થ્રેડિંગ કરાવ્યા બાદ જો અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો થઈ શકે છે આ નુકસાન.
• તમારી આંખોની આસપાસ થ્રેડિંગ કરાવતા સમયે આંખોની આસપાસની ચામડી નું ખૂબ ધ્યાન રાખવું જોઈએ કેમકે આ ચામડી ખૂબ જ નાજુક હોય છે આથી જો તેનું યોગ્ય ધ્યાન રાખવામાં ન આવે તો ત્યાં ખૂબ જ બળતરા થાય છે. આ માટે થ્રેડિંગ કરાવતા પહેલા તમારે તમારા ચહેરાને બરાબર ધોઈ લેવો તથા સારા એવા ટોનરનો ઉપયોગ કરી ત્યારબાદ જ થ્રેડિંગ કરાવવું જોઈએ.
• થ્રેડિંગ કરાવ્યા બાદ બાર કલાક સુધી તમારા ચહેરા પર કોઈપણ પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવો જોઈએ. કેમ કે આમ કરવાના કારણે તમારા ચહેરા પર તથા થ્રેડિંગ કરેલી જગ્યાએ ઝીણી ઝીણી ફોડલીઓ થવાની સંભાવના વધી જાય છે. આથી ટ્રેડિંગ કરાવ્યા બાદ ક્યારેય પણ બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ ણ કરવો જોઈએ તેના બદલે તમે આ જગ્યા પર બરફનો ટુકડો ઘસી શકો છો આમ કરવાથી તમને થ્રેડિંગ ના કારણે થતી બળતરામાં રાહત મળશે તથા આમ કર્યા બાદ તે જગ્યા પર તમે ગુલાબ જળ લગાડી શકો છો.
• એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈપણ જગ્યાએ વારંવાર થ્રેડિંગ ન કરાવવું જોઈએ કેમ કે બહુ ટૂંકા સમયની અંદર જો વધુ વખત થ્રેડિંગ કરાવવામાં આવે તો તે જગ્યાએ વધુ ઘટા વાળ ઉગવા ની શક્યતા વધી જાય છે આથી કોઈ પણ મહિલાએ વારંવાર થ્રેડિંગ ન કરાવવું જોઈએ.
• થ્રેડિંગ કરાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે થ્રેડિંગના કારણે તમારા વધારાના વાળ દૂર કરવા જોઈએ કેમકે જો તમારી જરૂરિયાત મુજબના વાળ દૂર થઇ જાય તો તમારા ચહેરાની સુંદરતા ગાયબ થઇ જાય છે તથા અજીબ પ્રકારના આઇબ્રો ના કારણે તમારો ચહેરો કદરૂપો લાગવા માંડે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.