શ્રાવણ મહિનાનું નામ પડતા જ અનેક લોકો ખુશ થઈ જાય છે. કેમ કે હિન્દુ ધર્મની અંદર શ્રાવણ માસ ખૂબ જ પવિત્ર મહિનો ગણવામાં આવ્યો છે. કેમકે આ માસની અંદર અનેક પ્રકારના વારો અને તહેવારો આવતા હોય છે. હિન્દુ ધર્મની અંદર શ્રાવણ મહિનાને ભગવાન શંકરનો મહિનો કહેવામાં આવે છે. કેમકે આ સમગ્ર મહિનો ભગવાન શંકરની ભક્તિ માટે સમર્પિત કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનાની અંદર વિવિધ વ્રત પણ આવે છે જેના દ્વારા લોકો ભગવાનની ભક્તિ કરે છે.
શ્રાવણ મહિનાના સોમવારનું વિશિષ્ટ મહત્વ છે. કેમ કે આ વારે લોકો પૂરી શ્રદ્ધાથી ભગવાન શંકર માટે વ્રત રાખે છે અને પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા માટેની પ્રાર્થના કરે છે. મોટા ભાગના લોકો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ઉપવાસ રાખે છે. તથા ભગવાન શિવના દર્શન કરવા માટે જાય છે. પરંતુ આ શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ઉપવાસ કરવા ઉપરાંત બીજી વસ્તુઓ કરવામાં આવે તો તમારા ઘરમાં સદા ને માટે ખુશીઓ નો વાસ થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી 7 વસ્તુઓ વિશે કે જેઓ શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ખરીદવામાં આવે તો તમારા ઘરમાં થશે ખુશીઓનો વાસ.
ચાંદીનો નંદી
નંદી એ ભગવાન શંકરનું વાહન છે. આથી જો શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસે તમારા ઘરમાં ચાંદીના નંદિની પ્રતિષ્ઠા લાવવામાં આવે તો તમારા ઘર માટે ખૂબ જ શુભ સાબિત થાય છે. કેમકે એ શક્તિ અને કર્મનિષ્ઠતા નું પ્રતીક છે. આથી શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ચાંદીના નંદિની ખરીદી કરવામાં આવે તો તમારા ઘરમાં ખુશીઓનું વાસ થાય છે.
ત્રિશુલ
શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ચાંદીના ત્રિશુલ ની ખરીદી કરવામાં આવે તો તે આખું વર્ષ આવનારી ખરાબ પરિસ્થિતિઓ તે તમારું રક્ષણ કરે છે અને તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.
ડમરુ
આપણે તરત લોકો જાણીએ છીએ કે ડમરુ ભગવાન શિવને પ્રિય વાજિંત્ર છે. ભગવાન શિવને ડમરુ વગાડવું ખૂબ જ ગમે છે. આથી જ શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસે ડમરુ ઘરમાં લાવવામાં આવે અને ત્યારબાદ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે તે ડમરુ કોઈ બાળકને ભેટ કરી દેવામાં આવે તો તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
શિવ મંદીર ની ભસ્મ
શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસે કોઈ પણ શિવ મંદિરમાં થી ત્યાં રહેલી ભસ્મ તમારી સાથે ઘરે લાવવામાં આવે અને ત્યારબાદ આખો શ્રાવણ મહિનો તે ભસ્મ દ્વારા તમારા કપાળ પર તિલક કરવામાં આવે તો તે તમારાં મનને શુદ્ધ કરે છે તથા મનમાં રહેલા નકારાત્મક વિચારોને દૂર કરે છે.
ચાંદીનો સાપ
આપણે દરેક લોકો જાણીએ છીએ કે ભગવાન શંકર ના ગળા માં સાપ જોવા મળે છે. આથી જો શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસે ચાંદીના સાપ નુ જોડું ઘરે લાવવામાં આવે અને ત્યારબાદ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે તેને કોઈ મંદિરની અંદર પધરાવી દેવામાં આવે તો તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.
રુદ્રાક્ષ
જો શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસે તમે રુદ્રાક્ષ ધારણ કરો તો તેનાથી ભગવાન શંકર તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે તથા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.
જલપાત્ર
શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસે જો ઘરમાં ત્રાંબાનું જલપાત્ર લાવવામાં આવે તથા તેની અંદર ગંગાજળ અથવા તો બીજું કોઈ પણ પવિત્ર જળ ભરવામાં આવે તો તેના કારણે તમારા ઘરની અંદર રહેલી ધન સંબંધી દરેક સમસ્યાઓ દૂર થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.