શું તમે જાણો છો તમારા ભોજનનો સ્વાદ વધારતી અડદની દાળ બનાવી શકે છે તમને ધનવાન?

અડદની દાળ વિશે લગભગ આપણે બધાએ સાંભળ્યું જ હશે. તથા દરેકના ઘરમાં અડદની દાળમાંથી બનતા અનેક વ્યંજનો ખાવામાં આવતા હશે. અડદની દાળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, અને તેમાં પણ ખાસ કરીને શિયાળામાં અડદની દાળનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ શક્તિવર્ધક છે. અને આથી જ કદાચ આપણે શિયાળામાં અડદિયા પાક ખાવાનું વધુ પસંદ કરીએ છીએ.

શું તમે જાણો છો તમારા જીભનો સ્વાદ વધારતી આ અડદ ની દાળ તમને બનાવી શકે છે ધનવાન..! જી હા, જાણીને તમને નવાઈ લાગશે કે અડદની દાળ ના અમુક એવા ઉપાય જે તમારી ભાગ્યની રેખા બદલાવી શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અડદની દાળના કંઈક એવા જ ઉપાય જે તમારી ગરીબી તો દૂર કરશે જ પરંતુ સાથે સાથે જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે.

શું છે તેના ઉપાય?

દુર્ભાગ્ય દૂર કરવા માટે
શનિવાર ને ભગવાન શનિનો વાર ગણવામાં આવે છે. તથા લોકો ગમે તેમ કરીને ભગવાન શનિના પ્રકોપથી બચવા માંગતા હોય છે. જો તમે પણ ભગવાન શનિને ખુશ કરવા માંગતા હો તો શનિવારના દિવસે કરો આ ઉપાય. શનિવારની સંધ્યાકાળે અડદના આખા દાણા પર થોડું દહીં અને સિંદુર લગાવી તેને પીપળાના ઝાડની નીચે મૂકી દો.

આવું એકધારા ૨૧ દિવસ સુધી કરવું. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પીપળના વ્રુક્ષ નીચે દાણા મૂક્યા બાદ ઘરે જતી વખતે પાછળ ફરીને જોવું નહીં. સતત 21 દિવસ આ ઉપાય કરવાથી તમને દરિદ્રતામાંથી છુટકારો મળશે તથા મા લક્ષ્મીની કૃપા સદાયના માટે તમારા પર બની રહેશે.

તમે અઢળક ધન કમાવ છો છતાં પણ તે તમારી પાસે તે ટકતું નથી અને તમે ગરીબ ના ગરીબ જ રહો છો? તો તમારે જરૂર છે આ ઉપાય કરવાની. આ માટે શનિવારના દિવસે તમારા બેડ નીચે એક વાસણમાં સરસવનું તેલ રાખો.

ત્યારબાદ બીજા દિવસે સવારે આ તેલમાં અળદની દાળ ના ગોટા બનાવી કૂતરાઓને કે બીજા કોઇ ગરીબોને ખવડાવી દો. આમ કરવાથી તમારા ઘરમાં રહેલી દરિદ્રતા દૂર થશે અને માતા લક્ષ્મી સદાયના માટે તમારા પર કૃપા વરસાવશે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *