શાહરૂખ ખાનના એક દિવસનો ખાવાનો ખર્ચ જાણીને તમે પણ રહી જશો દંગ.

મિત્રો ભારતની અંદર ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ મળે કે જે શાહરૂખખાનને ન ઓળખતો હોય. શાહરૂખ ખાન બોલીવુડ ઇન્ડસ્ટ્રીનો ખૂબ જ પ્રખ્યાત એક્ટર છે. તેણે પોતાની કારકિર્દી દરમિયાન અનેક પ્રકારની પિક્ચરો કરી છે અને લોકોના દિલ પર રાજ કર્યા છે. અને આથી જ શાહરૂખ ખાનને બોલિવૂડનો કિંગ ખાન પણ કહેવામાં આવે છે. કેમકે તે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે.

શાહરૂખ ખાને જ્યારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર પોતાનું કેરિયર ચાલુ કર્યું, ત્યારથી જ તેની ફેન ફોલોઈંગ ધીમે ધીમે વધતી જાય છે. આજે 51 વર્ષે પણ ભારતની અંદર તેના કરોડો ચાહકો છે જે શાહરૂખ ખાનની એક ઝલક જોવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. અને સામે શાહરૂખ ખાન પણ પોતાના ફેન્સને ખુશ રાખવા માટે રાતદિવસ મહેનત કરે છે. આપણે મોટે ભાગે શાહરૂખખાનને મોટા પડદા પર જ જોઈએ છીએ અને ત્યાં જોઈને આપણે તેના ફેન બની જઈએ છીએ.

પરંતુ મોટા પડદા પર આ પ્રકારની અદાકારા દેખાડવા માટે શાહરૂખ ખાનને પણ રાતદિવસ મહેનત કરવી પડે છે. તમારા માંથી ઘણા લોકોને એ ખબર નહી હોય કે શાહરૂખ ખાનને પોતાના આખા દિવસના બીઝી શિડ્યુલ અંદર ઘણી વખત સવારનો નાસ્તો કરવાનો સમય પણ નથી રહેતો. અને આથી જ ઘણી વખત તે ચાલતા ચાલતા નાસ્તો કરે છે, અથવા તો ઘણી વખત પોતાની ગાડીની અંદર બેસીને ચા પીવે છે. અને આટલી મહેનત કર્યા બાદ જ તે લોકોની સામે મોટા પડદા પર કામ કરી શકે છે.

આખો દિવસ શૂટિંગ કરવામાં વ્યસ્ત એવા શાહરુખ ખાન અને ઘણી વખત પૂરતો ખાવાનો સમય પણ મળતો નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ શાહરૂખ ખાનની રોજિંદી લાઇફ સ્ટાઇલ કે જેની અંદર તે એક દિવસની અંદર કેટલા રૂપિયાનું ભોજન જમે છે. તો ચાલો જાણીએ સારુખ ખાનના ડાયટ પ્લાન વિશે.

શાહરૂખ ખાનને સવાર-સવારમાં પૌવા અને ઢોકળાનો નાસ્તો ખૂબ જ પસંદ આવે છે. મોટેભાગે સવારના નાસ્તામાં શાહરુખ ખાન આજ નાસ્તો કરે છે. પરંતુ ઘણી વખત પોતાના નાસ્તાની અંદર તે સમોસા બ્રેડ કે ભાત ખાવાનું પણ પસંદ કરે છે. આમ કરોડોની કમાણી કરતો આ શાહરુખ ખાન સવારમાં અંદાજે માત્ર 60 રૂપિયા નો જ નાસ્તો કરે છે.

હવે જો વાત કરીએ બપોરના ખાવાની તો બપોરના ખાવામાં શાહરુખ ખાન મોટેભાગે દાળ-ભાત રોટલી અને ગાજરનું શાક ખાવાનું ખૂબ પસંદ કરે છે. આ ઉપરાંત ઘણી વખત તે સાઉથ ઇન્ડિયન ડીસમાં ઇડલી સંભાર અને મસાલા ઢોસા ખાવાનું પણ પસંદ કરે છે. આમ શાહરુખ ખાન ના બપોરના ભોજનની વાત કરીએ તો ટોટલ તે અંદાજે 400 રૂપિયા નું ભોજન કરે છે.

હવે જો રાત્રીના ભોજનની વાત કરીએ તો શાહરુખ ખાન રાત્રે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન લેવાનું પસંદ કરે છે શાહરૂખ ખાનને રાત્રે રાજમા ચાવલ, સરસવની દાળ, પનીર કડાઈ, વિવિધ પંજાબી સબ્જીઓ અને સાથે થોડી મીઠાઈઓ ખાવાનું પણ ખુબ પસંદ છે. આમ જો રાત્રીના ભોજનની વાત કરીએ તો શાહરુખ ખાન રાત્રે અંદાજે હજાર રૂપિયાનું ભોજન કરે છે.

આમ જો બોલીવૂડના સૌથી મોટા એક્ટર શાહરૂખ ખાનના એક દિવસના ભોજનના ખર્ચા ની વાત કરીએ તો તે પોતાના રોજિંદા જીવનની અંદર અંદાજે 1500 રૂપિયાનું ભોજન જમે છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *