તારીખ 13 જુલાઈ 2018 ના રોજ દેશમાં આ વર્ષનું બીજું સૌથી મોટું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આપણા જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યગ્રહણ અને તેની સાથે જોડાયેલી અમુક રાશીપર થતા પ્રભાવ વિશે વર્ણન કરવામાં આવ્યું છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર 13 જુલાઈના રોજ થનાર આ સૂર્યગ્રહણ ના કારણે અમુક રાશિઓને ઘણો ફાયદો થવાનો છે તથા તેના ખરાબ દિવસો દૂર થશે
જાણો કઈ છે આ રાશિઓ?
મેષ અને કન્યા રાશિ
૧૩ જુલાઈના રોજ થનાર આ સૂર્યગ્રહણ ના કારણે મેષ અને કન્યા રાશિના જાતકોને પોતાના વેપાર ધંધા ની અંદર બે ઘણો ફાયદો થવાની સંભાવના છે. આ ઉપરાંત તેને પોતાના પ્રેમી તરફથી ખૂબ જ સ્નેહ મળશે. આ રાશિના લોકોને પોતાના ખાવા-પીવા પર કાબુ કરવાની જરૂરત છે.
આ રાશિના લોકોને વધુ પડતા ખર્ચના કારણે પૈસાની તંગી પણ સર્જાઇ શકે છે. આ સૂર્યગ્રહણ ના કારણે આ રાશિના જાતકો જો રોજગારની શોધમાં હશે તો તેને તેની લાયકાત મુજબ ની યોગ્ય નોકરી પણ મળી શકે છે.
કર્ક અને મકર રાશી
આ રાશિના લોકોને ૧૩ જુલાઈના રોજ થનારા આ સૂર્યગ્રહણ ના કારણે સમાજમાં માન અને સન્માન વધશે. આ ઉપરાંત તેના કાર્યસ્થળે તેના ઉપરી અધિકારીઓ ખુશ થવાના કારણે તેને પ્રમોશનના ચાન્સ પણ ઘણા વધુ છે. વેપાર કરતા લોકોને માટે આ સમય ખૂબ જ લાભદાયી નીવડશે તથા આ રાશિના જાતકોને અચાનક ધનપ્રાપ્તિના અને સોનેરી તકો મળશે.
તુલા અને કુંભ રાશી
ગ્રહણના દિવસે આ રાશિના જાતકો માટે અનેક રોમાંચક વસ્તુઓ થઈ શકવાની સંભાવના છે. આ રાશિના જાતકોને ઘણી નવી વસ્તુઓ જાણવા મળશે, તથા સૂર્ય ગ્રહણ બાદ યાત્રા કરવાનો પણ મોકો મળી શકે છે. આ રાશિના જાતકોને વેપાર-ધંધામાં તથા નોકરીમાં અણધાર્યા લાભ મળવાની શક્યતા છે.
આ રાશિના છાત્રોને શિક્ષણમાં યોગ્ય પરિણામ મળવાની પણ પૂરતી સંભાવના છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.