આપણે ત્યાં ભોજન સાથે ઘણી શુભ અને અશુભ ઘટનાઓ સંકળાયેલી હોય છે. ભોજનમાં અમુક વસ્તુઓ અમુક રીતે ખાવાથી તમને સારું ફળ મળી શકે છે. અને અમુક રીતે ખાવાથી તેનું દુષ્પરિણામ પણ મળી શકે છે આવી વાતો આપણે ત્યાં પ્રચલિત છે. અને આમાની જ એક વાત છે કે, ક્યારેય પણ થાળીમાં એક સાથે ત્રણ રોટલી ન રાખવી જોઈએ. આ તો બે રોટલી અથવા તો ચાર રોટલી રાખવી જોઈએ આપણે આ માન્યતા વિશે સાંભળ્યું હશે પરંતુ કોઈને ખ્યાલ નહિ હોય આ માન્યતા પાછળનું કારણ.
સામાન્ય રીતે જ્યારે આપણે ઘરે ખાતા હોઈએ કે, કોઇ સંબંધીના ઘરે ખાતા હોઈએ ત્યારે હંમેશાં એ માટે તમને બે અથવા તો ચાર રોટલી પીરસવામાં આવે છે. તમે વિચાર કર્યો હશે કે, કેમ આવું જ કરવામાં આવે છે. કેમ કે તમારી થાળી ની અંદર ત્રણ રોટલી પીરસવામાં નથી આવતી જો તમે પણ આ પ્રશ્નથી મૂંઝાતા હો તો ચાલો જાણીએ શું છે તેની પાછળનું સાચું કારણ.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર અને આપણા હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ જગ્યાએ ત્રણ વસ્તુ ને ભેગી કરવી અશુભ માનવામાં આવે છે. આથી જ ક્યારેય પણ ત્રણ પ્રસંગો એક સાથે કરવામાં નથી આવતા. આ ઉપરાંત કોઇ પણ નવું કાર્ય ત્રણ વ્યક્તિઓ સાથે મળીને નથી કરતા. કેમકે આની પાછળ એવી માન્યતા છે કે જો કોઈ પણ વસ્તુ ત્રણ વ્યક્તિઓ દ્વારા શરૂ કરવામાં આવી હોય અથવા તો ૩ વસ્તુઓ સાથે થતી હોય તો તેમાં નિશ્ચિત પરિણામ મળતું નથી. અને હંમેશાને માટે તેમાં કંઈક ને કંઈક અશુભ પરિણામ મળે છે અને આથી જ આપણે ત્યાં ત્રણ વસ્તુઓને એકસાથે કરવામાં નથી આવતી.
આવી જ માન્યતા સંકળાયેલી છે તમારી થાળી ની અંદર આવતી રોટલી પાછળ. સામાન્ય રીતે રોટલી ને કાં તો બે અથવા તો ચાર ના જૂથ જ મૂકવામાં આવે છે. ક્યારે કોઈ થાળીમાં રોટલી મૂકવામાં આવતી નથી કેમકે એક સાથે થાળીમાં રોટલી એ અશુભ ગણવામાં આવે છે હવે આ સંકેત શા માટે અશુભ છે તે જાણીએ.
સામાન્ય રીતે આપણે ત્યાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારબાદ તેના મૃત્યુની પાછળ લોકોને જમાડવામાં આવે છે. અને આ સમયે તે મૃત વ્યક્તિની પાછળ ત્રણ રોટલી કાઢવામાં આવે છે. આ ઉપરાંત જે વ્યક્તિ આ ત્રણ રોટલી કાઢે છે તેના સિવાય બીજો કોઈ વ્યક્તિ આ રોટલીઓને જોઈ પણ શકતો નથી. કેમ કે, તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. અને આથી જ એવું માનવામાં આવે છે કે જો થાળી ની અંદર એક સાથે ત્રણ રોટલી લેવામાં આવે તો તે આપણે કોઈ મૃતકના ભાગનું ભોજન લેતા હોય તેવું માનવામાં આવે છે.
આથી જો થાળી ની અંદર એક સાથે ત્રણ રોટલી રાખીને ખાવામાં આવે તો એ ખાનારા વ્યક્તિઓની વચ્ચે અંદરોઅંદર ક્લેશ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત તેના ઘર પરિવારના સભ્યોની વચ્ચે પણ કંકાસ થાય છે. આવું કરનાર વ્યક્તિ પોતાના કાર્યને સફળ થઈ શકતો નથી. અને આથી જ આપણે ત્યાં રોટલી ને એક સાથે ત્રણ ના જૂથમાં લેવામાં આવતી નથી.
હવે જો, આ ત્રણ રોટલી પાછળના વૈજ્ઞાનિક કારણ ની વાત કરીએ તો વૈજ્ઞાનિકોના માનવા અનુસાર તમારા ભોજનની અંદર બે રોટલી, 1 વાટકી શાક, એક વાટકી ભાત, અને એક વાટકી જેટલી દાડ હોય તો તેમાંથી તમને શરીરને જરૂરી એવા દરેક પોષક તત્વો મળી રહે છે. આ ઉપરાંત તમને આખો દિવસ કાર્ય કરવાની ઉર્જા પણ આટલા જ ખોરાકમાંથી મળી રહે છે. આથી જ જો કોઈ પણ વ્યક્તિની થાળીમાં બે કરતાં વધુ રોટલી રાખવામાં આવે એટલે કે, ત્રણ રોટલી રાખવામાં આવે તો તે વ્યક્તિ પોતાની ક્ષમતા કરતાં વધુ જમે છે. અને આથી જ તે મોટાપાનો શિકાર બને છે. આ ઉપરાંત એવું પણ છે કે જો વ્યક્તિ ની થાળી માં એક સાથે ત્રણ રોટલી મૂકવામાં આવે તો તેમાંની એક રોટલી વધારવાથી તે વેસ્ટ જશે. અને ખોરાક વેસ્ટ જશે અને આથી જ વૈજ્ઞાનિકોના અનુસાર થાળીમાં ક્યારેય એકસાથે ત્રણ રોટલી ન લેવી જોઈએ.
આમ વૈજ્ઞાનિકો અને આપણા પૂર્વજો દ્વારા માનવામાં આવતી આ પ્રથા. કે થાળી ની અંદર એક સાથે ત્રણ રોટલી ના હોવી જોઈએ વર્ષોથી પ્રચલિત છે. પરંતુ અહી અમે બતાવ્યું છે આપને આ પ્રથા પાડવા પાછળનું સાચું કારણ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.