રાજકોટના આ વ્યક્તિ એ કરી અદભૂત શોધ !! વાસ્તુ કરતાં હજાર ડગલાં એડવાન્સ એવી વૈજ્ઞાનિક પદ્ધતિ..ખુબ ઉપયોગી !!

વૈદિક સિધ્ધાંતો, ઋષિ કાળથી ચાલી આવતી દિશાઓ પ્રમાણેની મકાન રચનાને હવે વૈજ્ઞાનિક સચોટ સમર્થન
રાજકોટના વાસ્તુ-જીઓ કન્સલ્ટન્ટ રાજેશ ભટ્ટએ આ દિશામાં કર્યા વ્યાપક સંશોધનો
અગાઉ આપણાં વડવાઓ જો ઘર નિર્માણ કરવા માંગતા હોય તો પોઝિટિવ જગ્યા શોધવા તેઓ શું કરતા હતા ? એક સીધોસાદો નિયમ હતોઃ ગાયો જ્યાં શાંતિપૂર્વક-નિરાંતે બેસે તે જગ્યાને શુભ માનવામાં આવતી. કહેવાતું કે, ત્યાં ગૃહિનિર્માણ થઈ શકે. ત્યારે એ વાત ધર્મ અને શ્રધ્ધા સાથે જોડવામાં આવતી,આજે તેને મુર્ખામી અને અંધશ્રાધ્ધા કહેનારાં અગણિત છે. આપણે ત્યાં કોઈને કૂતુહલ ભાગ્યે જ થાય છે, એ થાય તો નવી શોધ થાય. કારણ કે એ આવિષ્કારની જનેતા છે. આવું શા માટે ? શું આવું હોય? ન હોય તો શી રીતે પુરવાર કરું અને હોય તો શી રીતે સાબિત કરું ! આવા પડકારો મનમાં ઉદ્ભવે તો કદાચ દિમાગ જ એ ઝીલી લે એવું બને.

આવી ચેલેન્જ જર્મની અને ઓસ્ટ્રેલિયાના અનેકાનેક સંશોધકોએ સ્વીકારી.બરકતવાળી જગ્યા, શાતાવાળી જગ્યા અથવા મનહૂસ કે બુંદિયાળ જગ્યા…આવું બધું આપણે અગણિત વખત સાંભળ્યું છે પણ મોટાભાગે આપણે તેને ભૂત-પ્રેત-આત્મા સાથે અથવા ઈશ્વર-પીર-પયગમ્બર સાથે જોડી દઈએ છીએ.પિૃમના સંશોધકોએ વૈજ્ઞાાનિક પ્રયોગો થકી તેને નામ આપ્યું – જીઓપથિક સ્ટ્રેસ.

૧૯૬૦માં જર્મન સંશોધક ડો.અર્નેસ્ટ હાર્ટમેનએ આ દિશામાં ચિક્કાર પ્રયોગો કર્યા અને ખોળી કાઢયું કે, જમીન સપાટીથી ઊંડે અત્યંત દૂષિત પાણીના વહેણ, ફોલ્ટ લાઈન, ખનીજ કચરો વગેરે હોય તો તેની એક અદૃશ્ય રેખા રચાય છે.આવી રેખાઓ જ્યારે એકબીજાને છેદે-ભેદે ત્યારે એ ત્યાં રહેતા મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે અનર્થ સર્જે છે.રાજકોટના વાસ્તુ-જીઓ કન્સલ્ટન્ટ રાજેશ ભટ્ટ આ બાબતે છેલ્લાં ચાર વર્ષથી અભ્યાસ કરે છે, એ વિશેના અનેક આંતરરાષ્ટ્રીય સેમિનાર તેમણે એટેન્ડ કર્યા છે અને તે સંદર્ભના ગ્રંથોના થોથા ઉથલાવી નાંખ્યા છે. તેઓ કહે છે – ”આવી રેખાઓ પર ઘર હોય તો અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાતી રહે છે.ઘરમાં સતત માંદગી રહે છે, એક કરતાં વધુ વ્યક્તિને કેન્સર થઈ શકે છે, અનિંદ્રા,આર્થિક નૂકસાન અને ડિપ્રેશન જેવી ગંભીર સમસ્યાઓ સર્જાતી રહે છે.

પાયાનો પ્રશ્ન એ છે કે, જીઓપથિક સ્ટ્રેસની આ લાઈનો તમારા ઘરની નીચે કે વ્યવસાયકાળથી નીચે છેદાય છે કે કેમ તે જાણવાનો સરળ રસ્તો કયો ? આમ તો,કેટલીક બાબતો પરથી તમે અનૂમાન લગાવી શકો છો કે, તમારું સ્થળ જીઓપથિક સ્ટ્રેસ અથવા તો પૃથ્વીના વિકારનો ભોગ બન્યા છો. આ માટે ફ્રેન્ચ લોકો વર્ષો પહેલાં ઝાડની ડાળીથી ડાઉઝિંગ (આ પ્રક્રિયા માટેનો વિશિષ્ટ શબ્દ ડાઉઝિંગ છે) કરતાં, ત્યારબાદ તાંબાના સળિયા, લેકર એન્ટેના જેવી શોધ પિૃમમાં થઈ. પરંતુ એમાંની એક પણ શોધ પૂર્ણતઃ ટકોરાબંધ ન હતી. એ પછી દક્ષિણ ભારતના વૈજ્ઞાાનિક ડો.મૂર્તિએ સો ટકા વૈજ્ઞાાનિક કરી શકાય તેવું એક અદ્ભૂત સ્કેનર શોધ્યું. બેટરીથી ઓપરેટ થતાં આ સ્કેનરમાં જગ્યાની નકારાત્મક ઉર્જા તુરંત જ પકડાઈ જાય છે. બેટરીથી ચાલતા આ સ્કેનરની જોડીને હાથમાં રાખીને માત્ર ધીમે ધીમે ચાલવાનું હોય છે. જે જગ્યાએ નેગેટિવ એનર્જી અનૂભવાય ત્યાં સ્કેનર આપમેળે ખૂલી જાય છે.

એક વખત નકારાત્મક ઉર્જા અથવા તો જીઓપથિક સ્ટ્રેસ ડિટેક્ટ થાય પછી તેને દૂર કરવાનું સ્ટેજ આવે છે. વાસ્તુ-જીઓ કન્સલ્ટન્ટ રાજેશ ભટ્ટ કહે છે –
”ઘરમાં દરરોજ વધુને વધુ પોઝિટિવ એનર્જી ફેલાય એ માટે તો ઘણાં હાથવગા ઉપાયો છે. પરંતુ તેની અસર કલાકોમાં જ હોય છે. કાયમી ઈલાજ માટે મલ્ટી મિનરલ્સ અને મલ્ટી મેટલ્સનો ભૂક્કો એક પારદર્શક ટયૂબમાં ભરી તેને ઘરમાં પંક્ચર કરી દાટવામાં આવે છે. આવું કરવાથી નેગેટિવ ઉર્જાની અસર એકસો ટકા દૂર કરી શકાય છે.

જીઓપથિક સ્ટ્રેસ અને તેને ખોળી કાઢતું યુનિવર્સલ થર્મો સ્કેનર એ વાસ્તવમાં વાસ્તુથી હજ્જારો પગલાં આગળની વાત છે. તેમાં દિશાઓની કે અગ્નિ-નૈઋત્ય ખૂણાઓની વાત નથી. કિચન-બેડની દિશા બદલવાના ફન્ડા પણ નથી. હા ! જો તેનું વાસ્તુ સાથે ફ્યુઝન સાધવામાં આવે તો ઉત્તમ પરિણામ મળી શકે છે. વિજ્ઞાન અને ધર્મના સમન્વયથી જીઓપથિક સ્ટ્રેસની અસરોને પૂર્ણતઃ ખત્મ કરી શકાય છે.

સ્કેનરની અદ્ભૂત કામગીરીનો આંખે દેખ્યા અહેવાલ

ડો.મૂર્તિએ વિકસાવેલા યુનિવર્સલ થર્મો સ્કેનરનું પરફેક્શન સો ટચનું છે. આ મશિનમાં જે તે વ્યક્તિનું સલાઈવા સેમ્પલ(થૂંક) અથવા વાળનું સેમ્પલ નાંખીને તેનાં માટે શું પોઝિટિવ કે શું નેગેટિવ છે તે જાણી શકાય છે. ઉદાહરણ તરીકે, તમે જો કોઈ ગ્રહનો નંગ પહેર્યો હોય તા ેએ તમને હકારાત્મક ફળ આપે છે કે નકારાત્મક રિઝલ્ટ આપે છે તે સલાઈવાની મદદથી આસાનીથી જાણી શકાય છે. એક ડબ્બીમાં સલાઈવાનું સેમ્પલ લઈ તેને સ્કેચરમાં ફિટ કરવામાં આવે છે. પછી આ સ્કેનરથી તમારા ગ્રહની વીંટી સ્કેન કરવામાં આવે છે. તમારા માટે એ નંગ કામનો હોય તો સ્કેનર એ દર્શાવી દે છે અને તમને નૂકસાન કરતો હોય તો પણ એ સાબિત કરી આપે છે.

મંત્રો-ધૂપના પ્રભાવનું જીવંત નિદર્શન !

શાસ્ત્રના અભ્યાસુઓ કહે છે કે, મંત્રોમાં અદ્ભૂત શક્તિ હોય છે, એ વાતાવરણને પોઝિટિવ બનાવી શકે છે. આ વાત કદાચ તમે માનતા ના હોવ તો પણ સ્કેનર તેને સાચી સાબિત કરે છે. સ્કેનર જ્યારે કોઈ સ્થળે નેગેટિવ એનર્જી દર્શાવે ત્યારે રાજેશ ભટ્ટ આપણને આપણાં કોઈપણ શાસ્ત્રોક્ત મંત્રનું ઉચ્ચારણ કરવાનું કહે છે ઃ એક, બે અને ત્રીજો ગાયત્રી મંત્ર બોલીએ કે નવકાર મંત્રનું રટણ કરીએ ત્યાં તો સ્કેનર સંકોચાઈ જાય છે. મતલબ કે,વાતાવરણમાં પૂર્ણતઃ હકારાત્મક્તા ફેલાઈ ગઈ ! આવું જ ધૂપ વિશે છે. જે સ્થળે નેગેટિવ ઉર્જા દેખાતી હોય અને સ્કેનર આખું ખૂલી ગયું હોય ત્યાં જો પરંપરાગત દ્રવ્યોથી (લોબાન, ગૂગળ, કેસર, ચંદન જેવા બે ડઝન દ્રવ્યો અથવા માત્ર(લોબાન-ગૂગળ મિક્સ) ધૂપ કરવામાં આવે તો સ્કેનર એક મિનિટની અંદર બિડાઈ જાય છે. આપણાં વડીલો મંત્ર-ધૂપ વગેરેનો આગ્રહ અમસ્તા જ નહોતા રાખતા.

નેગેટિવ-પોઝિટિવ ઉર્જા પસંદ કરતાં પ્રાણીઓ

બિલાડી, સાપ, ઘુવડ તથા ગોકળગાય અને કીડી તથા ભમરી અને મધપૂડો જ્યાં બહુ-નિત્ય દેખાય ત્યાં નકારાત્મક ઉર્જા અતિશય હોય છે તેમ જીઓપથિક સ્ટ્રેસના નિષ્ણાંતો કહે છે. આ બધાં પ્રાણી-પક્ષીઓ પોતે નેગેટિવ નથી પણ તેમને નેગેટિવિટી પસંદ છે. જ્યાર ઘોડો, ગાય,શ્વાન, ડૂક્કર, મરઘી, ગોલ્ડફિશ અને ઘેટું નેગેટિવ એનર્જીને બિલકુલ પસંદ કરતાં નથી. જે ઘરમાં નકારાત્મક ઉર્જા બહુ હોય ત્યાં શ્વાન-ગાય ક્યારેય ટકી શક્તા નથી અને તેમને પરાણે રાખવામાં આવે તો વારંવાર બિમાર પડે છે.

જીઓપથિક સ્ટ્રેસના લક્ષણો:

  • ઉંઘ ન આવવી.
  • કારણ વગર હાથ-પગમાં ઝણઝણાટી.
  • વારંવાર ઘરમાં બિલાડીનું આવવું.
  • કારણ વગરના નાના બાળકોનું રડયા કરવું.
  • ફેક્ટરીમાં કોઈ એક જગ્યાએ રહેલ મશીનનું વારંવાર ખરાબ થવું.
  • ઘરમાં એક જ પ્રકારની બિમારી એક કરતાં વધારે વ્યક્તિને થવી.
  • ઘરની દિવાલોમાં વારંવાર તિરાડો પડવી કે જમીનમાંથી ટાઈલ્સ ઉખડી જવી.
  • ઘરના બગીચામાં કોઈ એક જગ્યાએ ઝાડ-વૃક્ષોનો વિકાસ ન થવો.
  • કારણ વગર કીડીઓનું ઘરમાં વારંવાર દેખાવું.
  • બોડી પેઈન, કળતર શરીરમાં થવા.
  • રાત્રે ભયાનક સ્વપ્ન સતત આવવા.
  • નબળી રોગ પ્રતિકારક શક્તિ.
  • કારણ વગર કમરનો દુઃખાવો રહેવો.
  • આખી રાત સૂતા છતાં સવારે બેચેની લાગવી.

પોઝિટિવ રેખાઓ પર મંદિરો, ચર્ચ બન્યાં !

જર્મની અને ઓસ્ટ્રેલિયાના અનેક સંશોધકોએ જીઓપથિક સ્ટ્રેસના વિષયમાં અનેક વર્ષો સુધી સંશોધનો કર્યા છે.ડો.અર્નેસ્ટ હાર્ટમેનએ લાઈન્સ શોધી ૧૯૬૦માં. આ જર્મની સંશોધકે શોધેલી લાઈન્સને હાર્ટમેન લાઈન્સ નામ અપાયું.મેનફ્રેડ કરીએ શોધેલી રેખાઓ કરી લાઈન્સ કહેવાઈ. ડો.બેન્કરે ‘બેન્કર્સ ગ્રીડક્ક શોધી. જ્યારે ‘લે લાઈન્સક્ર તરીકે ઓળખાતી રેખાઓ શોધાઈ ત્યારે જાણવા મળ્યું કે, ભારતના લગભગ તમામ પ્રાચીન મંદિરો અને વિશ્વભરના ચર્ચા આ લાઈન પસાર થાય છે ત્યાં બંધાયા છે. આ લાઈન પૂર્ણતઃ પોઝિટિવ છે ! અર્થ એ થયો કે, મંદિર-ચર્ચનું નિર્માણ ક્યાં કરવું જોઈએ તે વિશે આપણાં પૂર્વજો પૂરેપૂરાં સજાગ હતા.
Rajesh Bhatt,
Geo – Vastu Consultant,
Rajkot

લેખક – કિન્નર આચાર્ય

મિત્રો, આ લેખ ને વધુ માં વધુ શેર કરી લોક ઉપયોગી બનાવજો !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *