ચીનની સૌથી પ્રખ્યાત કંપની શાઓમી દ્વારા ભારત દેશમાં દર સપ્તાહે નવા નવા ફોને લોન્ચ થતા રહે છે અને ભારત દેશમાં આ સ્માર્ટ ફોનનું ધોમ વેચાણ પણ થાય છે. પરંતુ આજના સમયમાં દરેક લોકોને જો સ્માર્ટ ફોન થી કોઈ સમસ્યા હોય તો તે છે તેની બેટરીની સમસ્યા કેમ કે આજના સ્માર્ટ ફોનમાં બધાજ પ્રકારની સુવિધા આવે છે પરંતુ આ દરેક ફોન નું બેટરી બેકુપ ખુબ ઓછું હોય છે.
પરંતુ શાઓમી કંપની દ્વારાજ તાજેતરમાં બે નવા ફીચર ફોન Qin1 અને Qin1s લોન્ચ કર્યા છે અને આ ફોન અંગે કંપનીએ દાવો કર્યો છે કે આ ફોન ની બેટરી સતત એક ધારા ૧૫ દિવસ સુધીં ચાલી શકશે. આ ફોન ના ફીચાર્સમાં યુઝરને વોઈસ કોલ અને મેસેજિંગ સપોર્ટ મળે છે અને આ ઉપરાંત કંપની દ્વારા બીજા ઘણા અડ્વાન્સ ફીચર પણ આપવામાં આવ્યા છે.
જો આ ફીચર્સ ની વાત કરીએ તો તેમાં રિયલ ટાઈમ મલ્ટી લેગ્વેજ વોઈસ ટ્રાન્સલેશન સપોર્ટ છે. આ ઉપરાંત આ ફોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સાથે આવે છે. શાઓમીના આ ફોન Qin1S ની અંદર 4G કનેક્ટિવિટી ની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ફીચર ફોનને એવા સમયે લોન્ચ કરવામાં આવ્યા છે જ્યારે ભારતીય માર્કેટમાં 4જી ફીચર ફોનની લોકપ્રિયતા વધી રહી છે પરંતુ હજુ સુધી કંપની દ્વારા આ ફોન ભારતમાં ક્યારે લોન્ચ થશે તેની કોઈ સતાવાર જાહેરાત કરી નથી.
હવે જો શાઓમીના આ બંને ફીચર ફોનની અન્ય સુવિધાઓની વાત કરીએ તો તેમાં સૌથી ખાસ વાત એ છે કે તેમાં રિયલ ટાઈમ ટ્રાન્સલેશન ફીચર અને આ ઉપરાંત શાઓમીના Qin1 અને Qin1s માં અલગ અલગ 17 ભાષાઓ પણ સપોર્ટ કરશે. આ ઉપરાંત આ ફોનમાં બિલ્ટ ઈન ઈન્ફ્રારેડ બ્લાસ્ટર છે જેથી આં ફોનનો તમે રીમોટ કંટ્રોલ તરીકે પણ ઉપયોગ કરી શકો છે. આ ઉપરાંત શાઓમી ન્બા આ મોબાઈલ ફોનમાં યૂએસબી ટાઈપ-સી પોર્ટ છે. એક રીતે જોવા જઈએ તો શાઓમીનો આ પહેલો ફીચર ફોન હશે જેમાં આટલા બધા હાર્ડવેર ઓપ્શન આપવામાં આવેલા છે.
હવે જો આપડે વાત કરીએ શાઓમી ના Qin1 અને Qin1s ફોનના સ્પેસીફીકેશનની તો તેમાં 2.8 ઈંચની આઈપીએસ ડિસ્પલે છે આ ઉપરાંત તેમાં 1480 એમએએચની બેટરી છે. કંપનીએ 15 દિવસ સુધી સ્ટેન્ડબાય ટાઈમ અથવા 420 મિનિટ ટોક ટાઈમનો દાવો કર્યો છે. શાઓમીના ફોનમાં ટી9 કીપેડ છે અને નેવિગેશન માટે ડી-પેડ ઉપસ્થિત છે. આ ઉપરાંત આ ફોનમાં અલાર્મ ક્લોક અને વેધર રિપોર્ટ ફંક્શન ની સુવિધા પણ આપવામાં આવેલ છે.
આ ઉપરાંત આ ફોનમાં ૧૬ GB ઇન્ટરનલ મેમરી અને ૮ GB રેમ પણ આપવામાં આવેલ છે. આ ઉપરાંત તેમાં વાઈફાઈ, બ્લુટુથ, જીપીએસ અને યુએસબી જેવી ઘણી બધી સુવિધાઓ આપેલી છે. આ ફોનના ફીચર્સ જોતા લાગી રહ્યું છે કે જયારે પણ ભારત દેશમાં આં ફોન લોન્ચ કરવામાં આવેશે ત્યારે તે ભારતમાં અન્ય મોબાઈલ કમ્પનિઓની માર્કેટ સાવ ડાઉન કરી દેશે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.