આજના સમયમાં લોકોની બદલાતી જતી જીવનશૈલીના કારણે તથા વધુ પડતા જંકફૂડ ખાવાના કારણે લોકો હૃદયની બીમારીથી પીડાય છે. આજે અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બને છે. એટલું જ નહીં પરંતુ નાની ઉંમરના બાળકો પણ હાર્ટ એટેક નો શિકાર બને છે. હાર્ટ એટેક એક એવી વસ્તુ છે જે થોડાક ક્ષણો ની અંદર તમારો જીવ લઇ લે છે. અને હાર્ટ એટેક કોઈપણ વ્યક્તિને કોઇપણ સમય આવી શકે છે.
જો હાર્ટ એટેક દરમિયાન યોગ્ય સારવાર કરવામાં આવે તો વ્યક્તિનું જીવ બચી શકે છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં હાર્ટ એટેકના દર્દીને સારવાર માટેનો સમય મળતો નથી. તેને સારવાર મળે એ પહેલા તે પોતાનો જીવ ગુમાવી ચૂક્યું હોય હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિને અગાઉથી જ ખબર પડી જાય કે, તે પોતે હાર્ટ એટેકનો શિકાર બનવા જઈ રહ્યો છે. તો તે વ્યક્તિ આ જીવલેણ હુમલાથી બચી શકે છે.
સામાન્ય રીતે લોકોનું એવું માને છે કે હાર્ટ એટેક કોઈપણ વ્યક્તિને અને ગમે ત્યારે આવી શકે છે. પરંતુ આ માન્યતા સાવ ખોટી છે કેમકે, તમારું શરીર અંદાજે એક મહિના પહેલા તમને અમુક સંકેતો આપે છે. જે ભવિષ્યમાં આવનારા હાર્ટ એટેક ની નિશાનીઓ છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ સંકેતો વિશે જેને જાણીને તમે પણ રહી જશો દંગ.
આ છે હાર્ટ એટેક પહેલાના લક્ષણો
વૈજ્ઞાનિક ઢબે વાત કરીએ તો હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ છે, તમારા શરીરની કોઈ નળીનું બ્લોક થવું. તમારા હૃદયમાં લોહી પહોંચાડતી કોઈ નડી જો કોલેસ્ટ્રોલના કારણે બ્લોક થઈ ગઈ હોય તો તમારુ બ્લડ પ્રેશર વધી જાય છે. અને અંતે તમે હાર્ટ એટેકનો શિકાર બનો છો. આ ક્રિયામાં રદય પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળવાના કારણે હદય રોગનો હુમલો થાય છે.
વારેવારે થાક લાગવો
હાર્ટ એટેક આવતા પહેલા થોડા દિવસો પહેલા તમને અમુક સંકેતો જોવા મળે છે. જેમાંનો એક છે, થાક લાગવો. મિત્રો જ્યારે તમે કોઈ હાર્ડવર્ક કરો છો ત્યારે તો તમે થાકી જાઓ છો. પરંતુ જો તમે કોઈ મામૂલી કામ કરવા છતાં પણ થાકી જતા હો. તથા તમને શ્વાસ થતો હોય તો આ કોઈ સામાન્ય બાબત નથી. પરંતુ તે ભવિષ્યમાં આવનારા તમારા હાર્ટ એટેકનો પહેલો સંકેત છે.
છાતીમાં દુખાવો
જ્યારે તમારા હૃદયને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. ત્યારે જ હાર્ટ એટેકની સમસ્યા વધી જાય છે. જો તમારા હૃદયને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળતું હોય તો તમારા છાતીમાં મુંઝારો અનુભવાય છે. તથા છાતીના ડાબા ભાગમાં ઝીણું ઝીણું દુઃખ અનુભવાય છે. આ પણ એક સંકેત છે કે તમને ભવિષ્યમાં હાર્ટ એટેક આવી શકે છે.
શ્વાસ ઘુટાવો
જ્યારે તમારી કોઈ નડી બ્લોક હોય છે ત્યારે તમારા હૃદયને પૂરતાં પ્રમાણમાં ઑક્સિજન મળતો નથી. જેના કારણે તમારા અમુક અંગો યોગ્ય રીતે કાર્ય કરતા નથી. જેમાંનો એક છે ફેફસા નળી બ્લોક થવાના કારણે તમે શ્વાસ માં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મેળવી શકતા નથી. જેને કારણે તમારો શ્વાસ ઘુંટાય છે અને તમને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે.
અચાનક ઊંઘમાંથી જાગી જવું
જો તમને પણ રાત્રે અચાનક ઊંઘમાંથી ઉઠી જવાની સમસ્યા સર્જાઈ હોય, તો આ કોઈ સામાન્ય બાબત નથી. કેમકે રાત્રે અચાનક ઊંઘ ઊડી જવી હાર્ટ એટેક આવવાની આગોતરી ચેતવણી છે. આથી તેને નજર અંદાજ ન કરી તમારે યોગ્ય સારવાર ના પગલા લેવા જોઈએ.
આમ આપણને સામાન્ય લાગતા એવા ઘણા શરીરના સંકેતો આપણને અગાઉથી જણાવી દે છે કે, થોડા દિવસોમાં તમને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી ગયેલ છે. આથી આવા ચિહ્નોને નજર અંદાજ ન કરી યોગ્ય પગલાં લેવા જોઈએ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.