મહિલાઓ સ્વસ્થ રહેવા માટે ઘણાબધા પ્રકારના પ્રયોગો કરે છે જેનાથી એમનો ચહેરો અને શરીર તંદુરસ્ત રહે.તમજ ઘણીબધી સ્ત્રીઓ વર્કઆઉટ કરવા જીમ પણ જાય છે.આ સિવાય ડાઇટીંગ પણ એક સારો ઉપાય બની શકે છે. તો આજે અમે લાવ્યા છીએ કેટલાક ખોરાક નું લીસ્ટ જેનું સેવન કરવાથી મહિલાઓ ને ખુબજ ફાયદા થશે.
અનાજ
અનાજ ની અંદર દરેક પ્રકાર ના પોષક તત્વો હોય છે જેમ કે ફાયબર, વિટામિન્સ, કેલ્સિયમ અને પ્રોટીન.આખા અનાજ નું સેવન કરવા થી મહિલાઓ ના શરીર ને જરૂરી ઉર્જા મળી રહે છે. તમજ વજન ઘટાડવા આખા અનાજનો ઉપયોગ કરી શકો છો.તમે આખા અનાજમાં ઘઉં,અને બ્રાઉન ચોખા નો ઉપયોગ કરી શકો છો.
શાકભાજી
મહિલાઓ એ પોતાના આહાર માં લીલા શાકભાજી નો વધુ ઉપયોગ કરવો જોઈએ. લીલા શાકભાજી ની અંદર કેલેરી ની માત્ર ઓછી હોય છે અને તે શરીર ને પોટેસીયમ, વિટામીન અને ફાઈબર ની પુરતી કરે છે. જેમકે પાલક, પાનકોબી, કારેલું આ શાકભાજી ખાવાથી ખુબજ પ્રમાણમાં પોષણ મળે છે.
ફળો
મહિલાઓ એ સ્વસ્થ રહેવા રોજ ૧ ફળ આરોગવું જોઈએ. જો ફળ ના લઇ શકો તો ૧ ગ્લાસ જયુશ પીવું જોઈએ. ફળો ની અંદર વિટામીન, કેલશ્યમ અને ફાયબર હોય છે. અને તે આપણી રોગ-પ્રતિકારક શક્તિ વધારે છે
સલાડ
ભોજન સાથે અથવા ભોજન પછી સલાડ ખાવું જોઈએ.આવું કરવાથી વધુ પડતો આહાર લેવાતો નથી અને તે તમારો વજન ઓછુ કરવામાં મદદ થશે.
દુઘ અને દહીં
દૂધ અને ધી ને તમારા ડાયટ પ્લાન ની અંદર ઉમેર્વુજ જોઈએ કેમકે તેમાંથી આપણને ભરપુર પોષણ મળી રહે છે.
પાણી
મહિલાઓ એ વધુમાં વધુ પાણી પીવું જોઈએ. પાણી પીવા થી શરીરમાંથી ખરાબ તત્વો નો નિકાલ થાય છે અને તે શરીર ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.વધુ પાણી પીવા થી ભોજન ને પણ અસર થશે અને તમારો વજન ઓછો થશે. તમે લીધેલ ભોજન વચ્ચે ઓછામાં ઓછો 6 કલાક નો સમય હોવો જ જોઈએ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.