પૃથ્વી પર લાખો પ્રકારના જીવો અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આ દરેક જીવોમાં મનુષ્ય માત્ર એક પ્રાણી છે કે, જેની પાસે બોલવાની શક્તિ છે. આથી જ મનુષ્ય પોતાની બોલચાલ દ્વારા એકબીજા સાથે પોતાના મનની વાત રજૂ કરી શકે છે. તથા એકબીજાના સુખ-દુઃખનો ભાગીદાર બની શકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જો કોઈ વ્યક્તિ સદંતર એક વર્ષ સુધી મૌન વ્રત ધારણ કરે એટલે કે, કશું જ ન બોલે તો તેનું શું પરિણામ આવી શકે છે?
વિચારોના આદાન-પ્રદાન માટે વ્યક્તિઓનું બોલવું-ચાલવું ખૂબ જ જરૂરી છે. પરંતુ જો કોઈ વ્યક્તિ સતત એક વર્ષ સુધી પોતાના મોંમાંથી એક પણ શબ્દ ઉચ્ચારે તો તેનું શું પરિણામ આવી શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ વસ્તુ કરવાના આમ પરિણામ જે જાણીને તમે પણ રહી જશો દંગ.
જો કોઈ વ્યક્તિ સતત એક વર્ષ સુધી મૌનવ્રત પાળે તો, આમ કરવાથી તે પોતાની બોલવાની શક્તિ ગુમાવી શકે છે. જી હા સતત એક વર્ષ સુધી મૌન રહેવાના કારણે વ્યક્તિ શબ્દોના ઉચ્ચારણ કરવાનું ભૂલી જાય છે. તથા બોલતી વખતે તેની જીભ પણ લડાવવા છે. તે શબ્દોનું યોગ્ય રીતે ઉચ્ચારણ પણ કરી શકતો નથી.
એક રિસર્ચ પ્રમાણે સતત ન બોલવાના કારણે વ્યક્તિના અવાજ જાડો કે પાતળો પણ થઈ શકે છે. વૈજ્ઞાનિકો ની શોધ માં એવું તારણ નીકળ્યું છે કે, સતત એક વર્ષ ન બોલવાના કારણે લોકો પોતાના વિચારો ની અભિવ્યક્તિ કરી શકતા નથી. આથી દરેક વાત તેના મનમાં દબાઈ રહે છે. જેના કારણે તેનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. જે તેના ચહેરા પર સાફ જોઈ શકાય છે.
આમ ટૂંકમાં વાત કરીએ તો સતત એક વર્ષ સુધી મૌન ધારણ કરવાના કારણે વ્યક્તિ પોતાની બોલવાની શક્તિ પણ ગુમાવી શકે છે. પોતાની બોલવાની તથા ઉચ્ચારણ કરવાની રીત પણ ગુમાવી શકે છે. પોતાના અવાજનો જાડાપણું કે પતલા પણુ પણ ગુમાવી શકે છે કુલ મિલકર વ્યક્તિ સતત એક વર્ષ મૌન ધારણ કરવાના કારણે પોતાના સ્વાસ્થ્ય માટે હાનીકારક જોખમોને વહોરી લે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.