દરેક વ્યક્તિના શરીર ઉપર વિવધ જગ્યાએ તલ હોય છે. અમુક લોકો આ તલના નિશાનને ભાગ્યશાળી સમજે છે, જ્યારે અમુકની સુંદરતા તલના કારણે ખરાબ થઈ જાય છે. તલને લઈને લોકોમાં અલગ અલગ વિચારો હોય છે. અમુક લોકોનું એવું માનવું છે કે, શરીરના વિવિધ ભાગો પર રહેલ તલ વ્યક્તિની પર્સનાલિટીના ઘણા રાઝ ઉજાગર કરે છે. જેનાથી તમે વ્યક્તિની ખુબીઓ અને ખામીઓ વિશે જાણી શકાય છે.
નાક પર તલ
જે લોકોના નાક પર તલ હોય છે, તેમના વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ હાજર જવાબી હોય છે.કોઈ પણ વાત પર તે જરા પણ મોડું કર્યા વિના પોતાનો જવાબ આપી દે છે. તેમની મૂંહ-ફટ્ટીનો પણ કોઈ મુકાબલો કરી શકતું નથી. આવા લોકો સાધારણ મિજાજી હોવાની સાથે સાથે ફેશનેબલ કપડા પહેરવામાં પણ ખુબ જ શોખીન હોય છે.
માથા પર તલ
આવા લોકો વિશે કહેવામાં આવે છે કે, આવા લોકો ખૂબ જ જડપથી સફળતાની સીડીઓ સર કરે છે. માથા પર તલ તેમની સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. આ લોકોની જીવન જીવવાનો અંદાજ અન્ય લોકોથી અલગ હોય છે. આવા લોકો એકલા નહીં પરંતુ સૌથી વધુ લોકોની વચ્ચે રહેવાનું પસંદ કરે છે.
ખભા પર તલ
જે લોકોના ખભા પર તલ હોય છે તે પોતાની જીવનમાં નવા નવા એક્સપેરિમેન્ટ કરવાનું પસંદ કરે છે. સ્વભાવથી શાંત આ લોકો પોતાના ફેમીલી અને મિત્રોની સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે. તેના સિવાય આ લોકોને બદલાવ પણ ખુબ પસંદ હોય છે.
ગાલ પર તલ
જે લોકોના અને એમાં પણ ખાસ કરીને છોકરીઓના ગાલ પર તલ હોય છે, તે છોકરીઓ મોર્ડન વિચારોવાળી હોય છે. તે જૂની પરંપરાઓ, માન્યતાઓ અને રીત-રીવાજ માં કેદ થવાનું પસંદ કરતી નથી.
પગમાં તલ
જે લોકોના પગમાં તલ હોય છે, તેમણે પ્રવાસ કરવાનો ખુબ જ શોખ હોય છે. તેમના મનમાં આખી દુનિયા ઘૂમવાની ઈચ્છા હોય છે. તેમના શોખ પુરા કરવા માટે તેઓ એક પણ મોકો છોડવા માંગતા નથી. તેના સિવાય આ એન્ડવેચરનો પણ ખુબ જ શોખીન હોય છે.
હથેળીમાં તલ
હથેળી માં રહેલ તલ ધન સંપતિનો સૂચક માનવામાં આવે છે. આ લોકો ખુબ વધુ ખર્ચો કરે છે. મોંઘી ચીજો પ્રત્યે તેમનું ધ્યાન જલ્દી આકર્ષાય છે.