આપણું શરીર અનેક અંગોને જોડીને બનાવવામાં આવ્યું છે. કિડની ને આપણા શરીરનું પ્રમુખ અંગ છે જે લોહીને સાફ કરી આપણા શરીરમાંથી નુકશાનકારક પદાર્થોને બહાર કાઢવાનું કાર્ય કરે છે.
આપણા શરીરમાં બે કિડની હોય છે જેમાં થી જો કોઈ એક પણ કામ કરવાનું બંધ કરી દે તો આપણે બીજી કિડનીના સહારે જીવી શકીએ છીએ, પરંતુ એક કિડની પર રહેવું થોડુ મુશ્કેલ હોય છે. જો સમય રહેતા આપણને તેમાં સર્જાયેલી ખામી વિશે જાણ થઈ જાય તો તેની સારવાર કરી તેને ઠીક કરી શકાય છે.
જો ક્યારેય તમને પેટની ડાબી કે જમણી બાજુ અસહ્ય દુઃખાવો થાય છે, તો તેને સામાન્ય ન ગણો, કેમકે આ કિડનીમાં પરેશાનીનો ઈશારો હોઈ શકે છે.
કિડની ખરાબ થવાના કરને શરીરમાં અનેક હાનિકારક પદાર્થ જમા થવા લાગે છે, જેના કારણે હાથ પગમાં સોજા આવવા લાગે છે. આ ઉપરાંત પેશાબનો રંગ ઘાટો થવો કે રંગમાં બદલાવ આવે એ પણ તેના સંકેત છે.
જો તમને પેશાબ દરમ્યાન લોહી આવે તો એવામાં તમારે બિલકુલ લાપરવાહી ન રાખવી જોઈએ. તમારે તરત કોઈ યૂરોલોજિસ્ટને બતાવવું જોઈએ.
જો અચાનક વધુ સમય માટે અને વારંવાર પેશાબ આવે, પેશાબ કરતી વખતે બળતરા કે બેચેની અનુભવાય છે તો આ કિડનીમાં કોઈ પ્રકારની બીમારીનો ઈશારો છે. જો તમને પેશાબનો એહેસાસ થાય છે અને જવા પર તમને પશાબ આવતો નથી તો આ પણ કિડની ખરાબ થવાનો સંકેત છે.
નાના-મોટા કાર્ય કર્યા બાદ અશક્તિ કે થાકનો અહેસાસ થવો કે હોર્મોનનું સ્તર નીચુ જવું તે કિડનીમાં કોઈ બીમારીનું લક્ષણ છે.