આપણે સૌ ગુજરાતીઓ ને મીઠાઈ તો બહુજ પસંદ આવે તો આજ અમે આપ સૌ માટે લાવ્યા છીએ સોન પાપડી ની રેસેપી. તમને જો એવું લાગતું હોય કે સોન પાપડી ઘરે બનાવવી ખુબજ અઘરું કામ છે તો એવું નથી. તમે પણ બનાવી શકશો ઘરે બજાર જેવીજ સોન પાપડી.
કેટલા વ્યક્તિ : 2-4
સમય : 15 થી ૩૦ મિનીટ
જરૂરી સામગ્રી
- 2 કપ ખાંડ
- 1 કપ મેદો
- 1 કપ ચણા નો લોટ
- 1 ½ કપ ઘી
- 2 ચમચી દૂધ
- 1 ½ કપ પાણી
- 1 નાની ચમચી એલચી નો પાવડર
- ૩ મોટા વાટકા જીણા કાપેલા પીસ્તા બદામ
સોન પાપડી બનવવાની રીત
- સૌ પ્રથમ એક વાસણ અંદર ધીમા તાપમાને ઘી ને ગરમ કરો.
- ઘી ગરમ થયા પછી એમાં મેદો અને ચણાનો લોટ નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી સેકો.
- એ મિશ્રણ ને થોડો સમય ઠંડુ થવા રેહવા દો.
- હવે બીજા વાસણ ની અંદર દૂધ પાણી અને ખાંડ મિક્ષ કરી અને ચાસણી બનાવી લો.
- આ મિશ્રણ ને ઉકાળી ને બે તાર ની ચાસણી બનાવો.
- હવે આ ચાસણી ની અંદર સેકેલી વસ્તુઓ મિક્ષ કરો અને સરખી રીતે મસરો.
- હવે એક થાળી ની અંદર થોડું ઘી લગાવી એ થાળી અંદર આ મિશ્રણ ને સરખી રીતે ફેલાવી દો અને એના ઉપર બદામ પીસ્તા લગાવી દો.
- ઠંડુ થયા પછી ચાકુ ની મદદ થી અલગ અલગ પીસ માં કાપી લો. બસ તૈયાર તમારી સોન પાપડી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.