શુ તમને પણ RO નુ પાણી પીવાની ટેવ તો નથી ને તો થઇ જાજો સાવધાન! થઇ શકે છે ભયંકર બીમારીઓ

દોસ્તો આપને ત્યાં જળ જ જીવન છે, પણ આપણા ઉપયોગમાં લેવાતું આ જ જળ RO દ્વારા ફિલ્ટર થાય છે કે બોટલિમાં બંધ થઈને હજાર ગણી વધારે કિંમત થી વેચાય છે તો આ તમારા જીવનને ખતરામાં પણ નાખી શકે છે. જો તમારા કે તમારા કોઈ મિત્રના ઘર પર RO લાગેલ છે અથવા હંમેશા તમે ઘર માંથી બહાર જવા પર બોટલમાં મળવા વાળું પાણી પીવાનું પસંદ કરો છો. તો આજના આ લેખને અંત સુધી જરૂર જુઓ.

આપને ત્યાં દરેક જગ્યાએ બોટલમાં મળતું પાણી એટલું સુરક્ષિત નથી જેટલું તમે તને સમજો છો. ઘણા લોકો આ વાતને જાણે પણ છે તો પણ તે ઘરમાં RO લગાડવું અને બહાર બોટલનું પાણી પીવાનું એક ફેશન બની ગયું છે.

મોટેભાગે લોકો એવું વિચારતા હોય છે કે પાણી જેટલું મીઠું હોય છે તેટલું જ વધારે સાફ અને સારું હોય છે. પરંતુ પાણીની ગુણવતાને ટોટલ ડીઝોલ્ટ સૉલિડર્સ (Total Dissolved Solids) એટલે TDSમા માપવામા આવે છે. જે તમને એ જણાવે છે કે પાણીમાં એટલા ટકા મિનરલ્સ હોય છે. સામાન્ય TDS ૨૫૦-૩૫૦ હોય તો આ સૌથી સારું માનવામાં આવે છે પણ ૨૦૦-૪૦૦ ની પણ ખરાબ હોતુ નથી.

RO ના પાણીમાં TDS હોય છે સાવ ઓછું:

RO અને બોટલમા મળતા પાણીનુ TDS સાવ ઓછુ હોય છે અને મોટાભાગના લોકોને પાણીનો સ્વાદ મીઠો લાગે એટલા માટે પોતે જ ઘરમા લાગેલ RO થી TDS ઓછુ કરાવે છે. ૧૫૦ થી ઓછું TDS વાળું પાણીમાં આવશ્યક મિનરલ્સની માત્રા ખુબ ઓછી થઇ જાય છે.

ઘણીવાર સ્વાદમાં વધારે મીઠું લાગવા વાળું પાણીનું TDS ૧૦૦ થી પણ ઓછું હોય છે. ૧૦૦ થી ઓછું TDS પાણી આપણાં હ્ર્દયના સ્વાસ્થ્ય માટે ખુબ નુકશાનકારક છે. અને આનાથી હાર્ટફેલ થવાનો ખતરો પણ વધી જાય છે. આના સિવાય ઓછું ટીડીએસ વાળું પાણી આપણા વાળના ગ્રોથ અને શરીર હોર્મોંર્સ પણ ખરાબ પ્રભાવ નાખે છે.

જયારે પાણી RO દ્વારા ફિલ્ટર થાય છે તો તેમાંથી ૯૦ ટકા જેટલા મિનરલ્સ નીકળી જાય છે. આવી રીતે જયારે બોટલમાં પાણી ભરવાના પહેલા આને રિવર્સ ઓસ્મોસિસ (RO) પ્રોસેસ દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે તો પાણી બોટલમાં જવાના પહેલા જ પોતાની ગુણવત્તા પુરી રીતે ગુમાવી નાખે છે. અને મિનરલ્સના નામ પર આમાં કાઈ પણ હોતું નથી. તો પણ બોટલમાં મળવા વાળા પાણીને મિનરલ વોટર કહેવામાં આવે છે. છે ને હાસ્યસ્પદ બાબત.

બોટલમા મળતા આ પાણીમા મિનર્સ નહિ હોવવાના કારણે દેશની હેલ્થ ઓર્ગાનીજેસન દ્વારા પેકેજીંગ પર મિનરલ વોટર લખવામાં રોક લગાવી દેવામાં આવી છે. એટલા માટે હવે પાણીની બોટલ પર મિનરલ વોટરની જગ્યા પર પેક્ડ ડ્રિન્કીંગ વોટર લખવામાં આવે છે. જોયું આપણે હજુ પણ એણે મિનરલ વોટર જ કહીએ છીએ. આવે બોલવામાં સુધારો કરી દેજો.

સામાન્ય રીતે ફિલ્ટર વગરના પાણીમા કેલ્શિયમ, મેગ્નેસિયમ અને આયર્ન જેવા આવશ્યક મિનરલ્સ પણ જોવા મળે છે. જે આપણા હાડકા, પેટ અને મગજ માટે ખુબ જરૂરી હોય છે અને સાથે સાથે આના કારણે જ આપણી ભૂખ અને તરસમાં શાંતિ થાય છે પરંતુ બોટલમા મળતા પાણીમા આ પ્રકારના મિનરલ્સ જોવા મળતા નથી. જેના કારણે આપણા શરીરમાં ધીરે ધીરે કેલ્શિયમ, મેગ્નેસિયમ અને આયર્ન જેવા આવશ્યક મિનરલ્સની કમી થવા લાગે છે.

RO માં જયારે પાણી ગળાય છે તે સાથે તેમાં પ્લાસ્ટિક પણ મિક્ષ થતું જાય છે. બોટલમા બંધ પાણી જયારે તડકાના સંપર્કમાં આવે છે અથવા વધારે દિવસ સુધી રાખવામા આવે છે તો આમાં પણ લાસ્ટિક મિક્ષ થતું જાય છે. પાણીમાં પ્લાસ્ટિક મિક્ષ હોવાના કારણે કેન્સર અને કિડની ફેલ જેવી સમસ્યા થઇ શકે છે. તમે આત્યારે જોઈ શકો છો કે આ બધી સમસ્યા કેટલા હદ સુધી વધી છે.

આ ઉપરાંત બોટલમા મળતા પાણીમા ક્લોરીન અને ક્લોરાઇડ નામના હાનિકારક કેમિકલ પણ હોય છે જે સાદા પાણીમાં હોતા નથી. હાનિકારક કેમિકલ્સની અધિકતા અને મિનરલ્સની કમીના કારણે બોટલમાં મળતું પાણી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે અને આના કારણે વાળ ખરવા, ટાલિયાપણું, દાંતમાં કમજોરી, ચહેરા પર કરચલીઓ અને પેટથી જોડાયેલી ઘણી સમસ્યા થઇ શકે છે.

હવે શું કરવું? :

જો તમે ROનો ઉપયોગ કરો છો તો તમે તમારું RO નું ટીસીએસ ૨૦૦ થી ૩૫૦ ના વચ્ચે જ સેટ કરાવો. ફિલ્ટર થયા પછી તે પાણીને કોઈ તાંબા, સ્ટીલ કે માટીના વાસણમાં રાખી દો અને હવે પાણીનો ઉપયોગ તેમાંથી જ કરવાનો છે. બોટલમાં મળવા વાળું પાણી પુરી રીતે બંધ કરી નાખો. કેમ કે તેમાં રહેલું પ્લાસ્ટિક વાળું પાણી આપવા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે સાથે આની બોટલથી જ ઘણા પ્રકારની બીજી સમસ્યા જોડાયેલી હોય છે.

પાણી ભારવા માટેના માટીના વાસણની ખાસ વાત એ છે કે તે કુદરતી ફિલ્ટરનું કામ કરે છે. જો તેમાં વધારે ટીડીસ વાળું પાણી નાખવામાં આવે છે તો તે તેમાંથી મિનરલ્સ નીકાળી નાખે છે. જો ઓછું ટીડીએસ વાળું પાણી નાખવામાં આવે છે તો તે મિનરલ્સ વધારી નાખે છે. પાણી આમ પણ આપણા સ્વસ્ય માટે ખુબ જરૂરી હોય છે.

જો જીવન રૂપી આ જળને યોગ્ય રીતે અને યોગ્ય નિયમ અનુસાર પીવામાં આવે છે તો ઘણી બીમારીઓમાં આ દવાઓ કરતા પણ વધારે શ્રેષ્ઠ બની જાય છે. જો પાણી પીવા સમય કેટલીક આવશ્યક વાતો પણ ધ્યાન નહિ આપવામાં આવે તો આ જ પાણી આપણા શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ અને કમજોરીઓને પણ જન્મ આપી શકે છે.

અનેક લોકોને આજે RO અને બોટલના પાણીથી સમસ્યામાં વધારો થયો છે તો આ લેખ તમના સુધી પહોચાડવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *