આપણા ધર્મ ગ્રંથમાં ભગવાન શિવને સમગ્ર જગતનાં પિતા કહેવામાં આવ્યા છે, કારણ કે ભગવાન શિવ સર્વવ્યાપી અને સંપૂર્ણ બ્રહ્મ છે. શિવનો અર્થ થાય છે ‘કલ્યાણકારી’. લિંગનો અર્થ છે ‘સર્જનકર્તા’. સર્જનહારનાં રૂપમાં અને ઉત્પન્ન કરનાર શક્તિનાં ચિન્હ તરીકે લિંગની પૂજા કરવામાં આવે છે.
ભગવાન શંકરની લિંગનાં મૂળમાં બ્રહ્માં, મધ્યમાં વિષ્ણુ અને સૌથી ઉપર મહાદેવ બિરાજે છે. શિવપુરાણમાં ઘણાં મંત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ મંત્રો માનવ કલ્યાણ માટે ખુબજ ઉપયોગી સાબિત થાય છે. મંત્રો ઇચ્છાઓ પૂર્ણ કરવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. સ્નાન પછી પશ્ચિમ દિશા તરફ મુખ કરીને કરવામાં આવેલા મંત્ર-જાપ ધન, વૈભવ અને કિર્તી લાવે છે.
ભગવાન શિવને પ્રિય એવી રુદ્રાક્ષની માળા લઇને પોતાની ઇચ્છા અનુસાર શિવ મંત્રનો જાપ કરવો. મહામૃત્યુંજયનો જાપ કરવાથી આ મુશ્કેલીઓ દૂર થાય છે.
ઓમ… ત્રમ્બકં યજામહે, સુગન્ધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બન્ધનાન મૃત્યોર્મોક્ષિય મામૃતાત:
ઉપર દર્શાવેલ ભગવાન શિવના આ મંત્રનાં જાપથી કુંડળીનાં અનેક દોષો પર રોક લાગે છે જેમ કે માંગલિક દોષ, નાડી દોષ, કાલસર્પ દોષ, ખરાબ નજર દોષ, રોગ, ખરાબ સ્વપ્ન, લગ્નજીવનમાં સમસ્યાઓ, સંતાન ના થવું વગરે. આ મંત્ર જીવન આપે છે. મૃત્યુનો ડર સમાપ્ત થાય છે અને આયુષ્યમાં વધારો થાય છે.
ભગવાન શંકરના આ મહામૃત્યુંજય મંત્રને કારણે અસાધ્ય રોગોથી પણ છૂટકારો મળે છે. આ મંત્ર દરેક બીમારીને દૂર કરવાનું શસ્ત્ર છે. આ મંત્રને કારણે ત્વાચામાં આકર્ષણ ઉત્પન્ન થાય છે. આ મંત્રથી ધન-દૌલતમાં લાભ થાય છે અને જીવન વૈભવી રીતે પસાર થાય છે. સમાજની અંદર મોભો વધે છે. નિ:સંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.