શનિદેવની કૃપા આવનારા વર્ષ 2020માં તમારા પર બની રહે તે માટે તમે નીચેના ઉપાયો કરી શકો છો. શનિદેવ એક એવા દેવ છે જેમની કૃપા બધા પર રહે તેવી આશા લોકો રાખતા હોય છે. શાસ્ત્રોમાં શનિને સૂર્યના પુત્ર અને મૃત્યુના દેવતા યમના ભાઇ કહેવામાં આવ્યા છે. જ્યોતિષ મુજબ શનિને ઠંડો ગ્રહ માનવામાં આવે છે. તે બિમારી, શોક અને આળસનો કારક છે.

જો શનિ શુભ હોય તો તે કર્મની દશાને લાભની તરફ લઇ જાય છે. અને જો શનિ અશુભ હોય તો દરેક બાજુથી તમને કર્મ કરવા છતાં નુક્શાન થાય છે તેમ મનાય છે. શનિદેવ લોકોની પરીક્ષા લેવા પંકાયેલા છે. પણ જો તમે શનિદેવની કસોટીમાં પાર થાવ છો તો તે તમારા હિતેચ્છુ પણ સાબિત થાય છે.
જ્યોતિષમાં સાડાસાડી, ઢૈયાનું એટલે કે અઢી વર્ષનો દોષના નિવારણ માટે શનિદેવની પૂજા કરવાનું કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે હનુમાનજી ભક્તોને શનિ દેવ તમામ કષ્ટોથી મુક્તિ અપાવે છે. ત્યારે જો તમે શનિ દેવની નજરથી બચવા માંગો છો અને તમારી પર પણ સાડાસાતી કે ઢય્યાનો પ્રભાવ ચાલી રહ્યો છે તો તમારે કાળી ગાયને બુંદીના લાડુ ખવડાવવા જોઇએ.

શનિદેવના પ્રતિકૂળ પ્રભાવાને રોકવા માટે ગાયની પૂજા કરવી શ્રેષ્ઠ ઠે. ગાયના માથે તિલક લગાવી તેના શિંગડા પર દોરો બાંધી શકો છો. વળી શનિવારે નાહીધોઇને સવારે હનુમાન ચાલીસા વાંચવાથી પણ લાભ થાય છે. કહેવાય છે કે હનુમાનજી ભક્તને શનિ દેવની ખરાબ દ્રષ્ટ્રિ નથી પડતી. વળી શનિવારે ચામડાના ચંપલ ગરીબને દાન કરવાથી અને શમીના વૃક્ષની પૂજા કરવાથી પણ લાભ થાય છે. ત્યારે શનિવારે શનિદેવની પૂજા કરવા માટે તમે યથાશક્તિ અને યથાઇચ્છા પૂજા કરી શકો છો. દરેક ભગવાન તમારી ભક્તિને મહત્વ આપે છે