સામાન્ય રીતે ગુજરાતના દરેક વિસ્તારની કોઈક ને કોઈક વસ્તુ ખુબજ પ્રખ્યાત હોય છે અને જો વાત કરીએ સુરત ની તો સુરત માં સૌથી વધુ પ્રખ્યાત કોઈ વસ્તુ હોય તો તે છે ખમણ અને ઘારી, જો સુરત ગયા હોય અને ઘરી ના ખાધી હોય તો સુરત નો ફેરો એળે જાય છે . આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સુરતની પ્રખ્યાત ઘારી બનાવવી રેસીપી
સામગ્રી :-
- ૨ વાટકા મેંદો
- અડધો કપ ઘી
- ૨૫૦ ગ્રામ માવો
- ૧ ચમચી પીસ્તા
- ૧ ચમચી બાદમ
- ૧ ચમચી એલચી
- ૧ વાટકો કોપરાનું છીણ
- ૧૦ નંગ ચારોળી
- ૧ વાટકો ખાંડ નો ભૂકો
- તળવા માટે જરૂર મુજબનું ઘી
બનાવવાની રીત
- સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો લો અને તેમાં થોડું ઘી નું મોણ નાખો
- ત્યાર બાદ તેની અંદર થોડું પાણી ઉમેરી એકદમ કડક લોટ બાંધી લો
- હવે તેને કોઈ સુતરાઉ કપડામાં લપેટીને મૂકી દો
- ત્યાર બાદ જરૂરી માવો લઇ તેનો એકદમ બારીક ભૂકો કરી નાખો અને તેમાં કોપરાનું ખમણ, દળેલ ખાંડ નો ભૂકો એલચી તથા અન્ય સુકામેવા ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
- ત્યાર બાદ આગવાથી બાંધેલ લોટ નો થોડો લુવો લઇ તેની નાની સાઈજ ની પૂરી વણો
- ત્યાર બાદ તેની વચ્ચે આપડે બનાવેલ માવાનું ફીલિંગ ભરી દો. અને પૂરી ને બધી બાજુ થી બરાબર પેક કરી દો.
- ત્યાર બાદ એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો અને જયારે ઘી બરાબર ગરમ થઇ જાય ત્યાર બાદ તેની અંદર આપડે બનાવેલ ઘારીને ધીમા તાપે તળવા માટે મૂકી દો
- જયારે આ ઘારી આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.
- બસ ત્યાર છે સુરતની સૌથી પ્રખ્યાત ઘારી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.