શું તમારે પણ શરીર પર આવેલા મસામાંથી છૂટકારો મેળવવો છે? તો કરો આ ૧૦ ઘરેલુ ઉપચાર..!

મસા એ શરીરમાં રહેલા અમુક એવા કાળા ડાઘ છે જે દુખતા નથી પરંતુ જો તે ચહેરા ઉપર થયા હોય તો ચહેરાની સુંદરતાને બગાડી નાખે છે. ઘણા લોકોને જન્મજાત જ શરીર ઉપર મસા હોય છે. મસા થવાનું મુખ્ય કારણ છે ચામડીમાં પેપીલોમા વાયરસનું સંક્રમણ, જેના કારણે શરીર ઉપર નાના નાની ગાંઠો થાય છે. જેને આપણે મસા તરીકે ઓળખીએ છીએ.

સામાન્ય રીતે મસા ચહેરા પર ગરદન પર અથવા તો શરીરના બીજા કોઈ પણ ભાગમાં થઈ શકે છે. મસામાં કોઈ પણ જાતનો દુખાવો થતો નથી, પરંતુ અમુક મસા એવી જગ્યાએ હોય છે જે તમારા ચેહરાની સુંદરતા ને બગાડી નાખે છે. આથી તેનો ઈલાજ કરવો ફરજીયાત બને છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલુ નુસખા જેથી તમે તમારા ચહેરા પર આવેલા આ અણગમતા મસાને અવશ્ય દૂર કરી શકશો.

1. દરરોજ બેથી ત્રણ વાર ડુંગળીના રસને મસા પર લગાવવાથી મસા જળમૂળમાંથી નાશ પામે છે. અને ચહેરો ખીલી ઉઠે છે.
2. જો તમારા ચહેરા પર ખુબ નાના નાના મસા થયા હોય તો તેના પર કાજુની છાલનો લેપ લગાવવાથી આ મસા દૂર થાય છે , અને ચહેરા પર ચમક આવે છે.

3. મધને ઉત્તમ એન્ટિઓક્સિડન્ટ માનવામાં આવે છે આથી મધ અને લીંબુના રસને મિક્સ કરી ચહેરા પર લગાવવાથી મસા ધીમે ધીમે દૂર થઈ જાય છે. આ એક ફચે પેક જેવું કામ આપશે.
4. વડલા ના પાનનો રસ મસાનો ઉપચાર માં ખૂબ જ ઉપયોગી છે.

5. મસાને જડમૂળમાંથી દૂર કરવા માટે મસા ઉપર કુવારપાઠાના રસમાં ડુબાડેલ રૂનું પોતું મૂકી તેના પર બેન્ડેજ લગાવી દેવી. આમ કરવાથી ત્રણથી ચાર અઠવાડિયામાં તમારા મસા સાફ થઈ જશે.
6. મસા પર એપલ સાઇડર વિનેગર લગાવવાથી મસા નાના-નાના ટુકડા થઈ અને દૂર થઈ જશે.

7. મસાને દૂર કરવા માટે તમે અગરબત્તીનો ઉપયોગ પણ કરી શકો છો આ માટે એક અગરબત્તી સળગાવી તેના સળગતા ભાગને મસા પાસે અડાડો અને પછી તરત જ દૂર લઈ લો આમ કરવાથી નસો સુકાઈ ને નીચે પડી જશે.
8. બટાકાની સ્લાઈસને મસા ઉપર રગડવાથી પણ મસા દૂર થાય છે.

9. ચુના અને ઘી ને સમાન માત્રામાં લઈ તેને બરાબર મિક્સ કરી દરરોજ દિવસમાં ત્રણથી ચાર વખત મસા ઉપર લગાવવાથી મસા જળમૂળમાંથી નાબુદ થાય છે.
10. આ રીતે ઘરેલુ ઉપચાર દ્વારા જ તમે આ મસાને જડમૂળમાંથી દૂર કરી શકશો.

લેખન અને સંકલન :- દિવ્યા રાવલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *