ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા પણ નકામા ખર્ચ માટે જવાબદાર હોઈ શકે છે, તેથી તેને તમારા ઘરમાંથી પહેલા તો દૂર કરવું જરૂરી છે. ભગવાન શ્રી કૃષ્ણએ આવી પાંચ બાબતો વિશે જણાવ્યું હતું કે, જેને ઘરમાં રાખવાથી નકામા ખર્ચ કરવા માં ઘટાડો થવાની સાથે સાથે સંપત્તિ વધે છે અને તમારું જીવન સુખદ અને કાર્યક્ષમ બની શકે છે.

મહાભારતની એક કથા મુજબ, જ્યારે પાંડવો તેમનો વનવાસ સમાપ્ત કરે છે, અને તેમના રાજ્ય હસ્તીનાપુર પાછા ફરે છે, ત્યારે પ્રજા ની માંગને ધ્યાનમાં રાખીને પંડવોના સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિરના રાજ્યને અભિષેક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ઘટનામાં દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજ્યાભિષેક દરમિયાન જયારે યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે રાજ્યને કુશળતા પૂર્વક કેવી રીતે ચલાવવું જોઈએ અને એવો રસ્તો બતાવો જેનાથી રાજ્યના કોઈ પણ ઘરમાં ગરીબી ન રહે અને બધા સમૃદ્ધ જીવન જીવી શકે.

ભગવાન શ્રીકૃષ્ણએ ત્યારે યૂધિષ્ઠિરના માધ્યમથી આખી દુનિયાના પ્રાણીઓને પાંચ બાબતો વિશે કહ્યું કે જેના દ્વારા દરેક મનુષ્યનું જીવન સુખદ અને સમૃદ્ધ રહેશે અને સાથે જીવન માં ક્યારેય ગરીબી નો સામનો નહિ કરવો પડે. ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર જો આ વસ્તુઓ ઘરમાં રાખવામાં આવે તો તમે નકામાં ખર્ચ અને ગરીબીથી ઘણા દૂર રહી શકો છો.

ચંદન : જો તમે પૈસાના દુરઉપયોગને ટાળવા માંગતા હોવ તો ઘરે ચંદનનું લાકડું જરૂર રાખવું. તેને ઘરની અંદર રાખવાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે, અને ઘરનું વાતાવરણ ખૂબ શાંતિ વાળું અને સુખદ રહે છે.

ઘી : ભાગવાન શ્રીકૃષ્ણને ઘી ખુબ જ પ્રિય છે. તેને ઘરે રાખવાથી ક્યારેય પણ ખાવા- પીવાની વસ્તુ ની કમી નથી રહેતી. ગાયના શુદ્ધ ઘી ને ઘરે રાખવું ખુબ જ શુદ્ધ ગણાય છે. સાથે સાથે દરરોજ ભગવાન ને શુદ્ધ દેશી ઘી નો દીવો કરીને પૂજા કરવાથી ઘરમાં આવતી આર્થિક મુશ્કેલી સમાપ્ત થાય છે.

પાણી : પાણી જીવનનો પર્યાય એટલે કે મહત્વપૂર્ણ છે. ભગવાન માટે પીતલ અથવા ચાંદીના વાસણમાં, પૂજાના સ્થળ પર પાણી જરૂર રાખવું જોઇએ. અને તે સમયે જો કોઈ મહેમાન ઘરમાં આવે તો તેને પાણી જરૂર પીવડાવવું જોઈએ. આમ કરવાથી ઘર માં નકામા ખર્ચ નથી થતા.

પાણી થી ભરેલી ડોલ : ઘરના બાથરૂમમાં રાખેલી ડોલ અથવા ટબ હંમેશાં સ્વચ્છ પાણીથી ભરેલ હોવા જોઈએ. ક્યારેય પણ તેને ખાલી ન રાખવું જોઈએ. તેનાથી કોઈને ગરીબી ક્યારેય નથી આવતી અને ત્યાં પુષ્કળ પૈસા પણ આવે છે.

વીણા : વીણા માતા સરસ્વતીનું વાદ્ય યંત્ર છે. માં સરસ્વતી જ્ઞાન અને આધ્યાત્મિકતાની દેવી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેમ માં સરસ્વતી કમળના ફૂલ પર બિરાજમાન હોય છે. અને જેમ કમળના ફૂલ કાદવ માં ઉગે છે, પરંતુ કાદવ કમળને સ્પર્શ કરી શકતું નથી. તેવી જ રીતે, ઘરમાં સરસ્વતીની વીણા રાખવાથી ગરીબી દૂર થાય છે અને નકામા ખર્ચા પર નિયંત્રણ આવે છે.