તમારી આંખો નું ફરકવું એ કોઈ શુભ કે અશુભ ઘટના ની નિશાની નથી આપતું પરંતુ, આ છે તેની પાછળનું સાચું કારણ…

મિત્રો આપણે ત્યાં શુભ અને અશુભ ઘટનાઓ થવા અંગે અનેક માન્યતાઓ જોડાયેલી છે. જેમાંની એક છે, તમારી આંખોને ફરક જ્યારે તમારી આંખો ફરકે છે. ત્યારે સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે, મારી આંખ ફરકે છે જેથી કંઈક શુભ થશે અથવા તો અશુભ.

લોકો પોતપોતાની માન્યતા પ્રમાણે ડાબી તથા જમણી આંખ ફરકવાના શુભ અને અશુભ માને છે. પરંતુ શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે, તમારી હાથ ફરકવા પાછળ શું છે. સાચુ કારણ તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ પ્રશ્નનો યોગ્ય વૈજ્ઞાનિક ઉત્તર.

સામાન્ય રીતે આંખોનું ફરકવાને વૈજ્ઞાનિક ભાષામાં બાયોકીમીયા કહેવામાં આવે છે. આ બીમારી ની અંદર તમારા આંખોની માસપેશીઓ સંકોચ પામે છે. જેના કારણે તમારી આંખ ફરકે છે.

આખો ફરકવા પાછળ નું બીજું કારણ છે, તણાવ આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો સતત માનસિક થાક તથા તણાવમાંથી પસાર થાય છે. જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે આપણું શરીર વિવિધ રીતે પ્રતિક્રિયાઓ કરે છે જેના કારણે આપણી આંખ ફરકે છે.

શરીરમાં વિટામિન એ ની કમીના કારણે આંખોના અનેક રોગો થાય છે. જો શરીરમાં વિટામિન એ ની ઉણપ સર્જાય તો તેના કારણે આંખોની માંસપેશી યોગ્ય રીતે કાર્ય કરતી નથી. જેને કારણે આંખો ફરકવાની સમસ્યા સર્જાય છે.

વધુ પડતા આલ્કોહોલના સેવનના કારણે તમારા શરીરના અંગો નિષ્ક્રિય થવા માંડે છે. જેમાંનું એક છે, તમારી આંખોની માસપેશીઓ. તમારી આંખોની માંસપેશીઓને યોગ્ય રીતે કાર્ય ન કરવાના કારણે તમારી આંખો તમારી મરજી વગર પણ કોલ બંધ થયા કરે છે. જેને આપણે આંખોનું ફરકવું કહીએ છીએ.

આ ઉપરાંત દૂરદ્રષ્ટિ ના નંબર ધરાવતા વ્યક્તિઓ પણ આ સમસ્યાનો શિકાર થઇ શકે છે. દૂરની ધરાવતા વ્યક્તિઓની આંખની કીકી યોગ્ય રીતે પતલી થઈ શકતી નથી. જેના કારણે તે વ્યક્તિ દૂરનું જોઈ શકતો નથી તે કિકીઓના સંકોચનના પ્રતિબંધના કારણે પણ લોકોની આંખો ફરકે છે.

તમને જાણીને નવાઈ થશે કે, તમારી આંખો ફરકવા પાછળ એક કારણ છે તમારી આંખોમાં રહેલી એલર્જી. જી હા, ઘણી વખત તમને ખબર પણ નથી હોતી. પરંતુ તમને અમુક વસ્તુની એલર્જી હોય છે. જેના કારણે પણ તમારી આંખો તમારી મરજી વગર ફરકે છે. આ ઉપરાંત આપણી ત્વચા શુષ્ક થઇ જવાના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે.

આમ તમારી આંખો ફરકવી એ કોઈ શુભ કે અશુભ ઘટનાના આગોતરા નિશાન નથી. પરંતુ તમારી આંખો કરવા પાછળનું કારણ એક વૈજ્ઞાનિક કારણ છે. તમારી આંખનુ ફરકવુ એ એક ખૂબ જ સામાન્ય બાબત છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *