જ્યોતિષશાસ્ત્ર ની અંદર તમારા હાથ અને મસ્તક ની રેખાઓ પરથી તમારા ભવિષ્યની અનેક બાબતો જાણી શકાય છે/ હથેળી શાસ્ત્ર એ પણ જ્યોતિષશાસ્ત્રનો જ એક ભાગ છે. જેની અંદર તમારા હાથની રેખાઓ અને આંગળીઓ દ્વારા તમે કોઈપણ વ્યક્તિના ભવિષ્ય વિશે તથા તેના વ્યક્તિત્વ વિશે જાણી શકો છો
લોકોની પાંચે આંગળીઓ ક્યારેય પણ એક સરખી હોતી નથી. તથા તેના પર આવેલી રેખાઓ પણ ક્યારેય એકસરખી હોતી નથી. દરેક વ્યક્તિ પોતાની અલગ રેખાઓ અને અલગ લંબાઇની આંગળીઓ ધરાવે છે અને આથી જ દરેક બીજાથી ભિન્ન પડે છે. તમારા આંગળીઓના આકાર અને તેની લંબાઈ પરથી તમે તમારા ભવિષ્ય વિશે ઘણું બધું જાણી શકો છો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તમારી આંગળીઓ ના આકાર પરથી કયો વ્યવસાય તમારા માટે સૌથી વધુ ફાયદાકારક રહેશે.
તર્જની આંગળી
તર્જની એટલે કે આપણી પહેલી આંગળી આ આંગળી વડે તમે લોકોના વ્યક્તિત્વ વિશે જાણી શકો છો હસ્તરેખા શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે જે લોકો ની આંગળી વધુ લાંબી હોય છે તે લોકો ખૂબ જ ઘમંડી સ્વભાવના હોય છે તે વારે વારે બીજા લોકો પર હુકમ ચલાવતા હોય છે આ લોકો મા રાજનેતા બનવા ની દરેક ખૂબીઓ હોય છે સામાન્ય રીતે આવા લોકોની પહેલી આંગળીની લંબાઈ તેની મધ્ય આંગળીની લંબાઈ જેટલી લાંબી હોય છે
મધ્યમા આંગળી
તમારા હાથમાં રહેલી બીજા નંબરની આંગળી ને મધ્યમા આંગળી કહેવામાં આવે છે. સામાન્ય રીતે દરેક લોકોની આ આંગળી તેની બીજી બધી આંગળીઓ કરતા લાંબી હોય છે. જે લોકોની આ આંગળી એકદમ વળાંકવાળી હોય તે લોકો ખૂબ જ સંવેદનશીલ હોય છે તથા તે સીરીયસ મિજાજવાળા હોય છે. જે લોકોની આ મધ્યમા આંગળી એકદમ અણીદાર હોય તે લોકો સ્વભાવે ખૂબ જ ક્રૂર હોય છે તે કોઈપણ લોકોની દયા ખાતા નથી.
અનામિકા આંગળી
હથેળીની ત્રીજી આંગળીને અનામિકા આંગળી કહેવામાં આવે છે. જે લોકોની અનામીકા અને તર્જની આંગળીની લંબાઈ એકસરખી હોય તે લોકો ભવિષ્યમાં ખૂબ જ વધુ પ્રસિદ્ધિ મેળવે છે. તે હંમેશા એવા કોઈને કોઈ પ્રયત્નો કરતા રહે છે કે જેના કારણે લોકોમાં પ્રસિદ્ધિ મેળવી શકે. આવા લોકો પોતાના જીવનમાં નવી નવી પ્રસિદ્ધિ મેળવવા માટે કાર્ય કરતા રહે છે અને આ માટે પોતાના જીવને પણ જોખમમાં મૂકતા અચકાતા નથી. જે લોકોની આ આંગળી ચમચી આકારની હોય છે તે લોકો એક સફળ એક્ટર કે પ્રવક્તા બની શકે છે.
કનિષ્ઠ આંગળી
હથેળીની સૌથી છેલ્લી અને નાની આંગળી ને કનિષ્ઠ આંગળી કહેવામાં આવે છે. જે લોકોની આ આંગળી વધુ લાંબી હોય તે બીજા લોકોને વધુ રીતના પ્રભાવિત કરે છે. તથા તેનો વિશ્વાસ ઝડપથી મેળવી લે છે આગળ જતા આવા લોકો ભવિષ્યમાં મોટા લેખકો કલાકારો બને છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.