શરીરમાં ઉગતા અનિચ્છનીય વાળને કરો હંમેશા માટે દૂર, જાણો કઈ રીતે

નમસ્કાર મિત્રો આજના જમાનામાં લોકો પોતાની સુંદરતા જાળવવા માટે અનેક પ્રકારના રસ્તાઓ અપનાવે છે. આજની છોકરીઓ પોતાને સુંદર દેખાડવા માટે અને હંમેશા અપટુડેટ રહેવા માટે ઘણી વખત પાર્લરમાં જાય છે. સામાન્ય રીતે છોકરીઓની તથા છોકરાઓની સૌથી મોટી સમસ્યા છે તેમના શરીર પર ઊગેલા વધારાના અનિચ્છનીય વાળ.

લોકો ગમે તેમ કરીને આ વાળને દૂર કરવાની કોશિશ કરે છે અને આ માટે જ તેને વારંવાર પાર્લરમાં જવું પડે છે, પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા નુસ્ખાઓ કે જેનો ઉપયોગ કરીને તમે શરીર પર રહેલા વધારાના વાળ ને કાયમી માટે કરી શકશો દૂર.

સામાન્ય રીતે પુરુષોના ચહેરા પર અને શરીરના લગભગ દરેક ભાગમાં વાળ હોય છે તેવી જ રીતે સ્ત્રીઓના ચહેરા પર પણ વધારાના વાળ હોય છે જે તેની સુંદરતા બગાડી નાખે છે આજે દવાખાનામાં ઘણી એવી ટ્રીટમેન્ટ અવેલેબલ છે કે જેનાથી તમે કાયમી માટે આ વધારાના વાળને દૂર કરી શકો છો.

પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ અને નુકસાનકારક છે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તમારા શરીર પર રહેલા આ વધારાના વાળ ને કઈ રીતે ઘરે બેઠાં જ દૂર કરી શકશો.

શરીર પરના વધારાના વાળ દૂર કરવા માટે પાકેલું પપૈયુ ખૂબ જ કારગર સાબિત થાય છે. પાકેલા પપૈયામાં અનેક પ્રકારના એન્જાઈમ હોય છે જે શરીરમાં રહેલા વધારાના વાળ ને દૂર કરે છે. આ માટે એક પાકેલા પપૈયાને પીસી લો ત્યારબાદ તેમાં 2 ચમચી હળદર ઉમેરી આ મિશ્રણને બરાબર હલાવી લો.

ત્યારબાદ આ મિશ્રણ જે જગ્યાએ વધારાના વાળ છે તે જગ્યાએ લગાવી દો. મિશ્રણના બે મિનિટ બાદ તેને ધીમે ધીમે મસાજ કરો અને ત્યાર બાદ તમારો ચહેરો ધોઈ લો. આ ઉપાય તમારા ચહેરા પરથી વધારાના વાળ દૂર કરવા માટે સૌથી કારગર ઉપાય છે જેના દ્વારા તમારા ચહેરાના વધારાના વાળ દૂર થશે જ સાથે સાથે તમારા ચહેરાની સુંદરતા પણ વધુ નીકળશે.

તમારા ચહેરાને છોડીને શરીરના અન્ય ભાગોમાં રહેલા વધારાના વાળ ને દૂર કરવા માટે તમે આ બીજો ઉપાય પણ કરી શકો છો આ માટે સૌથી કારગર રસ્તો છે toothpaste અને એવર યુથ પીલ નુ માસ્ક. આ માટે સૌથી પહેલા બે ચમચી એવર યુથ નુ પીલ માસ્ક અને એક ચમચી કોલગેટ ને બરાબર ભેળવી લો.

ત્યારબાદ આ મિશ્રણને શરીરની એ જગ્યાએ લગાવો જ્યાંથી તમારે વધારાના વાળ દૂર કરવા છે. હવે આ મિશ્રણને લગભગ 20 મિનિટ સુધી રહેવા દો. 20 મિનિટ બાદ તે જગ્યા પરથી આ માસ તને દૂર કરી બરાબર પાણીથી સાફ કરી લો આમ કરવાથી શરીરની કોઈ પણ જગ્યામાં રહેલા વધારાના વાળ જળમૂળમાંથી દૂર થશે.

આ રીતે છોકરા કે છોકરીઓ કોઈપણ ને પોતાના શરીર પરના વધારાના વાળ દૂર કરવા માટે હવે પાર્લરમાં કે દવાખાને જવાની જરૂર નથી, બસ ઘરે બેઠા આ સામાન્ય ઉપાયથી તમે તમારા શરીર પરના અનિચ્છનીય વાળને દૂર કરી શકશો.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *