આપણા જ્યોતિષ શાસ્ત્રમાં હાથની રેખાઓથી તમે તમારું ભવિષ્ય જોઈ શકો છો. હસ્ત રેખા વિશેષજ્ઞોથી તમે ભવિષ્ય જાણવા માટે અનેક વાતો સાંભળી હશે. તેવીજ રીતે તમારી આંગળીઓને જોઈને તમારા વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે. પરંતુ તેના માટે તમે ક્યારેય તમારા નખોને ધ્યાનથી જોયા છે?
સામાન્ય રીતે તમે નિદાન કર્યું હશે કે તમારા નખોની નીચે અર્ધ ચંદ્ર આકાર જેવી નિશાની જોવા મળે છે. શું તમે વિચાર્યું છે કે આ નિશાન શેના હોય છે? તો જાણો અમે આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
તમારા નાખના મૂળ ભાગમાં રહેલા આ સફેદ ભાગનું નિશાન તમારા સ્વાસ્થ્ય સંબંધી રહસ્ય ખોલે છે. જો તમારું સ્વાસ્થ્ય ઠીક નથી તો તે સફેદ ભાગ તમારા નખમાંથી ગાયબ થઈ જાય છે. અને જ્યારે તમારું સ્વાસ્થ્ય બરાબર હોય ત્યારે તે નિશાન તમારા નખમાં પાછું આવી જાય છે.
જો તમારા બધાજ ૧૦ આંગળીઓના નખમાંથી ૮ નખમાં જો જાણવા આ નિશાન જોવા તે દર્શાવે છે કે તમારું સ્વાસ્થ્ય સારું છે. આ નિશાન જેટલું વધારે સફેદ રંગના હશે, તેટલો તે વ્યક્તિ શારીરિક અને માનસિક રૂપથી મજબૂત હોય છે. જ્યોતિષ અનુસાર, સારા નખ ધબ્બા રહિત અને ચમકતા હોય છે. આવા લોકો આર્થિક ઉન્નતિ કરે છે.