શ્રાવણ મહિનામાં બનાવો એકદમ સ્વાદિષ્ટ એવા સુરણ બટેટાના પકોડા

મિત્રો આજે અમે આપના માટે લાવી રહ્યા છીએ એકદમ સ્વાદિષ્ટ અને ચટપટા એવા બટેટા માથી બનેલા પકોડાની રેસિપી.

સામગ્રી :-

  • એક કપ ઉકાળેલ સૂરણ
  • ત્રણ નાના બટેટા
  • એક ચમચી શિંગોડાનો લોટ
  • ૨ ચમચી શેકેલી મગફળી
  • 1 વાટકી ઝીણી સમારેલી કોથમીર
  • ૧ ચમચી ઝીણા સમારેલા લાલ મરચા
  • સ્વાદ અનુસાર સિંધવ મીઠું
  • તળવા માટે તેલ

 

 

બનાવવાની રીત :-

 

સૌ પ્રથમ એક બાઉલ ની અંદર આપેલી બધી જ વસ્તુઓ ભેગી કરી તેને બરાબર એકબીજા સાથે ભેળવી લો જેથી કરીને બધી જ વસ્તુ એક બીજા સાથે મિક્સ થઈ જાય.

ત્યારબાદ એક નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરવા મુકો અને અગાઉથી મિક્સ કરેલી બધી વસ્તુઓ ને પકોડા ના આકારના બનાવી લો.

જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ પકોડાને ડીપ ફ્રાય કરવા માટે મૂકી દો.

કરતી વખતે આ પકોડાને થોડા થોડા સમયે હલાવવા નહીં કેમ કે આમ કરવાથી તે તેલની અંદર છૂટા પડી જશે અને પકોડાનો શેપ વિખાઈ જશે.

જ્યારે આ પકોડા ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય ત્યારે તેને સર્વિંગ ડીશમાં કાઢી લો અને લીલી ચટણી સાથે પીરસો બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ સુરણ બટેટા ના પકોડા.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *