જ્યારે તમે કોઈ હોટલની અંદર જાઓ ત્યારે ત્યાં તમને જમી લીધા બાદ તમારા હાથ સાફ કરવા માટે એક બાઉલ ની અંદર નવશેકુ પાણી અને તેની અંદર એક લીંબુની ફાડ આપવામાં આવે છે. જેને આપણે ફિંગર બાઉલ કહીએ છીએ. હોટેલમાં જમી લીધા બાદ તમારા હાથ સાફ કરવા માટે આ વસ્તુ આપવામાં આવે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ જાણે છે કે, તમને આ વસ્તુ તમારા હાથ સાફ કરવા માટે શા માટે આપવામાં આવે છે?
હોટલની અંદર આપવામાં આવતા આ ફિંગર બાઉલ પાછળ પણ એક રોચક કહાની છે. પહેલાના સમયમાં જમી લીધા બાદ લોકોને મીઠાઈ ખાવાનું પસંદ હતું. અને જ્યારે લોકો કંઈ પણ મીઠી વસ્તુ ખાઈ લેતા. ત્યારબાદ જ આ બાઉલ આપવામાં આવતા હતા. પરંતુ અત્યારના સમયમાં હોટલની અંદર તમે જમી લીધા બાદ હજી બાકી હોય તે પહેલાં જ આપી દેવામાં આવે છે.
શા માટે આપવામાં આવે છે લીંબુવાળું ફિંગર બાઉલ
સામાન્ય રીતે લીંબુ ની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઓક્સીડંટ ગુણ હોય છે. જમી લીધા બાદ તમારા હાથમાં રહેલા કીટાણું અને દૂર કરે છે. અને આથી જ ગરમ પાણીની અંદર લીંબુ નો એક ટુકડો નાખવામાં આવે છે જેને કારણે તમારા હાથ કીટાણું રહિત બની જાય.
પરંતુ વિજ્ઞાનીકો દ્વારા એવું માનવામાં આવે છે કે, જો આ ફિંગર બાઉલ ની અંદર ગરમ પાણી અને લીંબુના ટુકડા આપવામાં આવે તો તેમાં રહેલા લીંબુના ટુકડા આપણા માટે વ્યર્થ છે. કેમકે લીંબુના ટુકડાથી તમારા હાથની અંદર રહેલા કિટાણુઓ નાશ થાય છે. પરંતુ જમ્યા બાદ આ વસ્તુ ની કોઈ જરૂર રહેતી નથી. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર એવું માનવામાં આવે છે કે, જ્યારે તમને આ ગરમ પાણીનું બાઉલ આપવામાં આવે ત્યારે તેની અંદર ફક્ત અને ફક્ત તમારા આંગળા જ ડૂબવા જોઈએ. અને તે પણ લીંબુ વગરના ગરમ પાણીની અંદર કેમકે લીંબું નીચોવેલાં પાણી ની અંદર આંગળા ડૂબાડવાથી ખાસ કોઇ ફાયદો થતો નથી.
આથી જ્યારે તમને ફિંગર બાઉલ આપવામાં આવે ત્યારે તેની અંદર લીંબુ નીચોવીયા બાદ તમારા હાથ ધોવાના બદલે પહેલા તે લીંબુને તમારા હાથ પર બરાબર લગાવી. અને ત્યારબાદ એ ગરમ પાણી વડે તમારા હાથ ધોવા જોઈએ. તો જ આપણી અંદર રહેલું પાણી તમારા હાથને કરી શકે છે કીટાણું મુક્ત.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.