સૂર્યના તડકાથી આ રીતે કરો ત્વચાનું રક્ષણ, ઉનાળામાં પણ દમકતો રહેશે ચહેરો…અજમાવી જુઓ..

પૃથ્વી પર જીવન માટે સૂર્ય પ્રકાશ જરૂરી છે. પરંતુ ઉનાળામાં આ સૂર્ય ત્વચાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. સૂર્યની હાનિકારક કિરણોથી ત્વચાને નુકસાન પહોંચે છે. સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણ ત્વચા પર પડે એટલે તેના કારણે ત્વચાને અંદર સુધી ડેમેજ કરી જાય છે. ઉનાળામાં જેટલો સમય તડકામાં રહેવાનું થાય છે તેટલું વધારે નુકસાન ત્વચાને થાય છે.

સૂર્યની કિરણોથી ત્વચા પર કાળી ઝાંઇ પડી જાય છે અને કરચલીઓ પણ ઝડપથી પડી જાય છે. એટલા માટે જરૂરી છે કે ત્વચાની સંભાળ ઉનાળ દરમિયાન સારી રીતે લેવામાં આવે. જો ઉનાળામાં ત્વચાની સંભાળ સારી રીતે લેવામાં આવે તો ત્વચાની સુંદરતા બરકરાર રહે છે. ધોમધખતા તાપમાં ત્વચાની સંભાળ કેવી રીતે લેવી તે જાણી લો આજે તમે પણ જેથી તમારી ત્વચા તડકામાં પણ ચમકતી અને સુંદર રહે.

1. ત્વચાને નિયમિત રીતે સાફ કરવી. આ સફાઈનો અર્થ ફેસવોસથી ત્વચા સાફ કરી લેવી તે નથી. આ સફાઈ એટલે ત્વચા પરના મૃતકોષને દૂર કરવા. આ પ્રોસેસને એક્ફાલિટેનિંગ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. ત્વચા પરના મૃતકોષ સ્ર્કબથી દૂર કરી અને સનસ્ક્રીન લોશન લગાવવું. આ પ્રોસેસ સપ્તાહમાં એક જ વખત કરવી.

2. પૂરતાં પ્રમાણમાં પાણી પીવાનો આગ્રહ રાખવોતડકામાં વારંવાર જવાનું થતું હોય તો ખાસ ધ્યાન એ વાતનું પણ રાખવું કે શરીરમાં પાણીની ખામી ન થાય. શરીરમાં પાણીની ઉણપ હોય તો માથાનો દુખાવો, ચક્કર આવવા જેવી સમસ્યાઓ થાય છે. જો શરીરમાં પાણી પૂરતાં પ્રમાણમાં ન હોય તેની અસર શરીર અને ત્વચા પર પણ થાય છે. તેથી જરૂરી છે કે ગરમીના દિવસોમાં તૂરતાં પ્રમાણમાં પાણીનું સેવન કરવામાં આવે.

3. સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવોગરમીના દિવસોમાં સનસ્ક્રીન લોશન જરૂરથી લગાવવું. સનસ્ક્રીન લોશન પણ માત્ર ચહેરા અને ગળા પર જ લગાવવું પુરતું નથી. સનસ્ક્રીન લોશનનો ઉપયોગ હાથ અને પગ પર પણ કરવો. શરીરના જે ભાગ પર તડકો પડતો હોય તેના પર લોશન જરૂરથી લગાવવું. જો તમારે વારંવાર બહાર જવાનું થતું હોય તો દર બે કલાકે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો.

4. ત્વચાને ઠંડક પૂરી પાડવીતડકો લાગવાથી જે બળતરા થતી હોય છે તેના કારણે ત્વચાને અંદર સુધી નુકસાન થઈ શકે છે. તેથી તડકામાંથી જ્યારે પણ ઘરે પરત ફરો ત્યારે ત્વચા પર ગુલાબજળ, કાકડીનો રસ, એલોવેરા જેલ લગાવવું. આ વસ્તુઓ ત્વચાને જરૂરી ઠંડક પૂરી પાડે છે.

5. ત્વચાની માવજત
ઉનાળામાં ચહેરા પર કાળી ઝાંઇ પડી જતી હોય છે તેના કારણે બળતરા પણ થાય છે. આ તકલીફને દૂર કરવા માટે એવા ફેસપેકનો ઉપયોગ કરવો જે ચામડીને થતાં નુકસાનને હળવું કરે. તડકામાં જ્યારે પણ નીકળવાનું થાય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે શરીરના કોઈપણ ભાગ પર સીધો તડકો ન પડે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સવાંચો ફક્ત અમારા પેજ પર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *