તમારા બિઝનેસને આગળ વધારવા કરો આ ઉપાય.

દરેક મનુષ્યના જીવનમાં તેનું કેરિયર ખૂબ જ મહત્વનું હોય છે. કેમકે જ્યાં સુધી એનું કરિયર પાટા પર પડતું નથી ત્યાં સુધી તે સમાજમાં સારી એવી પ્રતિષ્ઠા મેળવી શકતો નથી. આજે લોકો વિવિધ જાતના ધંધો કરી દે છે પરંતુ તેને ચલાવવા ખૂબ જ મુશ્કેલ બની રહે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર ની અંદર અમુક એવી ટીપ્સ આપેલી છે કે જેનો ઉપયોગ કરીને તમે પણ તમારા નોકરી-ધંધાને વધુ સારી રીતે ચલાવી શકો છો અને આગળ વધારી શકો છો.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ અમુક ટિપ્સ કે જેનો ઉપયોગ કરીને તમે પણ તમારા નોકરી-ધંધાને વધુ વિકસાવી શકો છો અને વધુ નફો મેળવી શકશો.

 

જો ઓફિસ ઘરમાં હોય તો

જો તમારા ઘરમાં જ તમે તમારી ઓફિસ શરૂ કરી દીધી હોય એટલે કે તમે ઘરેથી તમારો બિઝનેસ સંભાળતા હો તો હંમેશા ધ્યાન રાખવું કે તમારા આ ઓફિસને તમારા બેડરૂમ સાથે જોડાયેલ ન હોવી જોઈએ. સરકારી અથવા તો પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા ઊંચા હોદેદારો માટે સૌથી સારી વસ્તુ છે કે તેના ઘરનો અને તેના ઓફિસનો દરવાજો અલગ અલગ રાખો.

 

ઓફિસમાં કેવી રીતે બેસવું

જ્યારે તમે નાના છો ત્યારે તમારા દાદીમાએ તમને અવશ્ય કીધું હશે કે ક્યારેય પગની કુંડળી લગાવીને અથવા તો પગને ઉપર ચડાવીને ન બેસવું જોઈએ. આ જ વસ્તુ તમારા ઓફિસમાં પણ લાગુ પડે છે જ્યારે તમે તમારા કાર્યસ્થળ પર ઓફિસમાં બેઠા હો ત્યારે હંમેશાને માટે સીધા પગ રાખીને બેસવા જોઈએ. તથા તમારા ટેબલ પર કોઈપણ જગ્યાએ પગ ન ચઢાવવા જોઈએ.

 

ઓફિસનું ટેબલ કેવું હોવું જોઈએ

સામાન્ય રીતે ઓફિસની અંદર ક્યારેય પણ એવા ટેબલનો ઉપયોગ ન કરવો જોઈએ. કે જેના ખૂણા એકદમ સારી વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર આવા ટેબલ બિઝનેસ મિટિંગ માટે પણ ઉચિત હોતા નથી. સાથે-સાથે ઈંડા આકારના આકારના અને યુ આકાર ના ટેબલ નો ઉપયોગ થી પણ બચવું જોઈએ ઓફિસ માટે હંમેશાને માટે લંબચોરસ આકારના ટેબલ ની પસંદગી કરવી જોઈએ.

 

કોન્ફરન્સ રૂમ

જો તમારી મીટીંગ કોન્ફરન્સ રૂમમાં હોય તો ટ્રાય કરવી કે તમારી ખુરશી હંમેશા મુખ્ય દરવાજાથી દૂર હોવી જોઈએ. જેથી કરીને તમે મિટિંગમાં આવતા અનેક પ્રકારનાં વિઘ્નોથી બચી શકો છો.

 

માથા પર બીમ  ન હોવું જોઈએ

ઓફિસમાં જે જગ્યાએ તમે ટેબલ રાખવું તે જગ્યાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારા માથા પર કોઈ પણ જાતનો બીમ પસાર ન થતો હોવો જોઈએ. કેમ કે વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર તેને શુભ માનવામાં આવતું નથી.

 

ફૂલોથી કરો પ્રેમ

તમારા ઓફિસની અંદર તમારા ટેબલ ની પૂર્વ દિશામાં હંમેશાને માટે ફૂલદાની જેની અંદર કાયમી માટે તાજા ફૂલ રાખવા. આમ કરવાથી તમારા ઓફિસના વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ફેલાય છે અને કોઈપણ પ્રકારના વાસ્તુ દોષ હોય તો તે દૂર થાય છે.

 

લાઇટિંગ વ્યવસ્થા

હંમેશા એવી કોશિશ કરવી કે તમારા વરસની અંદર પૂરતા પ્રમાણમાં લાઈટ મળી રહે. તમારા ઓફિસની અંદર કોઈપણ જગ્યાએ અંધારું ન હોવું જોઈએ. કેમ કે કોઈ પણ જગ્યાએ અંધારું તમારા ઓફિસમાં નકારાત્મક ઊર્જાને નહોતું આપે છે..

 

ક્રિસ્ટલનો કરો ઉપયોગ

જો તમે એવું ઈચ્છતા હો કે તમને દરરોજ એક નવો મોકો મળે કે જેથી કરીને તમે તમારો બિઝનેસ એક્સપાન્ડ કરી શકો. અને તમારા કામમાં કોઈપણ જાતની રુકાવટ ન આવે તો હંમેશા માટે તમારો ઓફિસની અંદર કોઈપણ જાતના ક્રિસ્ટલ નો ઉપયોગ કરવો.

 

મશીનો ની જગ્યા

બને ત્યાં સુધી તમારા ઓફિસની અંદર રહેલા મશીનો જેવા કે કોમ્પ્યુટર ટેલિફોન વગેરે દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખવા જોઈએ. તથા આ બંને યંત્રો સાથે જોડાયેલા તાર પણ કોઈપણ જગ્યાએ દેખાવા ન જોઈએ.

જ્યારે તમે તમારા ઓફિસમાં કામ કરતા હો ત્યારે તમારા કામ પર ધ્યાન દેવું ખૂબ જ અગત્યનું છે. આથી જ ઉત્તર દિશાની તરફ મોં રાખીને કામ કરવાથી તમારા કામમાં એકાગ્રતા વધે છે. અને સાથે સાથે જ તમારું ધ્યાન પણ કેન્દ્રિત થાય છે. અમે શાને માટે ઓફિસમાં તમારું મોં ઉત્તર દિશા તરફ રહે તે રીતે ટેબલ વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *