એક ચા વાળો કે જે કોઈ લેખકથી કમ નથી – દેશ બદલવા આવા નાના કામ પણ પૂરતા છે…

માણસ ને પોતાનું મનગમતું કામ કરવા મળે એવું ભાગ્યે જ બનતું હોય છે અને આવું ત્યારે જ બને જયારે માણસ ને પોતાની એ કામ માં કુશળતા પર શંકા હોય કે એ કામ કર્યા પછી શું કમાઈ શકીશ? પરંતુ જો લગન થી કરવામાં આવે તો સફળતા ની ખાતરી હોય જ. કદાચ કોઈવાર એવું બને કે બીજું કોઈ કામ કરતા હોય તો પણ મનગમતું કામ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. એવું જ એક જીવતું જાગતું ઉદાહરણ છે દિલ્લી ના લક્ષ્મણ રાવ.

62 વર્ષીય લક્ષ્મણ રાવ કે જેઓ હિન્દી વિષય પર માસ્ટર ડીગ્રી ધરાવે છે તેઓ ફક્ત 40 રૂપિયા પોતાના પિતા પાસે થી લઇ દિલ્લી આવેલા અને ચા ની લારી ચાલુ કરેલી. પરંતુ તેમનો શોખ તો કઈક અલગ જ હતો. લક્ષ્મણ રાવ ચા ની લારી તો ચલાવે જ છે પરંતુ તમને જાણી ને આશ્ચર્ય થશે કે તેઓએ ઘણા બધા પુસ્તકો લખ્યા છે અને એ પુસ્તકો નું વેચાણ એમેઝોન.કોમ પર પણ થઇ રહ્યું છે.

કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. લક્ષ્મણ રાવ ની લારી પર આવતા લોકો ચા ની ચૂસકી સાથે સાથે એમના પુસ્તકો ની ચૂસકી પણ પણ લઇ શકે છે. તેઓ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી ને પણ મળી ચુક્યા છે અને એમના પર લેખલ પુસ્તક ખાસ્સું પ્રખ્યાત પણ થયેલું.

કોઇપણ પુસ્તક ને પ્રકાશિત કરવા માટે એક પ્રકાશક ની જરૂર પડે છે. તેમના પુસ્તકો થી તેમને એટલી કમાણી નથી થતી પરંતુ એમના લખવાના શોખ ને કારણે તેઓએ અત્યાર સુધી માં 12 પુસ્તકો લખ્યા છે. પોતાના ભાગ્ય ને દોષ આપવાના બદલે એ પૂરી મહેનત થી ચા વેચે છે અને પુસ્તક લખે છે એક મોટા પ્રકાશક ની રાહ માં.

લક્ષ્મણ રાવ નું કહેવું છે કે,” જયારે હું પ્રકાશક ને મારા વિષે કહું છુ તો તેઓ મને ભગાવી દે છે અથવા જો કોઈ પ્રભાવિત થાય છે તો તેઓ પૈસા ની માંગ કરે છે જે મારી પાસે નથી.”

રાવ એ એમના ગામ ના એક યુવાન પર પુસ્તક લખેલું “રામદાસ”. એ યુવાન એ આત્મહત્યા કરેલી અને રામદાસે એ યુવાન ને એમના પુસ્તક માં અમર કર્યો. ત્યારે રાવ એક વિધાર્થી હતા. એમના એ પુસ્તક ની 2500 કોપી વેચાઈ ગઈ છે આ પુસ્તક ઘણુંખરું પ્રખ્યાત થયેલુ અને એ પણ કોઇપણ પ્રકાર ના માર્કેટિંગ વગર. તમને જાણી ને આશ્ચર્ય થશે કે રાવ ની માતૃભાષા મરાઠી છે છતાં પણ તેઓ હિન્દી માં જ લખે છે. એમનું પુસ્તક “રેનું” પણ ખુબ ચર્ચાયેલ જે તેમના ગામ પર જ આધારિત છે.

એમના ઘણાખરા પુસ્તકો દિલ્લી ની ઘણીબધી સ્કુલ એ ખરીદેલા જેના થી એમનું નામ ખુબ ચર્ચાયેલું. તેમના પુસ્તકો ની એક ખાસ વાત એ છે કે એ પુસ્તકો નું કવર હંમેશા બ્લેક એન્ડ વાઈટ જ હોય છે કે જે હંમેશા શેક્સપીયર ના પુસ્તકો અમ જોવા મળે છે.

રાવ ની ચા ની લારી એક રોડ ના કિનારા પર છે જેને કારણે તેમણે પોલીસ નો સામનો કરવો પડતો અને ઘણીવાર તો તેઓને લારી લઈને ભાગવું પડતું પરંતુ જ્યારે તેઓને રાવ વિષે ખબર પડી ત્યારથી તેઓ પણ રાવ ની ઇઝ્ઝત કરવા લાગ્યા. 2009 માં તેઓ ને પ્રતિભા પાટીલે મળવા માટે બોલાવેલા.

રાવ જેવા લોકો ને જોઈએ ત્યારે ખરેખર દિલ માં કંપારી છુટે કે આટલા પ્રતિભાશાળી વ્યક્તિ ને જીવન જીવવા માટે એક ચા ની લારી ચલાવવી પડે? શું ભારતદેશ માં કોઈ પ્રકાશક એવો નહી હોય જેને રાવ જેવા ટેલેન્ટ ને શોધી એમને એમના મુકામ સુધી પહોચાડવા નો વિચાર આવતો હોય? શું તેઓ એક ચા ની લારી ચલાવે છે એટલા માટે કોઈ પ્રકાશક તેમની પાસે નહિ આવતો હોય?

આશા કરીએ કે આપણા માધ્યમ થકી કે પછી કોઈઓર સોશિયલ મીડિયા ના માધ્યમ થકી રાવ ની સ્ટોરી વધુ ને વધુ શેર થાય અને કોઈ પ્રકાશક ના દિલ ને રાવની મહેનત અને પેશન ટચ કરી જાય.

લેખક : વિશાલ લાઠિયા (સુરત)

આપ સૌને આ પોસ્ટ કેવી લાગી, કોમેન્ટ માં અચૂક કહેજો !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *